________________
૧//yok
૧૫e
૧૫૮
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
કુબડાપણું, કાળાપણું, કુષ્ટાદિ રોગત્વ આદિ પોતાના પ્રમાદથી જ પ્રાપ્ત થાય છે. પ્રમાદથી જ વિવિધ પ્રકારની યોનિમાં જાય છે અને વિવિધ વેદના અનુભવે છે.
- વિવેચન :
અથવા જીવોમાં શુભ-અશુભરૂપ કર્મો જોઈને તે જીવોને અપ્રિય હોય તેવું કૃત્ય ન કર્યું. “નાગાર્જુનીયા” પણ કહે છે - જીવ દુ:ખને કાઢવા અને સુખને મેળવવા ઇચ્છે છે. અહીં ‘શઅપરિજ્ઞા' અધ્યયનમાં કહ્યા મુજબ જીવની પ્રરૂપણા કરવી. આ જીવો દુ:ખને છોડવા અને સુખને મેળવવા ઇચ્છે છે. પોતાના આત્મા જેવા આ જીવોને જાણીને તે જીવોના ઉપમર્દનરૂપ હિંસાદિ સ્થાનોને પરિહરતો આત્મા પોતાને પંચ મહાવતમાં સ્થાપે. તેના પાલન માટે ઉત્તગુણોને પણ પાળવા જોઈએ. કહે છે
પાંચ સમિતિથી સમિત થયેલો હવે કહેવાનાર શુભાશુભ કર્મોને જાણીને અંધત્વ આદિ કર્મના જ ફળ છે તે જીવોમાં સાક્ષાત્ જોઈ પોતે સમજે. આ સમિતિ પાંચ પ્રકારે કહેલી છે • ઈય, ભાષા, એષણા, દાનનિક્ષેપ અને ઉત્સર્ગ. તેમાં ઇયસિમિતિ-અહિંસા વ્રતના પાલન માટે છે, ભાષા સમિતિ અસંતુ અભિધાન નિયમને માટે છે. એષણા સમિતિ અસ્તેય વ્રતના પાલનને માટે છે. બાકીની બે સમિતિઓ સમસ્ત વ્રતમાં પ્રકૃષ્ટ એવા અહિંસા વ્રતની સિદ્ધિને માટે છે. આ પ્રમાણે પાંચ મહાવતો સહિત પાંચ સમિતિ પાળતા સાધુને બીજા જીવોનું સુખ વગેરે દેખાય છે. તે કહે છે
સંસારમાં ભમતા પ્રાણી અંધત્વ આદિ અવસ્થા ઘણીવાર ભોગવે છે. આ અંધત્વ દ્રવ્યથી અને ભાવથી છે - તેમાં એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય એ દ્રવ્યભાવ
ઘ છે. ચઉરિન્દ્રિય આદિ મિથ્યાદેષ્ટિ ભાવધ છે. કહ્યું છે કે, નિર્મળ ચા સમાન સ્વાભાવિક વિવેક છે. વિવેક સહ બીજું નેત્ર છે. આ બંને ચક્ષુ જેમને નથી તે તવતઃ અંધ કુમાર્ગે જાય તો ખરેખર શો અપરાધ છે ?
જે સમ્યગુ દૃષ્ટિ પણ નેગી હીન છે તે દ્રવ્ય અંધ છે. જે દ્રવ્યથી પણ સંઘ નથી અને ભાવથી પણ અંધ નથી તે જ ખરેખર દેખતા કહેવાય. દ્રવ્યથી અને ભાવથી બંને પ્રકારે અંઘત્વ છે તે એકાંતે દુ:ખ આપનારું છે. કહ્યું છે કે, જીવતા જ મરેલા જેવો આંખથી અંધ છે કેમકે તે બધી ક્રિયામાં પરતંત્ર છે. ચક્ષુ વિનાનાને સર્વ સદા અસ્ત છે અને પોતે અંધકાર સમુદ્રમાં ડૂબેલો છે.
- બંને લોકમાં દ:ખાગ્નિથી બળતા અંગવાળા તથા પાકી લાકડીથી દોસતાં દુ:ખી અંઘને જોઈને કોણ ખેદ ન પામે ? ભયોત્પાદક ઉગ્ર કાળા સાપને જોઈને જેવો ભય લાગે તેમ અંધત્વની ગર્તા જોઈને કોને ભય ન લાગે ? આ પ્રમાણે બહેરાપણાનું દુ:ખ પણ જાણવું. સારા-માઠાંના વિવેકના ભાવથી હિત જીવ આલોક-પરલોકના સારા ફળને આપનારી ક્રિયા કરવાને અશક્ત છે. કહ્યું છે કે, “ધર્મશ્રુતિના શ્રવણ મંગળથી વર્જિત, લોકગૃતિ શ્રવણ વ્યવહારથી બાહ્ય આ દુનિયામાં કેમ જીવે છે ? કે જેને શબ્દો સ્વપ્નમાં મળેલા ધનની જેમ નિષ્ફળ જાય છે.
