________________
૨/૩/-|-/૫૩૫
ફાલ્ગુની નક્ષત્રના યોગે પૂર્વગામિની છાયા થતાં અંતિમ પ્રહરે શૃંભિકગામ નગરની બહાર ઋજુવાલિકા નદીના ઉત્તરપટ્ટ પર શ્યામક ગાથાપતિના કાષ્ઠકરણ ક્ષેત્રમાં ઉપર જાનુ અને નીચે મસ્તક રાખીને ધ્યાનરૂપી કોઠામાં રહેતા ભગવંતને વૈયાવૃત્ય ચૈત્યના ઇશાન ખૂણામાં શાલ વૃક્ષની સમીપે ઉક્કુડુ ગોદોહિક આસને આતાપના લેતા નિર્જળ છૐ ભક્ત સહિત, શુકલ ધ્યાનમાં વર્તતા, નિવૃત્તિ અપાવનાર, સંપૂર્ણ, પ્રતિપૂર્ણ, અવ્યાઘાત, નિરાવરણ, અનંત, અનુત્તર કેવલજ્ઞાન દર્શન ઉત્પન્ન થયા.
૨૪૫
તે ભગવંત હવે અહમ્, જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વભાવદર્શી, દેવ-મનુષ્યઅસુરના પર્યાયોને જાણવા લાગ્યા. જેવાકે - આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાત, ભુક્ત, પીત, કૃ, પ્રતિસેવિત, પ્રકટ કર્મ, ગુપ્તકર્મ, બોલેલું, કહેલું, મનો માનસિક ભાવો તથા સર્વલોકમાં સર્વ જીવોના સર્વ ભાવોને જોતા અને જાણતા વિહરવા લાગ્યા.
જે દિવસે શ્રમણ ભગવંત મહાવીરને નિવૃત્તિ આપનાર સંપૂર્ણ વત્ જ્ઞાન ઉત્પન્ન થયું તે દિવસે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવ-દેવીઓના આવવા-જવાથી યાવત્ કોલાહલ મચી ગયો.
ત્યારપછી ઉત્પન્ન શ્રેષ્ઠ જ્ઞાન-દર્શન ઘર શ્રમણ ભગવંત મહાવીર પોતાના આત્મા અને લોકને જાણીને પહેલાં દેવોને ધર્મ કહ્યો, પછી મનુષ્યોને કહ્યો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમાદિ શ્રમણોને ભાવના રહિત
પાંચ મહાવ્રત અને છ જીવનિકાયનું સ્વરૂપ સમજાવ્યું. કહ્યું, પરૂપણા કરી. • વિવેચન :
- સૂત્ર-૫૦૯ થી ૧૩૫ને અંતે વૃત્તિકારે અલ્પ વૃત્તિ નોધી છે,
– આ જ સૂત્રોનો વિષય કલ્પસૂત્રમાં થોડા વિસ્તારથી નોંધાયેલ છે.
– આ સૂત્રોમાં આવા પાહોમાં પાઠાંતરો અને વિશેષ અર્થ પણ મળે છે. તે કાળ એટલે દુષમસુષમાદિ, તે સમય એટલે વિવક્ષિત વિશિષ્ટ કાળ ત્યારે ઉત્પત્તિ આદિ થયા એ સંબંધ. ઇત્યાદિ - ૪ - ૪ - સર્વવાત સૂત્રાર્થમાં પ્રગટપણે કહેવાઈ છે. માટે તેનું પુનરાવર્તન કરેલ નથી.
હવે પાંચે મહાવ્રતની પ્રત્યેકની પાંચ પાંચ ભાવનાઓ કહે છે–
- સૂત્ર-૫૩૬ -
હે ભગવંત ! પહેલા મહાવ્રતમાં હું સર્વ પ્રાણાતિપાતનો ત્યાગ કરું છું. તે-સૂક્ષ્મ, બાદર, ત્રસ કે સ્થાવર [કોઈ પણ જીવની જીવનપર્યન્ત મન, વચન, કાયાથી સ્વયં હિંસા કરીશ નહીં, બીજા પાસે કરાવીશ નહીં કે હિંસા કરનારની અનુમોદના કરીશ નહીં. હે ભગવંત હું તેનું પ્રતિક્રમણ-નિંદા-ગર્હા કરું છું. તે પાપાત્માને વોસિરાવું છું. આ વ્રતની પાંચ ભાવનાઓ છે–
(૧) મુનિએ ઇસિમિતિયુક્ત રહેવું જોઈએ, સિમિતિથી રહિત નહીં. કેવલી ભગવંત કહે છે કે ઇન્યસિમિતિ રહિત મુનિ પ્રાણિ, ભૂત, જીવ, સોને
૨૪૬
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
હણે છે, ધૂળથી ઢાંકે છે, પરિતાપ આપે છે, કચળે છે, નિપાણ કરી દે છે તેથી મુનિએ ઇયસિમિતિ યુક્ત રહેવું, ઇયસિમિતિ રહિત નહીં.
