________________
૧///૪
૧૫૧
૧૫૨
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
જે કર્તવ્ય-અકર્તવ્ય વિવેકથી રહિત છે તેઓ મિથ્યાત્વ કે અજ્ઞાનથી ઘેરાયેલા છે. કહ્યું છે કે, ખરેખર ! ક્રોધાદિ સર્વ પાપોથી પણ અજ્ઞાન મોટું કષ્ટ છે. તેનાથી ઘેરાયેલો પોતાના હિત-અહિતને જાણતો નથી. એ રીતે ચારિત્ર પામ્યા છતાં કમના ઉદયથી પરિષહતા ઉદયે અંગીકૃત સાત્રિનો ત્યાગ કરવા ઇચ્છે છે. બીજા સંયમીઓ પોતાની રૂચી પ્રમાણે વૃત્તિ કરીને વિવિધ ઉપાયો વડે લોકો પાસેથી ધન ગ્રહણ કરવા છતાં કહે છે કે અમે સંસારથી ખેદ પામ્યા છીએ. મોક્ષના ઇચ્છુક છીએ તો પણ આરંભ અને વિષયમાં વર્તે છે
પરિગ્રહ એટલે મન, વચન, કાયાના કર્મ વડે ઘેરાયેલા. તે પરિગ્રહ જેમનામાં નથી તે અપરિગ્રહી અમે થઈશ. એવું શાક્યાદિ મતવાળા માને છે અથવા સ્વમતવાળા પણ સાધુવેશ પહેરી પ્રાપ્ત ભોગોને ભોગવે છે. અહીં પરિગ્રહ ત્યાગની સાથે બીજા મહાવતો પણ ગ્રહણ કરવા. * X - આ રીતે ઠગની માફક જુદું બોલતા પણ જુદુ કરતા એવા કામને અર્થે જ તે-તે પ્રવજ્યા વિશેષને ધારણ કરે છે કહ્યું છે કે
પોતાની ઇચ્છા મુજબ શાસ્ત્રી પ્રવજ્યા વેશધારી ક્ષદ્રો વિવિધ ઉપાયોથી લોકને લુંટે છે. આ વેશધારી સાધુઓ મેળવેલા ભોગ ભોગવે છે અને તેના લાભને માટે તેના ઉપાયોમાં પ્રવર્તે છે. તે કહે છે - આજ્ઞા વિરુદ્ધ સ્વબુદ્ધિએ મુનિવેશને લજાવનારા કામભોગના ઉપાયમાં વારંવાર આરંભમાં પ્રવર્તે છે. કાદવમાં ખુંચેલા હાથીની માફક પોતાને તેમાંથી બહાર કાઢી શકતા નથી. જેમ મહાનદીના પૂર મળે ડૂબેલો આ પાર કે પેલે પાર જવા સમર્થ નથી તેમ ઘર, સ્ત્રી... આદિ છોડી આકિંચન્ય ધારણ કરેલો, ગૃહવાસ ત્યાગી - x • x • ફરી સંસારમાં જવા ઇચ્છે ત્યારે સંયમ કે ગૃહવાસ એકે પામતો નથી. મુક્તોલી માફક ઉભયથી ભ્રષ્ટ થાય છે. કહ્યું છે કે, જેણે ઇન્દ્રિયો ગોપવી નથી, ઇચ્છાનુસાર વિષયસુખ પામ્યો નથી તેણે દુર્લભ મનુષ્યત્વ પામીને પણ કંઈ ભોગવ્યું નહીં કે કંઈ ચુક્યુ નહીં. હવે અપશસ્ત રતિથી નિવૃત, પ્રશસ્ત તિવાળાને બતાવે છે–
• સૂત્ર-૭૫ - જે મનુષ્ય “પારગામી’ છે તે જ ખરેખર “વિમુકત' છે. અલોભથી લોભને પરાજિત કરનારો કામભોગ પ્રાપ્ત થાય તો પણ ન વે. • વિવેચન :
વિવિધ એટલે અનેક પ્રકાર. દ્રવ્યથી ધન, સ્વજનના પ્રેમથી મુકાયેલા અને ભાવથી - વિષયકષાયથી પ્રત્યેક સમયે મૂકાતા - x - આવા વિમુક્ત પુરુષો સર્વ પ્રાણીને સમાનભાવે ગણી નિર્મમવ બની પારગામી બને છે.
‘પાર' એટલે મોક્ષ. સંસાર સમુદ્રતટે જવાની વૃત્તિના કારણો જ્ઞાન, દર્શન ચારિત્ર પણ ‘પાર' કહેવાય છે. જેમ સારો વરસાદ ચોખાનો વરસાદ કહેવાય છે તેમ જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિને પાર જવાનો જેમનો આચાર છે તેઓ પૂર્વસંબંધથી મુક્ત થાય છે તેઓ કેવી રીતે સંપૂર્ણ પાણામી થાય ? તે કહે છે–
જો કે આ લોકમાં લોભ બધાને તજવો દુર્લભ છે. જેમ ાપક શ્રેણિમાં શેષ,
કષાયો દૂર થયા પછી ઓછો થતા થતા જરા પણ લોભ રહે છે. આવા લોભને અલોભ વડે નિંદતો - પરિહરતો ઇચ્છિત કામભોગ પ્રાપ્ત થાય તો પણ તેને સેવે નહીં. જે પોતાના શરીરમાં પણ મમત્વરહિત છે, તે કામરાગમાં લુબ્ધ ન થાય. અહીં બ્રાદd આમંત્રિત ચિકમુનિનું દૃષ્ટાંત જાણવું.
