________________
૧/૨/૧/ભૂમિકા
૧૨૯ છે વિશેષ એ છે કે - ઔદારિક જઘન્ય વર્ગણાનો અનંતમો ભાગ છે, તેના અનંતા પરમાણપણાથી એક એક પ્રદેશના ઉપચયથી થયેલી ઔદારિક યોગ્ય વર્ગણાનો જઘન્યોત્કૃષ્ટ મધ્યવર્તીનું અનંતપણું છે. તેમાં ઔદાકિ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણામાં એક રૂપ ઉમેરવાથી અયોગ્ય વર્ગણા જઘન્ય થાય છે. એ પ્રમાણે એક એક પ્રદેશ વધતાં ઉત્કૃષ્ટ અનંતવાળી અનંતી થાય છે.
જઘન્ય - ઉત્કૃષ્ટ વર્ગણામાં શું વિશેષ છે ? જઘન્યથી અસંખ્યયણણી ઉત્કૃષ્ટા છે અને તે બહુ પ્રદેશત્વથી અને અતિ સૂક્ષમ પરિણામવથી દારિકની અનંત વર્ગણા અગ્રહણ યોગ્ય છે. અા પ્રદેશવ અને બાદર પરિણામવથી વૈક્રિયશરીર માટે પણ અયોગ્ય છે. આ પ્રમાણે જેમ જેમ પ્રદેશની વૃદ્ધિ થાય તેમ તેમ વિશ્રા પરિણામ વશ વર્મણાઓનું અતિ સૂક્ષ્મપણું જાણવું. તે જ ઉત્કૃષ્ટ ઉપર એકરૂપ પ્રોપથી યોગ્ય-અયોગ્ય આદિ વૈકિય શરીર વર્ગણાતું જઘન્યોત્કૃષ્ટ વિશેષ લક્ષણ જાણવું તથા વૈક્રિય-આહારક એ બંને મધ્ય રહેલ અયોગ્ય વર્ગણાઓનું જઘન્યઉત્કૃષ્ટ વિશેષ અસંખ્યયગુણપણું છે. વળી અયોગ્ય વર્ગણા ઉપર એકના પ્રોપથી જઘન્ય આહાક શરીર યોગ્ય વર્ગણા થાય છે. તે પ્રદેશવૃદ્ધિથી વઘતાં ઉત્કૃષ્ટ અનંત સુધી થાય છે.
[ઘાણી ઉત્કૃષ્ટનું અંતર, ઇત્યાદિ કેટલીક વિગતો વૃત્તિમાં છે. જેની નોધ ચૂર્ણિકારે લીધી નથી. વૃત્તિમાં પણ વૃત્તિકારશ્રીએ છેલ્લે તો એ જ સૂચના આપી છે કે, “વર્મા સંક્ષેપથી કહી-વિરોષથી જાણવા‘કર્મપ્રકૃત્તિ' ગ્રંથ જોવો
વMણા વિષયક સામાન્ય નોંધ કરી, હવે “પ્રયોગકર્મ' કહે છે
પ્રયોગ એટલે- વીયતિરાયના ક્ષયોપશમથી પ્રગટ થયેલ વીર્ય આત્માથી પ્રક કરીને યોજાય છે. તે મન, વચન, કાયાના લક્ષણથી પંદર ભેદે છે–
મનોયોગ સત્ય, અસત્ય, મિશ્ર, અસત્યાસત્ય એમ ચાર ભેદે છે. વચનયોગ પણ આ ચાર ભેદે છે. કાય યોગ સાત પ્રકારે છે ઔદારિક, દારિક મિશ્ર, વૈક્રિય, વૈકિયમિશ્ર, આહારક, આહારકમિશ્ર અને કાર્પણકામયોગ.
તેમાં મનોયોગ મનઃપયતિથી પર્યાપ્ત મનુષ્યાદિને છે. વયનયોગ બેઇન્દ્રિયાદિ જીવોને છે. ઔદારિકયોગ તિર્યંચ તથા મનુષ્યને શરીર પયતિ પછીચી છે તે પૂર્વે મિશ્ર જાણવો અથવા તે કેવલીને સમુદ્યાત અવસ્થામાં બીજા, છઠ્ઠા, સાતમાં સમયે હોય છે. વૈકિય કાયયોગ દેવ, નાટક, બાદર વાયુકાયને છે અથવા વૈક્રિય લબ્ધિધરને છે. તેનો મિશ્ર યોગ દેવ-નાકને ઉત્પત્તિ સમયે છે અથવા નવું વૈક્રિય શરીર બનાવનારને હોય છે. આહાકયોગ ચૌદપૂર્વ સાધુને આહારકશરીરમાં સ્થિત હોય ત્યારે છે નિર્વતન કાળે મિશ્ર યોગ છે.
