________________
૧/૧/૪/ભૂમિકા
5 અધ્યયન-૧ ઉદ્દેશો-૪ “અગ્નિકાય' 5 • ભૂમિકા :
ત્રીજો ઉદ્દેશો કહ્યા બાદ હવે ચોથો ઉદ્દેશો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે છે - બીજા ઉદ્દેશામાં મુનિપણાના સ્વીકાર માટે અકાયનું જીવત્વ કહ્યું, હવે તે જ હેતુથી ક્રમાનુસાર તેજકાય અર્થાત્ અગ્નિકાયનો ઉદ્દેશો કહે છે. તેના ઉપક્રમ વગેરે ચાર અનુયોગદ્વાર કહેવા. તેમાં નામનિક્ષેપે (તેજ) અગ્નિ ઉદ્દેશો એવું નામ છે. તેમાં ‘તેજ” શબ્દના નિક્ષેપા વગેરે દ્વારો કહેવા. તેમાં પૃથ્વીકાય માફક જ નિક્ષેપ આદિ દ્વાર છે, પણ જ્યાં જુદાપણું છે તે હવે નિયુક્તિ ગાથા વડે બતાવે છે–
I [નિ.૧૧૬] ‘અગ્નિ'ના દ્વારો “પૃથ્વી’માં બતાવ્યા મુજબ જ છે. માત્ર વિધાન, પરિમાણ, ઉપભોગ, શસ્ત્ર અને લક્ષણ દ્વારમાં ભિન્નતા છે, તે નિયુક્તિકાર કહે છે
[નિ.૧૧] અગ્નિકાયના જીવો સૂક્ષ્મ અને બાદર બે ભેદે છે. તેમાં સૂમ અગ્નિકાય સર્વલોકમાં છે અને બાદર અગ્નિકાયના પાંચ ભેદો બતાવે છે
[નિ.૧૧૮] બાદર અગ્નિકાયના પાંચ ભેદ છે – (૧) અંગાર-ધુમાડો તથા વાળા વિનાનું બળેવું લાકડું, (૨) અગ્નિ- ઇંધણમાં રહેલ, જલનક્રિયારૂપ, વીજળી, ઉલ્કા તથા અશનિના સંઘર્ષથી ઉત્પન્ન થનાર અને સૂર્યકાંતમણિના સંમૃતથી ઉત્પન્ન થયેલ, (3) અર્ચિ - ઇંધનની સાથે રહેલ જવાલારૂપ, (૪) જવાલા - અંગારાથી જુદા પડેલ ભડકા, (૫) મુક્ર - અપ્તિના કણ અને ઉડતી ભસ્મ.
આ બાદર અગ્નિ જીવ અઢી દ્વીપ અને બે સમુદ્ર પ્રમાણ મનુષ્ય ક્ષેત્રમાં વાઘાતના અભાવમાં પંદર કર્મભૂમિમાં અને ત્યાઘાતમાં ફક્ત પાંચ મહાવિદેહમાં હોય છે. તે સિવાય અન્યત્ર બાદર અગ્નિ ન હોય. ઉપાતની દૈષ્ટિએ બાદર અગ્નિકાય લોકના અસંખ્યય ભાગ પ્રમાણ ક્ષેત્રમાં જ ઉત્પન્ન થાય છે. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે
અઢીદ્વીપ બે સમુદ્ર પર્યન્ત પહોળા, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત લાંબા, ઉર્વ-અધોલોક પ્રમાણ કપાટવાળા ક્ષેત્રમાં બાદર અગ્નિમાં ઉત્પન્ન થનારા જીવ તથા તિછલિોક પ્રમાણ થાળીના આકારમાં રહેલ બાદર અગ્નિમાં ઉત્પન્ન થનારા જીવ જ બાદર અગ્નિકાય કહેવાય. અન્ય આચાર્ય કહે છે, “
તિલોકમાં રહેલ અગ્નિકાયમાં ઉત્પન્ન થનાર જીવને બાદર અગ્નિકાય કહે છે”- આ વ્યાખ્યામાં કપાટ એટલે ઉર્વ અને અધોલોકના મધ્યમાં...ઇત્યાદિ. વૃત્તિકાર પોતે લખે છે કે આ વ્યાખ્યાનો અભિપ્રાય અમે સમજી શકતા નથી. ‘પાટ' સ્થાપના આ પ્રમાણે છે - સમુઠ્ઠાત દ્વારા સર્વલોકવર્તી છે અને તે પૃથ્વીકાય આદિ જીવ મરણસમુઠ્ઠાત દ્વારા જ્યારે બાદર અગ્નિકાયમાં ઉત્પન્ન થઈ રહ્યા હોય ત્યારે તે બાદર અસ્તિકાય કહેવાય. આ રીતે તે સર્વલોકવ્યાપી છે.
