________________
૧/૧/૧/૧૧
જીવિતના સંસ્તવ, પ્રશંસા, માન, પૂજનને માટે કરે છે. તે માટે (તે જીવ વિચારે છે કે- મોર આદિના માંસના ભક્ષણથી હું બળવાન, તેજથી દેદીપ્યમાન દેવકુમારની જેમ લોકમાં પ્રશંસા પણ થઈશ.
“માનન” એટલે ઉભા થવું, આસન આપવું, હાથ જોડવા આદિમાં યોગ્ય થઈશ. એવી ઇચ્છાથી તેના માટે પ્રવૃત્તિ કરીને કમોં એકઠાં કરે છે તથા પૂજન-ધન, વા, અન્ન, પાન, સકાર, પ્રણામ સેવાદિ રૂપ છે, તેને માટે ક્રિયાઓમાં કમશ્રવો વડે આત્માને દોરે છે તેમજ “વીર ભોગ્યા વસુંધરા” માનીને લડાઈ કરે છે, “દંડના ભયથી પ્રજા ડરે' માનીને દંડ રાખે છે.
જેમ પ્રશંસા, માન, પૂજન ભુખ્યા રાજા અધર્મ કરે છે, તેમ બીજા જીવો માટે પણ જાણી લેવું. એટલે જીવિતના પરિવંદન, માન, પૂજનને માટે કમશ્રિવમાં અજ્ઞાની સંસારી જીવો પ્રવર્તે છે એવો સમુદાય અર્થ કહ્યો. પરિવંદન સિવાયના હેતુથી પણ કર્મ બાંધે છે તે કહે છે
જન્મ, મરણથી છુટવાને માટે કૈચારિવંદનાદિ ક્રિયાઓ કરે છે, અન્ય જન્મમાં ઇચ્છિત મનોજ્ઞ વૈષયિક સુખ સમૃદ્ધિ માટે તે મનુષ્ય, બ્રાહ્મણાદિને ઇચિત દાન કરે છે, “મનુ” એ પણ કહ્યું છે કે, જળદાનથી વૃદ્ધિ પામે, અgiદાનથી અક્ષયસુખ પામે, તલના દાનથી ઇષ્ટ પ્રજાને પ્રાપ્ત કરે અને અભયદાનથી દીધયુિ પામે. આ પ્રમાણે મરણથી છુટવા માટે પણ પિતૃપિંડદાન આદિ ક્રિયા કરે છે. અથવા આને મારા સંબંધીને મારી નાંખેલ છે એવું યાદ કરીને વૈર વાળવા વધ, બંધનાદિમાં પ્રવૃત્ત થાય છે. પોતાના મરણથી નિવૃત્ત થવા દુર્ગા આદિ દેવીને બકરાનો ભોગ આપે છે અથવા યશોધર્મ રાજાની માફક લોટનો કુકડો બનાવીને ઘરે છે.
અજ્ઞાનથી ઘેરાયેલા ચિતવાળા મોક્ષને માટે પ્રાણીઓને દુ:ખદાયી એવા પંચાગ્નિ તપ કરીને કર્મો બાંધે છે. અથવા જન્મ, મરણથી મુક્ત થવા હિંસાદિ ક્રિયાઓ કરે છે અહીં પાઠાંતરમાં “નારૂ મન મોયUTI''એવો પણ પાઠ છે. તે મુજબ ભોજનને માટે ખેતી આદિ કરતો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બે-ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયોવાળા જીવોને મારવા ઉધમવાનું થાય છે. દુઃખને દૂર કરવા માટે આરંભો કરે છે. જેમકે રોગપીડિતો માંસમદિરાનું ભક્ષણ કરે છે, વનસ્પતિના મૂળ, છાલ, પાંદડા, રસ આદિથી સિદ્ધ થયેલા શતપાક વગેરે તે માટે અગ્નિ આદિનો સમારંભ કરે છે, કરાવે છે, કરનારની અનુમોદના કરે છે. આ પ્રમાણે ભૂત-ભાવિ કાળમાં પણ મન, વચન, કાયાના યોગે કર્મનું ગ્રહણ કરે છે તથા દુ:ખનાશ અને સુખ પ્રાપ્તિ માટે સ્ત્રી, પુત્ર, ઘનું રાચરચીલું વગેરે ગ્રહણ કરે છે. તેને મેળવવા તથા રક્ષણ કરવાની ક્રિયામાં પ્રવર્તેલો તે પાપ કર્મને સેવે છે - કહ્યું છે કે
ગૃહસ્થો પહેલા પ્રતિષ્ઠા મેળવવા પ્રયાસ કરે છે, ત્યારપછી પત્ની મેળવવા, પછી પુત્ર માટે, પછી તે પુત્રના ગુણાકર્ષ માટે અને છેલ્લે ઉચ્ચ પદવી માટે પ્રયાસ કરે છે.
