________________
૧//૩/૮
૮૦
છે કે અમને પાણી પીવાનું કહો, ન્હાવાનું ન કહ્યું. શાક્ય, પરિવ્રાજક આદિ કહે છે . સ્નાન, પાન, અવગાહન આદિ બધામાં અમોને સચિત જળ કલો છે.
આ જ વાત તેઓ પોતાના નામથી કહે છે - અમારા સિદ્ધાંતમાં પાણી અમારા શરીરની વિભૂષા માટે બતાવેલ છે. વિભૂષા એટલે હાથ, પગ, મળદ્વાર, મુખ આદિ ધોવા તથા વસ્ત્ર, વાસણ આદિ ધોવા. આ પ્રમાણે સ્નાનાદિ અનુષ્ઠાન કરનારને કંઈપણ દોષ નથી. - આ પ્રમાણે વર્ણ વચન બોલનારા પરિવાજક આદિ પોતાના સિદ્ધાંતથી મુગ્ધ બુદ્ધિવાળાને મોહ પમાડી શું કરે છે ? તે સૂત્રમાં કહે છે–
• સૂત્ર-૨૯ - તેઓ વિવિધ પ્રકારના શસ્ત્રો વડે અકાયજીવોની હિંસા કરે છે. • વિવેચન :
સાધના આભાસને ધારણ કરનારા તેઓ ઉોચન આદિ વિવિધ પ્રકારના શો દ્વારા અકાયજીવોની હિંસા કરે છે અથવા વિવિધ પ્રકારના શો દ્વારા અકાયજીવોનું છેદન-ભેદન કરે છે, હવે શાક્યાદિના શાસ્ત્રોની અસારતા બતાવે છે–
• સૂઝ-30 - અહીં તેમના શાસ્ત્રોમાં પણ કોઈ નિશ્ચય થઈ શકતો નથી. • વિવેચન :
પ્રસ્તુત વિષયમાં તે કુમતવાદીના મત મુજબ સૂત્ર-૨૯ મુજબ તેઓ અકાય ઉપભોગમાં પ્રવૃત્ત થયા છે, તે વાત સ્યાદ્વાદયુક્તિ વડે ખંડન કરાયેલ છે. તેથી તેમની યુક્તિ કે તેમના શાસ્ત્રો અપકાયના ઉપભોગનો નિશ્ચય કરવા સમર્થ નથી.
શંકા - તેમના આગમો કઈ રીતે નિશ્ચય કરવાને સમર્થ નથી ?
સમાધાન - તેમને પૂછો કે - તમે અપકાયનો આરંભ જેના આદેશ વડે કરે છે તે આગમ કયા છે ? ત્યારે તેઓ કહે છે કે - વિશિષ્ટ અનુક્રમથી લખાયેલ અક્ષર, પદ, વાક્યનો સમૂહ જ અમારા આખ પ્રણીત આગમ છે અથવા તે નિત્ય અને અકતૃક છે. તેમનો ઉત્તર આ પ્રમાણે છે - તમારો માનેલ આપ્તપુરુષ જ વાસ્તવમાં અનાપ્ત છે. કેમકે તેને અપકાયના જીવોનું જ્ઞાન નથી અથવા જળના ઉપભોગનો આદેશ દેતા હોવાથી તે પણ તમારી જેમ અનાપ્ત જ છે. કેમકે અમે અપકાયમાં જીવપણું પહેલા જ સિદ્ધ કરેલ છે. તેથી તેમના કહેલા સિદ્ધાંતો પણ સદ્ધર્મની પ્રેરણામાં પ્રમાણ થશે અને શેરીમાં ફરતા પુરુષની માફક આ વાક્યો અનાતના હોઈ અપમાણ થશે.
હે છે એમ કહે છે કે અમારા આગમ નિત્ય કઈંક જ છે. તો તે નિત્ય સિદ્ધ નહીં થાય. કેમકે તમારા આગમ વર્ણ, પદ, વાક્યવાળા હોવાથી સકતૃક જ છે. વિધિ અને પ્રતિષેધરૂપ છે. ઉભય સંમત સકર્ણક ગ્રંથ માફક સ્વીકારવા યોગ્ય છે. આકાશ માક તમારા ગ્રંથને તમારું નિત્ય માનવું પણ પ્રમાણ છે. તમારા સિદ્ધાંતમાં પ્રત્યક્ષ માફક ફેરફાર દેખાય છે માટે તે નિત્ય નથી.
