________________
૧/૨/૨/૩૬
૧૫૩
વિવેકરહિત બનીને ભોગોની ઇચ્છા કરે છે અને ઉદ્દેશા-૧માં “અપશસ્ત મૂલગુણ સ્થાનમાં બતાવ્યું, તે અહીં જાણતું.
[ઉત્તમ સાધુ વિચારે કે- લોભી રાત-દિન દુ:ખ પામતો, અકાળે ઉઠતો, ભોગ વાંછુક, લોભી, લુંટારો, વિચાર વગનો, વ્યાકુળ બની, પૃથ્વી વગેરે જીવોનો ઉપઘાત કરી વારંવાર આરંભમાં વર્તે છે. વળી તે શરીર શક્તિ વધારવા વિવિધ ઉપાયો વડે આલોક-પરલોકના સુખની નાશક ક્રિયા કરે છે. તે માટે - માંસથી માંસ પોષાય એમ કરી પંચેન્દ્રિય જીવોને હણે છે. ચોરી આદિ કરે છે. એ જ પ્રમાણે સગા અને મિત્રોને પુષ્ટ કરે છે જેથી તે આપત્તિમાં હોય તો તેઓ કામ લાગે. પ્રત્યબળ વધારવા ઘેટાને હણે છે. દેવબળ માટે નૈવેધ કરે છે. રાજબળ માટે રાજાને સેવે છે. ચોર ગામે વસતિ કે ચોર ભાગ માટે ચોરને પોષે છે. અતિયિબળ વધારવા તેને ચાહે છે. જો કે અતિથિ નિસ્પૃહ કહેવાય છે. કહ્યું છે
જે મહાત્માએ તિથિપત્સવો તજ્યા છે, તે અતિથિ કહેવાય. બાકીના બધાં અભ્યાગત જાણવા. તેને માટે પણ પ્રાણીને દંડ ન આપવો. એ પ્રમાણે કૃપણ શ્રમણ આદિ માટે પણ જાણવું. આ રીતે પૂર્વોક્ત વિવિધ પિંડદાનાદિ કાર્યો વડે જીવોને દુ:ખ આપે છે. તેને અલાલાભને બદલે મહાદુ:ખ જાણીને મારે તે પાપ ન કરવું જોઈએ. છતાં અજ્ઞાન કે ભયથી તેવા પાપો કરે છે.
આ પ્રમાણે આ ભવને આશ્રીને દંડસમાદાનના કારણો કહ્યા. હવે ભાવિને માટે પરમાર્થ ન જાણતો કેવા દંડ સમાદાન કરે તે બતાવે છે - પાપના મોક્ષ માટે દંડસમાદાનમાં પ્રવર્તતો તે છકાય જીવના ઘાતક શસ્ત્ર એવા અગ્નિમાં પીપળા આદિના લાકડાને હોમે છે. વિવિધ ઉપાયોથી પ્રાણિઘાત કરતા પાપ નાશ થાય તેમ માને છે. વળી પિતા આદિના શ્રાદ્ધને માટે ઘેટા વગેરેનું માંસ રાંધીને બ્રાહ્મણો જમાડી વધેલું પોતે ખાય છે. આ પ્રમાણે અજ્ઞાનથી હણાયેલ બુદ્ધિવાળો તે વિવિધ ઉપાયો વડે પાપથી છુટવાના બહાને દંડ ઉપાદાન રૂપ પ્રાણીઓને દુ:ખ આપનારી તે-તે ક્રિયાઓ કરે છે અને અનેક શત કરોડ ભવે ન છુટાય તેવા ઘોર પાપ કરી નવા પાપ બાંધે છે અથવા પ્રાપ્ત વસ્તુ પ્રાપ્ત કરવાની ઇચ્છાથી દંડ સમાદાન-પ્રાણિ હિંસા કરે છે. તે આ પ્રમાણે
આ મને પરલોકમાં કે આલોકમાં પછીચી કંઈક ઉચ્ચ પદ અપાવશે એવી ઇચ્છાથી પાપકાર્યમાં પ્રવર્તે છે. અથવા ધનની આશાથી રાજાને સેવે છે. કહ્યું છે કે, રાજાને ખુશ કરી પછી ધન મેળવશું જેથી સતત સુખ ભોગવીએ. આવી આશાથી ધનમાં મોહિત માનસથી આખી જીંદગીનો કાળ વીતી જાય છે. ધનના અર્થીઓ ‘સૌનું પડે અને મન ડે” એ આશાએ ક્રીડા કરે છે.
આ પ્રમાણે જાણીને [ઉત્તમ સાધુએ શું કરવું તે કહે છે– • સૂત્ર-૩૩ -
આ જાણીને મેઘાવી પણ સ્વયં હિંસા કરે નહીં બીજ પાસે હિંસા કરાવે નહીં, હિંસા કરતા બીજાને અનુમોદે નહીં. આ માર્ગ આયપુરષોએ બતાવ્યો છે,
૧૫૪
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તેથી કુશળ પુરષો દંડ સમારંભ-હિંફ્રામાં લેપાય નહીં તેમ હું કહું છું.
• વિવેચન :
અધ્યયન-૧ “શસ્ત્રપરિજ્ઞામાં સ્વકાર-પકાયાદિ ભેદથી શસ્ત્ર કહ્યા છે. આ અથવા વિષય, કષાય, માતા, પિતાદિ અપશતગુણ મૂલસ્થાન કહ્યા છે તથા કાળઅકાળ સમસ્થાન ક્ષણ પરિજ્ઞાન શ્રોમાદિ વિજ્ઞાન જાણીને, તેમજ આત્મબળ આદિને. અર્થે પાપનો બંધ જ્ઞ પરિજ્ઞા વડે જાણીને મેધાવી-મયાંદાવર્તી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કરે. હેય-ઉપાદેય જાણીને શું કરે તે કહે છે—
પોતે જાતે શરીર શક્તિ વધારવાનાં કે બીજા કૃત્યો ઉપસ્થિત થાય તો જીવોને દુ:ખ ન આપે. બીજા પાસે પણ હિંસા, જૂઠ આદિ પાપ કૃત્યો ન કરાવે, હિંસા કરતા અન્યને પણ મન, વચન, કાયાથી અનુમોદે નહીં.
આવો ઉપદેશ તીર્થકરો એ આપ્યો છે, તેમ સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે તે દશવિ છે. જ્ઞાનાદિયુક્ત ભાવમાર્ગ જાણી જેનાથી કોઈપણ દંડ કે પાપ લાગે તેને ત્રણ યોગ અને ત્રણ કરણથી ત્યાગ કરે. સર્વે હેય [પાપ] ધર્મો છોડે તે આર્ય. તેઓ સંસાર સમુદ્રથી કિનારે પહોંચેલા અને ઘાતકર્મોને સર્વથા ક્ષીણ કરનારા, સંસારમાં રહેલા સર્વે ભાવોને જાણનારા તીર્થકરોએ દેવ-મનુષ્યની પર્મદામાં બધાં સમજે તેવી અને સર્વેના સંશયોને છેદનારી વાણી વડે આ માર્ગ કહ્યો છે.
આ માગને જાણીને ઉત્તમ પુરુષ ઉક્ત હિંસા કાર્યોને છોડી દેવા જોઈએ. તવના જાણકારે પોતાનો આત્મા પાપમાં ન લેવાય તેમ કરવું -x • તેમ હું કહું છું.
અધ્યયન-૨ “લોકવિજય”ના ઉદ્દેશક-૨ “દેઢતા'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
- X - X - X -
X - X - X -