પોતાની સ્ત્રી તથા બાળપુત્રનાં મધુર વચન શ્રવણથી વિમુખ બહેરાનું જીવન જીવતા છતાં મરેલાની જેમ નકામું છે. હવે મુંગાનું દુ:ખ કહે છે - દુઃખકર, કીર્તિકર,
સર્વલોકમાં નિંદામણ મુંગાપણું છે. મૂઢો આ કૃતકર્મ ફળ કેમ જોતા નથી ?
કાણાનું દુ:ખ કહે છે - વિશ્વમસ્યાને ડૂબેલો, એકદૃષ્ટિક, વૈરાગ્યોત્પાદનમાં સમર્થ અને જન્મદુઃખી, પોતે કોઈને પણ વહાલો લાગતો નથી. આલેખવા યોગ કર્મથી લખાયો છતાં જે બીજાને વહાલો લાગતો નથી, તેના સ્વરૂપનું શું મહત્વ ? આ પ્રમાણે વાકાં હાથ-પગ, ઠીંગણાપણું, ખુંધાપણું, કાળો વર્ણ, શબલપણું આવા સ્વાભાવિક કદરૂપાં શરીરવાળો કે પછીથી કર્મવશ થયેલ ઘણો દુઃખી થાય છે.
વળી વિષયકીડાના કારણે ધર્મમાં પ્રમાદ કરવાથી સંદ, વિકટ, શીત, ઉણ આદિ યોનીઓમાં ભમે છે. અથવા ચોર્યાશી લાખ યોનીઓમાં ભ્રમણ કરે છે. નવા નવા આયુષ્ય બાંધીને તેમાં જાય છે. તે યોનીઓમાં વિવિધ દુ:ખોને અનુભવે છે. તે જ પ્રમાણે ઉંચગોરના અહંકારથી હણાયેલ ચિતવાળો તથા નીચગોરના કારણે દીના બનેલો અથવા અંધ-બહેરો થવા છતાં અજ્ઞાની જીવ પોતાનું કર્તવ્ય નથી જાણતો તેમજ આ પોતાના કર્મનો વિપાક છે તે જાણતો નથી. સંસારની બુરી દશાને ભૂલી જાય છે. હિતાહિતને અવગણે છે. ઔચિત્યને અવગણતો, તવને ભૂલેલો, મૂઢ બનેલો જ ઉંચગોગાદિમાં અહંકાર કરે છે.
- સત્ર-૮૦ :
તે બોધ ન પામેલ જીવ રોગાદિની પીડિત થઈ જન્મ-મરણના ચક્રમાં વારંવાર ભટકે છે. વાસ્તુ આદિમાં મમત્વ રાખનારને અસંગત જીવન જ પિય લખે છે. તે ગબેરંગી મણિ, કંડલ, સોનું, ચાંદી, સ્ત્રીઓમાં અનુકત રહે છે. તેનામાં તપ, ઇન્દ્રિય દમન કે નિયમ દેખાતા નથી. તે અજ્ઞાની જીવો અસંયમી જીવનની કામના કરનાર, ભોગ લાલસાથી વિપરીત પ્રવૃત્તિને પ્રાપ્ત કરે છે.
વિવેચન :
ઉચ્ચ ગોમના અભિમાની અથવા અંધ, બહેરાં આદિ દુ:ખ ભોગવતો કર્મવિપાક ન જાણતો હત-ઉપહત થાય છે. વિવિધ રોગથી શરીરે પીડાતો ‘હત' અને સમસ્ત લોકમાં પરાભવ પામવાયી ઉપહત થાય અથવા ઉંચગોત્રના ગર્વની ઉચિત કાર્યને છોડવાથી વિદ્વાનોના મુખે તેનો અપયશ થતા ‘હત' અને અભિમાનથી અનેક ભવમાં અશુભકર્મ બાંધીને નીચગોમના ઉદયથી ઉપહત થાય. તે દુ:ખથી મૂઢ બને.
તે જ પ્રમાણે જન્મ અને મરણ બંનેને પાણી કાઢવાની રેંટના ન્યાયે પુનઃ જન્મમરણના દુ:ખ સંસારમાં રહીને અથવા ક્ષણે ક્ષણે ક્ષયરૂપ આવીસીમરણથી જન્મ અને વિનાશને અનુભવતો દુ:ખસાગરમાં ડૂબેલો, નાશવંતને નિત્ય માનીને, હિતને અહિત માનીને વિમુખ થાય છે. કહે છે કે, આયુષ્ય નિત્ય માનવું કે અસંયમ જીવિત દરેક પ્રાણીને વધુ વહાલું છે. તેથી આ સંસારમાં અજ્ઞાનથી હણાયેલા યિતવાળા મનુષ્ય તથા બીજા પ્રાણીઓ દીર્ઘજીવન માટે સાયણ ક્રિયા કરે છે, જે બીજા જીવોને દુ:ખ આપનારી છે તથા ખેતર, ઘર આદિને આ મારા છે તેમ માનીને તેના પર વધુ પ્રેમ રાખે છે.
વળી થોડા કે વધુ રંગેલા વસ્ત્રો તથા રત્નો, કુંડલ, સોના સહિત સ્ત્રીને મેળવીને તે ફોગ-ઘર આદિ સર્વેમાં ગૃદ્ધ થયેલા તે મૂઢપુરુષો દુઃખ આવતા ગભરાય