જ્યાં પર્યાપ્તા બાદર અગ્નિકાય હોય છે ત્યાં જ અપયક્તિા બાદર અગ્નિકાય જીવ પણ તેની સાથે ઉત્પન્ન થાય છે. 1/6
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ આ પ્રમાણે સૂક્ષ્મ અને બાદર પયપ્તા અને અપર્યાપ્તા બળબે ભેદે છે અને તે વર્ણ, રસ, ગંધ, સ્પર્શના આદેશ વડે હજારો પ્રકારના ભેદે સંખ્યય યોનિ પ્રમુખ લાખ ભેદના પરિમાણવાળા છે. તેની સંસ્કૃત અને ઉષ્ણ યોનિ છે, તે સચિવ, અચિત અને મિશ્રભેદવાળી છે. અગ્નિકાયની કુલ સાત લાખ યોનિ છે.
હવે નિયુક્તિમાં રહેલ ‘a'શબ્દથી લક્ષણદ્વારા જણાવે છે.
[નિ.૧૧૯] જે પ્રમાણે સગિના આગીયાનું શરીર જીવના પ્રયોગવિશેષથી ઉત્પન્ન થયેલ શક્તિને કારણે ચમકે છે, એ જ પ્રમાણે અંગારા આદિ અનિકાય જીવોના શરીરમાં પણ પ્રકાશ-તેજ સ્વરૂપ શક્તિનું અનુમાન થઈ શકે છે. અથવા જે પ્રકારે તાવવાળા મનુષ્યના શરીરમાં ગરમી દેખાય છે તે પણ જીવની શક્તિ વિશેષ માની છે. આ જ પ્રમાણે અગ્નિકાયજીવોના શરીરમાં ઉષણતા હોય છે. કોઈ મૃત મનુષ્યના કલેવરમાં તાવ હોતો નથી. આ પ્રમાણે અન્વય વ્યતિરેક વડે અગ્નિનું સચિતપણું છે એમ શાસ્ત્ર વયની સ્પષ્ટ પ્રતીત થાય છે.
હવે અનુમાન-પ્રયોગથી અગ્નિકાયજીવોની સિદ્ધિ કરે છે - જેમ ‘સાસ્તા', ‘વિષાણ' આદિ ભેદાય છે તેમ અંગારા આદિ પણ ભેદાતા હોવાથી અગ્નિ જીવ શરીર છે, આગીયાના શરીર પરિણામ માફક શરીરમાં રહેલ પ્રકાશ પરિણામ અંગાર આદિ અગ્નિકાયમાં જીવવા પ્રયત્ન વિશેષથી પ્રગટ થાય છે. તાવની ગરમીની માફક અંગારા આદિની ગરમી જીવના પ્રયોગ વિશેષથી માનેલી છે. સૂર્ય આદિમાં રહેલ ઉષ્ણતાથી આ સિદ્ધાંત દોષ યુક્ત નથી. કેમકે બધાં જીવોના શરીરમાં આત્માના પ્રયોગ વિશેષથી ઉષ્ણતા પરિણામ ઉત્પન્ન થાય છે, તેથી આ સિદ્ધાંત સત્ય છે. પૂરપની માફક પોતાને યોગ્ય આહાર ગ્રહણ કરવાના કારણથી વૃદ્ધિ અને વિકારને પ્રાપ્ત અનિ સોતન જ છે. આવા લક્ષણોથી અગ્નિ જીવો નિશ્ચયથી માનવા.
લક્ષણ દ્વાર પૂર થયું, હવે પરિમાણ દ્વાર કહે છે
[નિ.૧૨૦] બાદર પર્યાપ્ત અગ્નિકાયના જીવોની સંખ્યા ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યય ભાગમાણમાં થનારા પ્રદેશોની સશિની સંખ્યા પ્રમાણ જ છે. પણ તે બાદર પતિ પૃથ્વીકાયજીવોથી અસંખ્યગુણહીન છે. બાકીની ત્રણ સશિઓની સંખ્યા પૃથ્વીકાય મુજબ સમજી લેવી. પણ બાદર અપર્યાપ્ત પૃથ્વીકાયથી બાદર અપયતિ અગ્નિકાયજીવ અસંખ્યય ગુણહીન છે. સૂક્ષ્મ અપર્યાપ્ત પૃથ્વીકાયથી સૂક્ષ્મ અપર્યાપ્ત અગ્નિકાય જીવ વિશેષ હીન છે. સમ પર્યાપ્ત પૃથવીકાયથી સૂમ પયતિ અખિકાય વિશેષહીન છે.
હવે ઉપભોગદ્વાર કહે છે–
[નિ.૧૨૧] (૧) દહન • મૃત શરીરાદિના અવયવો બાળવા. (૨) પ્રતાપન - ઠંડી દૂર કરવા અગ્નિ પાસે બેસી તાપવું. (3) પ્રકાશકરણ - દીવો વગેરે બાળી પ્રકાશ કQો. (૪) ભોજન કરણ - ચોખા વગેરે રાંધવા. (૫) સ્વેદ - તાવ, વિશુચિકા આદિ વેદના દૂર કરવા વગેરે અનેક કામોમાં અગ્નિનો ઉપભોગ થાય છે. આવા પ્રકારે ઉપસ્થિત પ્રયોજનોથી નિરંતર આરંભમાં રહેલા ગૃહસ્થો કે સુખાભિલાષી જીવો યતિપણાનો ડોળ કરીને અગ્નિકાયના જીવોને હણે છે - તે બતાવે છે–