પ્રધાન મંત્ય લોભના ત્યાગથી બીજું પણ ત્યાગેલું જાણવું. તે આ પ્રમાણે - ક્ષમાથી ક્રોધને, માર્દવતાથી માનને, આર્જવતાથી માયાને નિંદીને ત્યાગે છે. સૂત્રમાં ‘લોભ'નું ગ્રહણ સર્વ કષાયોમાં તેની મુખ્યતા બતાવે છે તે લોભમાં પ્રવૃત્ત સાધ્યઅસાધ્યના વિવેકથી શૂન્ય અને કાર્ય-અકાર્યના વિચારથી રહિત થઈ ધનમાં જ દૃષ્ટિ રાખનારો પાપના મળમાં રહી સર્વ ક્રિયાઓ કરે છે. કહ્યું છે
ધનલોભી પહાડ ચડે, સમુદ્ર તરે, પહાડની ઝાડીમાં ભમે, બંધુને પણ મારે. તે ઘણું ભટકે, ઘણો ભાર વહે, ભૂખ સહે, પાપ આયરે, કુળ-શીલ-નતિ-વિશ્વાસવૃતિને લોભથી પીડાયેલો ત્યજે છે.” તેથી કોઈ નિમિત્ત પ્રાપ્ત થતા લાલચ થાય તો પણ લોભનો ત્યાગ કરવો. બીજા લોભ વિના પણ દીક્ષા લે તે કહે છે
• સૂત્ર-૩૬ :
જે લોભથી નિવૃત્ત થઈ પdજ્યા લે છે, તે કમરહિત થઈ બધું જાણે છે, જુએ છે. જે “પ્રતિલેખના” કરી, આકાંક્ષા કરતા નથી, તે અણગર કહેવાય છે.
લોભી રાતદિન દુઃખ પામતો, કાળ-કાળમાં [ધન માટે ઉધમ કરતો સંજોગાથ, અલિોભી, લુંટારો, સહસાકાર્ય કરનાર, વ્યાકુળ ચિત્ત થઈ પુનઃ પુનઃ શસ્ત્ર પ્રયોગ કરે છે.
તે આત્મબળ, જ્ઞાતિબળ, મિત્રબળ, પ્રેત્યબળ, દેવબળ, સજાળ, ચોરબળ, અતિથિબળ, કૃપાબળ, શ્રમણબળના સંગ્રહ માટે વિવિધ કાર્યો દ્વારા અપેક્ષાથી, ભયથી, પાપમુક્તિની ભાવનાથી કે લાલસાથી દંડ પ્રયોગ કરે છે.
• વિવેચન :
મૂર્ણિમાં સુગમાં #fથ પુખ વિI fઉં નો મેળ #િgNTJ TRE TTT એવો વિરોધ પાઠ છે.] ભરત ચકી આદિ કોઈ લોભના કારણ વિના પણ દીક્ષા લઈને અથવા સંજ્વલન લોભને મૂળથી દૂર કરીને ઘાતકર્મ ચતુષ્ટયને દૂર કરીને આવણરહિત જ્ઞાન પામી વિશેષથી જાણે છે, સામાન્યથી જુએ છે. કહ્યું છે કે, આવો લોભ છે, તેનો ક્ષય થતાં મોહનીસકર્મ ક્ષય પામતાં અવશ્ય ઘાતકર્મ ક્ષય થાય છે. તેથી નિર્મળ જ્ઞાન પ્રગટે છે. તેથી ભવોપગ્રાહી કર્મ પણ દૂર થાય છે. આ રીતે લોભ દૂર થતા ‘અકમ'' થાય તેમ કહ્યું.
આ રીતે લોભ વ્યાણ દુર્લભ છે. તેના ત્યાગથી અવશ્ય કર્મક્ષય થાય છે. તેથી પ્રત્યુપેક્ષણ અર્થાત્ ગુણ-દોષના વિચારથી અથવા લોભનો વિપાક વિચારી તેના અભાવમાં ગુણને ચાહીને લોભનો ત્યાગ કરે. જે અજ્ઞાનથી મનમાં મુંઝાયેલ છે તે
પ્રશસ્ત મૂળગુણ સ્થાનમાં રહી વિષય-કષાયાદિથી દુ:ખ પામે છે. એ બધું સારા સાધુ યાદ કરે કે- x x લોભ ગૃદ્ધ સકમાં કંઈ જાણતો કે જોતો નથી. ન જોવાથી