કામણયોગ વિગ્રહગતિમાં કે કેવલી સમુઠ્ઠાતમાં ત્રીજા, ચોથા, પાંચમાં સમયે છે. આ પ્રમાણે પંદર પ્રકારના યોગ વડે આત્મા આઠ પ્રદેશોને છોડીને સર્વ આત્મપદેશો વડે આત્મપદેશથી વ્યાપ્ત આકાશ ભાગમાં રહેલ કામણ શરીર યોગ્ય જે કમંદલિકને બાંધે છે, તેને પ્રયોગકર્મ કહે છે. કહ્યું છે કે, “જ્યાં સુધી આ જીવ હાલે છે, ચાલે [1/9]
૧૩૦
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ છે, ફરકે છે, ત્યાં સુધી આઠ કે સાત કે છે કે એક પ્રકારના કર્મનો બંધક હોય છે. પણ તે અબંધક હોતો જ નથી.
સમદાન કર્મ - પ્રયોગ કર્મ વડે એક રૂપપણે ગ્રહણ કરેલી કર્મ વર્ગણાઓની સમ્યગુ મૂળ-ઉત્તર એવી, જે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશ બંઘભેદ વડે મર્યાદાપૂર્વક દેશ-સર્વ ઉપઘાતી રૂપ વડે તેમજ સૃષ્ટ, નિધd, નિકાચિત એવી ત્રણ અવસ્થા વડે જે સ્વીકાર કરવો તે જ સમુદાન. તે કર્મ સમુદાનકર્મ.
તેમાં મૂળ પ્રકૃતિનો બંધ જ્ઞાનાવરણીય આદિ છે. ઉત્તર પ્રવૃત્તિ બંધ
જ્ઞાનાવરણીય પાંચ પ્રકારે - મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ, કેવલનું આવરણ. તેમાં કેવલજ્ઞાનનું આવરણ સર્વઘાતી છે. બાકીના દેશ-સર્વઘાતી છે.
દર્શનાવરણીય કર્મ નવ પ્રકારે પાંચ પ્રકારની નિદ્રા, ચાર પ્રકારે દર્શન. તેમાં નિદ્રાપંચક પ્રાપ્ત દર્શન લબ્ધિ અને ઉપયોગને ઉપઘાતકારી છે અને દર્શન ચતુષ્ટય તે દર્શનલબ્ધિની પ્રાપ્તિને આવરે છે. અહીં પણ કેવલ દર્શનાવરણ સર્વઘાતિ છે અને બાકીના દેશઘાતિ છે.
વેદનીય કર્મ સાત-સાતા એવા બે ભેદે છે. .
મોહનીય કર્મ દર્શન - યાત્રિ બે ભેદે છે. તેમાં દર્શન મોહનીય મિથ્યાત્વ આદિ ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં બંધ એક પ્રકારે છે. ચારિત્ર મોહનીય સોળ કપાય અને નવ નોકષાય એમ પચ્ચીશ પ્રકારે છે. અહીં પણ મિથ્યાત્વ અને સંજવલનકષાય છોડીને બાર કષાયો સર્વઘાતી છે, બાકીના દેશઘાતી છે.
આયુષ્યકર્મ નાક આદિ ચાર ભેદથી છે.
નામકર્મ ગતિ આદિ ૪૨-ભેદે છે. ઉત્તર પ્રકૃતિ ભેદથી તેના 3-ભેદ છે. તેમાં ગતિ-નારકાદિ ચાર છે, જાતિ એકેન્દ્રિયાદિ પાંચ છે, શરીર ઔદારિકાદિ પાંચ છે. ઔદાકિ, વૈક્રિય, આહારક એમ ત્રણ ભેદે અંગોપાંગ છે, નિર્માણ નામ એક ભેદે છે. બંધન નામ દારિકાદિ કર્મ વર્ગણાનું એકપણું કરનાર પાંચ પ્રકારે છે. સંઘાત નામ પાંચ પ્રકારે છે. - તે ઔદારિકાદિ કર્મવર્ગણાની રચના વિશેષ કરી સ્થાપે છે. સંસ્થાનનામ સમચતુરસાદિ છ પ્રકારે છે. સંહનતનામ વજઋષભનારાયાદિ છે ભેદે છે. સ્પર્શના આઠ, રસના પાંચ, ગંધના બે, વર્ણના પાંચ ભેદ છે.
વિહાયોગતિ પ્રશસ્ત-અપ્રશસ્ત બે ભેદે છે. અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, આતપ, ઉધોત, ઉચ્છવાસ, પ્રત્યક, સાધારણ, બસ, સ્થાવર, શુભ, શુભ, સુભગ, દુર્ભગ, સુવર, દુ:સ્વર, સૂમ, બાદર, પર્યાપ્તક, અપર્યાપ્તક, સ્થિર, અસ્થિર, આદેય, અનાદેય, યશકીર્તિ, યશકીર્તિ, તીર્થંકરનામ આ બધી પ્રકૃતિ એક જ પ્રકારની કહી છે.
ગોત્રકર્મ ઉંચ અને નીચ એમ બે ભેદે છે. અંતરાયકર્મ દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય એમ પાંચ ભેદે છે. આ પ્રમાણે પ્રકૃતિ બંધ કહ્યો. હવે તેના કારણો બતાવે છે૧. તેનું ગુપણું, અંતરાય, ઉપઘાત, પહેષ, નિહવપણું અને આશાતના