વળી જેઓ વિભૂષા સૂર બતાવે છે, તેના અવયવમાં પણ પ્રશ્ન પૂછતાં ઉત્તર
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ દેવાને તેઓ અસમર્થ છે. કેમકે કામિયકાતું અંગ હોવાથી અલંકાર માફક સ્નાન પણ સાધુને ઉચિત નથી. સ્નાન કામ વિકારનું કારણ છે તે બધા જાણે છે કહ્યું છે કે - નાન મદ અને દક્તિ કરનારું છે, તે કામનું પ્રથમ અંગ છે તેથી “કામ ત્યાગી" ઇન્દ્રિયદમનારા નામ નથી કરતા. પાણી ફક્ત બાહ્યમલ દૂર કરતું હોવાથી શૌચને માટે પર્યાપ્ત નથી. કર્મરૂપી અંદરનો મેલ નિવારવા શરીર, વાચા, મનની સંકુશળ વર્તણૂંક રોકવારૂપ ભાવશૌચ જ કર્મય માટે સમર્થ છે. પાણીથી તે હેતુ સિદ્ધ થઈ શકતો નથી.
પાણીમાં રહેનારા માછલા આદિ સદા પાણીમાં સ્નાન કરતા હોવા છતાં તેમનું માછલાપણું દૂર થતું નથી અને સ્નાન ન કરનારા મહર્ષિ પણ વિવિધ તપ વડે કર્મનો ક્ષય કરે છે. તેથી તેમનો સિદ્ધાંત નિશ્ચય કરવાને સમર્થ નથી એ સિદ્ધ થાય છે. આ પ્રમાણે નિર્દોષરૂપે અકાયનું જીવપણું સિદ્ધ કરી અકાયના વિષયમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ બે વિકલ્પોના ફળ દેખાડવાના માધ્યમથી સૂરકારશ્રી આ ત્રીજા ઉદ્દેશાનો ઉપસંહાર કરે છે–
• સૂત્ર-૩૧ :અહીં શસ્ત્ર સમારંભકત મનુષ્ય આરંભના ફળથી અજ્ઞાત છે. જે શાનો સમારંભ નથી કરતા એક મુનિ આરંભોના ફળના જ્ઞાતા છે.
તેના જ્ઞાતા મેધાનીમુનિ અકાય શસ્ત્રનો સમારંભ જાતે કરતા નથી, બીજ પાસે કરાવતા નથી કે કરનારની અનુમોદના કરતા નથી.
જે મુનિએ બધાં અકાયશસ્ત્ર સમારંભને જાણેલા છે, તે જ મુનિ પરિજ્ઞાતકમાં છે. એમ હું કહું છું.
વિવેચન :
આ પુ જીવોમાં દ્રવ્ય અને ભાવશઝનો સમારંભ કરનારે આ બધાં સમારંભ કર્મબંધનું કારણ છે તેમ જાણેલ નથી અને આ અકાયમાં શાનો સમારંભ ન કરનારા મુનિએ આ સમારંભોને પરિજ્ઞાથી જામ્યા છે અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તે સમારંભનો ત્યાગ કર્યો છે. આ પ્રત્યાખ્યાનપરિજ્ઞાને વિશેષથી જ્ઞ-પરિજ્ઞા વડે કહે છે
અકાયનો આરંભ કર્મબંધનું કારણ છે, એવું જાણીને મર્યાદામાં રહેલા મેઘાવી મુનિ ઉદકનો નાશ કરનાર શસ્ત્ર સ્વયં ચલાવે નહીં, બીજા પાસે ચલાવડાવે નહીં અને ચલાવનારની અનુમોદના ન કરે.
જે મુનિએ ઉદકશસ્ત્ર સમારંભને બંને પ્રકારે જાણેલા છે, તે જ મુનિ પરિજ્ઞાતકમાં છે. એમ હું સુધમસ્વામી તને-જંબૂસ્વામીને કહું છું.
અધ્યયન-૧ શસ્ત્રપરિજ્ઞાનો ઉદ્દેશક-3 અપકાયનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
-
X - X - X - X - X - X -