________________
૧/૨/૧/ભૂમિકા
વૈક્રિયપકની પલ્યોપમનો અસંખ્યય ભાગ ન્યૂન ૨,ooo સાગરોપમના બે સપ્તમાંશ ભાગ છે અંતર્મુહૂર્ત અબાધા છે. આહારક શરીર - અંગોપાંગ. તીર્થકર નામની સાગરોપમ કોડાકોડી સ્થિતિ છે. ભિન્ન અંતર્મુહર્ત અબાધાકાળ છે.
ઉત્કૃષ્ટ સાથે જઘન્યનો ભેદ જણાવતા કહે છે- જઘન્ય ઉત્કૃષ્ટથી સંખ્યય ગુણહીન છે યશકીર્તિ, ઉંચગોત્ર બંનેની સ્થિતિ આઠ મુહૂર્ત અને અંતર્મુહૂર્ત અબાધા છે. દેવ-નાસ્ટીનું આયુ ૧૦,૦૦૦ વર્ષ છે. અંતર્મુહર્ત અબાધા છે. તિર્યચ, મનુષ્યના આયુની સ્થિતિ ક્ષુલ્લક ભવ અને અંતર્મુહૂર્ત અબાધા છે. બંધન, સંઘાતનો ઉત્કૃષ્ટ જઘન્ય ભેદ ઔદારિક મધ્યે જાણવો.
ધે અનુભાવ બંધ કહે છે-શુભ-અશુભ કર્મચી ઉત્પન્ન પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશરૂપ કર્મનું જે તીવ-મંદ વેદન તે અનુભાવ [સં] જાણવો. આ સ એક, બે, ત્રણ, ચાર સ્થાન ભેદ વડે જાણવો. તેમાં અશુભ પ્રકૃત્તિનું અતિ કડવા રસ જેવું જાણવું. તેનો અડધો, ત્રીજો ભાગ, ચોથો ભાગ કડવાપણું - એ પ્રમાણે તીવ અનુભાવ અનુકમે જાણવો. મંદ સનો અનુભાવ તે જાઈ ફૂલના રસમાં એક, બે, ત્રણ, ચારગણું પાણી વધુ નાખવાથી થતો ભેદ જાણવો.
શુભ પ્રકૃતિનો રસ દૂધ, શેરડરસના દટાંતે જાણવો. અહીં પણ અશુભ પ્રકૃતિ માફક ભેદો સમજી લેવા. બંનેમાં એક-એક બિંદુ પાણી નાંખવાના દેહાંતે અનંત ભેદો જાણવા. અહીં આયુષ્યમાં ચાર પ્રકૃતિ ભવ વિપાકીનિ અને ચાર પ્રકૃતિ ક્ષેત્ર વિપાકીનિ છે.
શરીર, સંસ્થાન, અંગોપાંગ, સંઘાત, સંહતન, વર્ણ, ગંધ, સ, સ્પર્શ, ગુલઘુ, ઉપપાત, પરાઘાત, ઉધોત, તપ, નિર્માણ, પ્રત્યેક, સાધારણ, સ્થિર, અસ્થિર, શુભ તથા અશુભ રૂપવાળી છે. તે બધી પુદ્ગલ વિપાકીનિ છે. બાકીની જ્ઞાનાવરણાદિ જીવ વિપાકીનિ છે.
હવે પ્રદેશ બંધ કહે છે- તે એક પ્રકાર વગેરે બંધકની અપેક્ષાએ થાય છે. જો એક પ્રકારનું કર્મ બાંધે તો પ્રયોગ કર્મ વડે એક સમયમાં ગ્રહણ કરેલ પુદ્ગલો સાતવેદનીયના ભાવ વડે પરિણમે છે. જો છ પ્રકારનું કર્મ બાંધે તો આયુ અને મોહનીય કર્મ છોડીને બાકીના બાંધે. જો સાત પ્રકારે કર્મ બાંધે તો આયુકર્મ સિવાયના સાત કર્મો બાંધે. આઠ પ્રકારના કર્મ બાંધનાર આઠે બાંધે. તેમાં પ્રથમ સમયે ગ્રહણ કરેલ પુદ્ગલો સમુદાન વડે, બીજા વગેરે સમયમાં અા બહુપદેશપણે આ ક્રમે સ્થાપે. તેમાં આયુષ્યના પુદ્ગલો થોડાં, તેથી વિશેષાધિક નામ અને ગોત્રના પણ પરસ્પર તુલ્ય કર્મ બાંધે. તેથી વિશેષાધિક જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયના બાંધે તેથી વિશેષાધિક મોહનીય કર્મના બાંધે. તેથી અધિક વેદનીય બાંધે.
(અહીં વૃત્તિમાં “પંચમી વિભક્તિ"ને બદલે પછી કે સપ્તમી કેમ નહીં? તેવા પ્રકારો પ્રશ્ન અને તેનું સમાધાન છે. જે અહીં બોલ નથી.)