(૨) જે મનને જાણે છે તે મુનિ છે, જે મન પાપકારી, સાવધ, ક્રિયાયુક્ત, આસવકારી, છેદકારી, ભેદકારી, દ્વેષકારી, પરિતાપકારી, પ્રાણાતિપાત અને ભૂત ઉપઘાતકારી છે તેવું મન કરવું નહીં. મનને સારી રીતે જાણી પાપરહિત રાખે તે નિર્ઝન્સ છે.
(૩) જે વચનને જાણે તે નિન્થિ. જે વાન પાપકારી, સાવધ યાવત્ ભૂત ઉપઘાતિક હોય તે ન બોલવું. જે વચનના દોષોને જાણી પાપરહિત વચન બોલે તે નિગ્રન્થ છે.
(૪) આદાન-ભાંડ-માત્ર નિક્ષેપ સમિતિયુક્ત છે તે નિર્પ્રન્થ છે. કેવલી કહે છે કે જે આદાન ભાંડ માત્ર નિક્ષેપણા સમિતિરહિત હોય છે, તે નિર્ગુન્થ પ્રાણી, ભૂત, જીવ, સત્વોનો ઘાત યાવત્ પીડા કરે છે. તેથી જે આદાન-ભાંડમાત્ર-નિક્ષેપણા સમિતિથી યુક્ત છે, તે જ નિગ્રન્થ છે. સમિતિથી રહિત નહીં (૫) જે આલોકિત પાન ભોજન ભોજી છે તે જ નિગ્રન્થ છે અનાલોકિત પાન ભોજન ભોજી નહીં. કેવલી ભગવંત કહે છે કે જોયા વિના આહાર પાણી વાપરનાર સાધુ પાણાદિનો ઘાત કરે છે યાવત્ પીડા કરે છે. તેથી આલોકિત પાન ભોજન ભોજી છે તે જ નિર્ણન્ય છે, અનાલોકિતપાન ભોજન ભોજી નહીં.
આ ભાવનાઓથી પહેલા મહાવતને સમ્યક્ રીતે કાયાએ સ્પર્શિત, પાલિત, તીતિ, કિર્તિત, અવસ્થિત અને આજ્ઞાને અનુરૂપ આરાધિત થાય છે. હે ભગવન્ ! આ પ્રાણાતિપાત વિરમણ મહાવત છે.
• વિવેચન :
[આ સૂત્રની મૂર્તિમાં થોડો અધિક પાઠ છે, તે જોવો.
Ëળ – જવું તે ઇર્યા, તેની સમિતિ, ઉપયોગપૂર્વક આગળ યુગમાત્ર ભૂ ભાગ પ્રતિ દૃષ્ટિ રાખી જનાર. પણ અસમિત ન થાય. કેવલીએ તેને કર્મબંધનું કારણ કહ્યું છે. જવાની ક્રિયામાં અસમિત જ પ્રાણીને પગ વડે તાડન કરે છે, તથા બીજે પાડે છે, પીડા આપે છે, જીવિતથી જુદા કરે છે, - ૪ - તે પહેલી ભાવના.
બીજી ભાવનામાં મનથી દુપ્પણિહિતતા ન કરવી, તે કહે છે - મનથી સાવધ ક્રિયા કર્માશ્રવકારી છે, તથા છેદનભેદનકર આદિ - ૪ - પ્રકૃષ્ટ દોષ છે. તેથી પ્રાણીને પરિતાપકારી આદિ ન થવું. ત્રીજી ભાવના - જે વાણી દુશ્યસક્તા છે પ્રાણીને અપકારી છે, તે ન બોલવી. ચોથી ભાવના સાધુએ સમિત થઈને આદાન ભાંડ માત્ર નિક્ષેપણા સમિતિ પાળવી. પાંચમી ભાવના પ્રત્યુપેક્ષિત અશન આદિ જ ખાવા. તેમ ન કરતા દોષનો સંભવ છે. - X + X *
- સૂત્ર-૫૩૭ :
હવે બીજા મહાવ્રતનો વીકાર કરું છું - સર્વ મૃષાવાદરૂપ વાનદોષનો ત્યાગ કરું છું, તે ક્રોધ, લોભ, ભય કે હાસ્યથી સ્વયં જૂઠ ન બોલે, બીજાને