પ્રકારે ક્રિયાવિશેષથી કર્મોપાર્જન કરીને જુદી જુદી દિશામાં સંયરે છે અને
૫૪
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અનેકરૂપવાળી યોનિઓમાં જન્મે છે. વિરૂપ રૂપવાળા સ્પર્શોને વેદે છે. આવું સમજીને કિયા વિશેષની નિવૃત્તિ કરવી. હવે ક્રિયાવિશેષ આટલી જ છે તે બતાવે છે–
• સૂત્ર-૧૨ - લોકમાં આટલા સર્વે કર્યસમારંભો જાણવા યોગ્ય છે. - વિવેચન :
સંપૂર્ણ ધમસ્તિકાય અને અધમસ્તિકાય યુક્ત આકાશ ખંડમાં આટલા જ ક્રિયા વિશેષ છે જે પૂર્વે ૨૩ ભેદે કહ્યા છે, તેનાથી અધિક કોઈ ક્રિયા નથી. એ પ્રમાણે જાણવું. સૂત્રમાં જે મળાવંત' પદ છે તેનો ભાવાર્થ એ છે કે - સ્વ માટે, પર માટે, બંને માટે આ લોક અને પરલોકના અતીત, અનામત, વર્તમાનકાળમાં કર્યું, કરાવ્યું, અનુમોધુ વડે આરંભો થાય છે. તે બધાને પૂર્વે ગ્રહણ કરેલા છે. તે જ્યાં જ્યાં લાગુ પડે ત્યાં ત્યાં સમજી લેવા..
આ પ્રમાણે સામાન્યથી જીવના અસ્તિત્વને સિદ્ધ કરી, તેને દુ:ખ દેનારી વિશિષ્ટ કિયાઓનું બંધ હેતુપણું બતાવી, તેના ઉપસંહાર દ્વાર વડે વિરતિને કહે છે
• સૂગ-૧૩ :
લોકમાં જેણે આ કર્મ સમારંભોને જાણ્યા છે, તે નિશ્ચયથી પરિજ્ઞાતકમાં વિવેકી મુનિ છે - તેમ હું કહું છું.
- વિવેચન :
સમસ્ત વસ્તુના જાણનારા ભગવંત કેવળજ્ઞાન વડે સાક્ષાત્ જાણીને આ પ્રમાણે કહે છે - જે મુમુક્ષ પૂર્વે કહેલા ક્રિયા વિશેષ અથવા જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મના ઉપાદાન હેતુરૂપ ક્રિયા વિશેષને સારી રીતે કર્મબંધના હેતુપણે જાણેલા છે અને જગતમાં ત્રણે કાળની અવસ્થાને માને છે તે જ મતિ છે.
તે જ મુનિ જ્ઞપરિડા વડે કર્મના જાણનાર અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે સર્વ મન, વચન, કાયાના વ્યાપારરૂપ કર્મબંધના હેતુઓને લાગે છે. આ વર્ષે મોક્ષના અંગભૂત જ્ઞાન-ક્રિયાને ગ્રહણ કરે. કહ્યું છે કે, “જ્ઞાન અને ક્રિયા વડે મોઢા થાય” તેથી જ્ઞાન, ક્રિયા વિના મોક્ષ નથી. આટલો આ આત્મ પદાર્થનો અને કર્મબંધ હેતુનો વિચાર છે તે સંપૂર્ણ ઉદ્દેશા વડે સમાપ્ત કર્યો તે બતાવનાર છે. અથવા 'તિ 'શબ્દથી આ જે હું કહું છું, પૂર્વે કહેલું અને હવે પછી કહીશ તે બધું સાક્ષાત્ ભગવંત પાસેથી સાંભળીને કહ્યું છે.
અધ્યયન-૧-શસ્ત્રપરિજ્ઞાના ઉદ્દેશક-૧-જીવઅસ્તિત્વનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
-
X - X -
X - X -
X - ૪ -