બ્ધ ઇયપિથિક કહે છે – '૬' ધાતુનો અર્થ ગતિ અને પ્રેરણા છે. તેને ભાવમાં ય પ્રત્યય લાગી આલિંગે ‘' શબ્દ બન્યો. તેનો પણ તે ‘ઈપિથ” તેને
૧૩૪
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ આશ્રીને ઇયપિથિક બન્યું. આ ઇયપિથ ઉભા રહેનારને પણ થાય. તે ઉપશાંત ક્ષીણ મોહ અને સયોગી કેવળીને હોય છે. કેમકે સયોગી કેવળી પણ નિશ્ચયથી સૂક્ષ્મ ગમના સંચારવાળા હોય છે. કહ્યું છે કે
હે ભગવન્જે સમયે કેવલી જે આકાશપદેશમાં હાથ કે પગ મૂકે, તે જ પ્રદેશથી તે રીતે પાછો લઈ લેવા સમર્થ છે ?
આ અર્થ સમર્થ નથી. કેમકે કેવલીના શરીરના ભાગો ચલાયમાન હોય છે. ત્યાંથી પાછો લેતા સહેજ પણ ચલાયમાન થઈ જતાં થોડો (પ્રદેશ) ફેર થઈ જાય. આ રીતે સૂક્ષ્મતર શરીર સંસારરૂપ યોગથી જે કર્મ બંધાય તે ઇચપથિક કે ઇર્યા હેતુક કહેવાય. તે બે સમયનું છે. પહેલા સમયે બાંધે, બીજા સમયે વેદે. તે કર્મની, અપેક્ષાએ બીજા સમયે અકર્મતા થાય છે. કઈ રીતે ?.
પ્રકૃતિથી તે સાતાવેદનીય કર્મ છે. કપાયરહિત છે. સ્થિતિનો અભાવ છે. બંધાતા જ ખરી પડે છે. અનુભાવની અનુત્તરે ઉત્પન્ન દેવ અતિ સુખ ભોગવે છે. પ્રદેશથી તે ચૂળ, રૂક્ષ, શુકલાદિ બહુ પ્રદેશવાળા છે. કહ્યું છે
સ્થિતિથી અલા, પરિણામથી બાદર, અનુભાવથી મૃદુ, પ્રદેશથી બહુ, સ્પર્શ થકી રુક્ષ, વર્ણથી શુકલ, લેપથી મંદ છે. કરકરી મૂકી મુઠી ભરીને પોલીસ કરેલ ભીંત પર નાંખતા અ૫ મણ લેપ થાય, તે એક સમયમાં બધું જ દૂર થાય છે. સાતા વેદનીયના બહુપણાથી અનુરોપપાતિકના સુખનું અતિશયપણું છે.
હવે આધાકર્મ કહે છે– જે નિમિત્તને આશ્રીને પૂર્વોક્ત આઠ પ્રકારના કર્મી બંધાય તે આધાકર્મ છે. તે શબ્દ, સ્પર્શ, સ, રૂપ, ગંધાત્મક છે. જેમ શબ્દાદિ કામગુણ વિષયમાં આસક્ત, સુખની ઇચ્છાથી મોહ વડે હણાયેલ ચેતનાવાળો, પરમાર્થથી સુખ નથી તેમાં સુખ માનીને ભોગવે છે. કહ્યું છે–
દુ:ખરૂપ વિષયોમાં સુખનું માન કરીને સુખરૂપ નિયમાદિમાં જેની દુ:ખરૂપ બુદ્ધિ છે. તે કોતરેલા અક્ષર પદ શ્રેણિ માફક અન્યરૂપે છતાં તે રૂપવાળી વિપરીત ગતિના પ્રયોગથી તેને ખરાપણે માને છે - આ રીતે કર્મ નિમિત્તભૂત અમનોજ્ઞ શબ્દાદિ જ આધાકર્મ છે.
- હવે તપોકર્મ કહે છે - આઠ પ્રકારના કર્મની બદ્ધ, પૃષ્ટ, નિધત, નિકાચીત અવસ્થા છતાં નિર્જરાના હેતુભૂત બાર ભેદે તપોકર્મ છે.
હવે કૃતિકર્મ કહે છે - તે જ આઠ પ્રકારના કર્મોને દૂર કરનાર અહેd, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય સંબંધી નમસ્કાર રૂપ તે કૃતિકર્મ.
હવે ભાવકર્મ કહે છે - અબાધાને ઉલ્લંઘીને પોતાના ઉદયથી કે ઉદયકરણ વડે ઉદીર્ણ પગલો પ્રદેશ તથા વિપાક વડે ભવ, ક્ષેત્ર, પુદ્ગલ, જીવોમાં અનુભાવ કરાવે, તે ભાવકર્મ શબ્દ નામે ઓળખાય છે. આ રીતે નામાદિ દશભેદે કર્મનો નિક્ષેપ કર્યો. સમુદાનકર્મથી ગૃહિત અધિકાર કહે છે -
[નિ.૧૮૪-ઉત્તરાધ] આઠ પ્રકારના કર્મથી અહીં અધિકાર છે - * * હવે સૂવાનુગમમાં મૂળ સૂત્રને જણાવે છે–