________________
૨/૨/૭/-/૫૦૮
તેનું પાલન કરી સંયમમાં પરાક્રમ કરવું જોઈએ. તેમ હું કહું છું. • વિવેચન :
૨૩૫
અન્યોન્ય એટલે પરસ્પર ક્રિયા..પગ વગેરેનું પ્રમાર્જન આદિ બધું પૂર્વે કહેવાયું છે. - x - પોતાને માટે કર્મબંધ કરાવનારી આ ક્રિયાનું આસ્વાદન ન કરવું ઇત્યાદિ પૂર્વવત્ જાણવું - x -
ચૂલિકા-૨, સપ્તિકા-૭ “અન્યોન્યક્રિયા’” ટીકાસહિત અનુવાદ પૂર્ણ
- X - X - X - X - X - X -
સપ્તિકા-૧ થી ૭ રૂપ [અધ્યયન-૮ થી ૧૪] ચૂલિકા બીજીનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ભાવના' છે
ચૂલિકા-૩
• બીજી ચૂલા કહી, હવે ત્રીજી કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે – આ ‘આચાર' સૂત્રનો વિષય આરંભથી શ્રી વર્ધમાનસ્વામીએ અર્થથી કહ્યો. તેમના ઉપકારીપણાથી તેમની વક્તવ્યતા કહેવા તથા પંચમહાવ્રતધારી સાધુ પિંડ, શય્યા આદિ લેવા તે બતાવ્યુ તેમના મહાવ્રત પાલન માટે ભાવનાઓ બતાવી તે સંબંધી આ ચૂલા આવેલી છે. તેના ચાર અનુયોગદ્વારો છે. તેમાં ઉપક્રમ અંતર્ગત્ આ
અર્થાધિકાર કે અપ્રશસ્ત ભાવના ત્યાગીને પ્રશસ્ત ભાવના ભાવવી.
૨૩૬
નામ નિષ્પન્ન નિક્ષેપામાં ‘ભાવના' એ નામ છે. તેના નામાદિ ચાર પ્રકારે નિક્ષેપ છે. તેમાં નામ સ્થાપના સુગમ છે. દ્રવ્યાદિ નિક્ષેપ માટે નિર્યુક્તિકાર પોતે કહે છે.
[નિ.૩૩૦-] નોઆગમથી દ્રવ્યભાવના વ્યતિક્તિમાં જાઈ આદિના ફૂલો રૂપ દ્રવ્યથી તેલ વગેરે દ્રવ્યમાં જે વાસના લાવે તે દ્રવ્ય ભાવના છે. તથા શીતમાં ઉછરેલો શીત સહે, ઉષ્ણવાળો ઉષ્ણતા સહે વ્યાયામ કરનારો કાયકષ્ટ સહે ઇત્યાદિ અન્ય દ્રવ્ય વડે દ્રવ્યની જે ભાવના તે દ્રવ્યભાવના. ભાવસંબંધી પ્રશસ્ત-અપ્રશસ્ત ભેદે બે
પ્રકારની છે. તેમાં પ્રથમ અપ્રશસ્તા ભાવભાવનાને આશ્રીને કહે છે
[નિ.૩૩૧-] જીવહિંસા, મૃષાવાદ, અદત્ત, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ એ નવમાં પ્રથમ શંકાથી અને પછી વારંવાર નિષ્ઠુર થઈને નિઃશંકપણે વર્તે, તે અપ્રશસ્ત ભાવના. કહ્યું છે કે
જીવહિંસાદિ પાપો પહેલા ડરીને છુમાં કરે છે, પછી તે લોકો કુટેવ ન છુટવાથી અપેક્ષા વિચારી કુયુક્તિ લગાડીને જાહેર પાપ કરે છે, પછી નિઃશંક થઈને લજ્જા છોડીને નવા નવા પાપ કરે છે. પછી પાપના અભ્યાસથી હંમેશાં પાપમાં જ રમણ કરે છે - હવે પ્રશસ્ત ભાવના કહે છે–
[નિ.૩૩૨-] દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વૈરાગ્યાદિમાં જે જેવી પ્રશસ્ત ભાવના છે, તેને પ્રત્યેકને લક્ષણથી કહીશ. દર્શનભાવના કહે છે.
[નિ.૩૩૩-] તીર્થંક-ભગવંત, પ્રવચન-દ્વાદશાંગ ગણિપિટક તથા પ્રાવચનીઆચાર્યાદિ યુગપ્રધાન, અતિશય ઋદ્ધિવાળા - કેવલિ મનઃ પર્યવ અવધિજ્ઞાની ચૌદ પૂર્વધર તથા આમષષધિ આદિ પ્રાપ્ત ઋદ્ધિ આદિનું બહુમાન કરવા સામે જઈને દર્શન કરવા. તેમના ગુણોની પ્રશંસા કરવી, ગંધ વડે પૂજન, સ્તોત્ર વડે સ્તવના તે દર્શન ભાવના. આ દર્શનભાવના વડે નિરંતર ભાવતા દર્શન શુદ્ધિ થાય છે. - વળી - [નિ.૩૩૪,૩૩૫-] તીર્થંકરોની જન્મભૂમિ, દીક્ષા-ચાસ્ત્રિ, જ્ઞાનોત્પત્તિ, નિર્વાણ ભૂમિ તથા દેવલોકભવન, મેરુપર્વત તથા નંદીશ્વરદ્વીપાદિ, પાતાળ ભવનોમાં જે શાશ્વતા ચૈત્યો-પ્રતિમાઓ છે તેને હું વંદુ છું.
અષ્ટાપદ, ઉજ્જયંતગિરિ, દશાર્ણ કૂટવર્તી તથા તક્ષશિલામાં ધર્મચક્રમાં તથા
અહિછત્રાનગરીમાં જ્યાં ધરણેન્દ્રે પાર્શ્વનાથનો મહિમા કર્યો તથા સ્થાવર્ત પર્વત જ્યાં