________________
૨/૧/૪/૧/૪૬૬
૧૯૩
જેમકે કોઈ ક્રોધથી વિવિધ વચન બોલે - જેમકે - તું ચોર છે, દાસ છે. તથા માનથી બોલે કે હું ઉત્તમ જાતિનો છું, તું હીનજાતિ છે, માયથી બોલે કે હું માંદો છું, બીજાનો સાવધ સંદેશ કોઈ ઉપાય વડે કહીને મિથ્યાદુકૃત કરે - આ તો મારાથી ઉતાવળે બોલાઈ ગયું. લોભથી બોલે કે આ વચન બોલવાથી હું કંઈક મેળવીશ તથા કોઈનો દોષ જાણતા હોય તેનો દોષ ઉઘાડવા વડે કઠોર વયન બોલે કે અજાણપણે બોલે. આ બધાં ક્રોધાદિ વચન સાવધ-સપાપ હોવાથી વર્જવા, વિવેકી બની સાધુ આવા સાવધવચન ન બોલે. તથા કોઈ સાથે સાધુએ બોલતાં નિશ્ચયાત્મક વચન ન બોલવી કે નક્કી વરસાદ આદિ થશે, એ જ રીતે અધવ પણ જાણવું.
- તથા કોઈ સાધુ ભિક્ષાર્થે કોઈ જ્ઞાતિ કે કુલમાં પ્રવેશતા જોઈને તેને ઉદ્દેશીને બીજા સાધુ આવું બોલે કે આપણે ખાઈ લઈએ, તે અશનાદિ પ્રાપ્ત કરીને જ આવશે અથવા તેને માટે રાખી મૂકો, તે કંઈપણ લીધા વિના જ આવશે, એ રીતે ત્યાંજ ખાઈને કે ખાધા વિના જ આવશે. આવા નિશ્ચય વચનો ન બોલે તથા આવા નિશ્ચય વયનો પણ ન બોલે - કોઈ રાજાદિ આવ્યો છે કે નથી જ આવ્યો અથવા આવે છે કે નથી જ આવવાનો અથવા આવશે કે નહીં જ આવશે. આ રીતે પતન, મઠ આદિમાં પણ ત્રણે કાળ યોજવા. આ બધાંનો સાર એ કે જે અર્થને પોતે બરાબર ન જાણે ત્યાં આ ‘એમ જ છે એવું ન બોલવું.
સામાન્યથી સાધુને બધે સ્થાને આ ઉપદેશ છે કે વિચારીને સારી રીતે નિશ્ચય કરીને અથવા શ્રુત ઉપદેશ વડે પ્રયોજન હોય ત્યારે નિશ્ચયાત્મક બનીને ભાષાસમિતિ વડે કે ગદ્વેષ છોડીને સોળ વચનની વિધિ જાણી ભાષા બોલે. જે ભાષા બોલવાની છે તે સોળ વચન વિધિ કહે છે
૧-ચોકવચન-વૃક્ષ, ૨-દ્વિવચન-બે વૃક્ષ, 3-બહુવચન-વૃક્ષો, ૪-પ્રવચન-વીણા, કન્યા, પ-પુંવયન-ઘટ, ૫ટ, ૬-નપુંસકવચન-દેવકુલ, પીઠ. 8-અધ્યાત્મવચન-આભામાં રહેલું તે અધ્યાત્મ, તેના પરિહારથી અન્ય બોલવા જતાં સત્ય બોલી જાય. ૮-ઉપનીતવયન-પ્રશંસા. જેમકે - રૂપવતી સ્ત્રી. ૯-અપની વચન-નિંદા-કુરૂષ સ્ત્રી.
૧૦-ઉપરીત અપનીત વયન-કંઈક પ્રશંસા કરી કંઈક નિંદા કરે - આ સ્ત્રી સુંદર છે પણ કુલટા છે. ૧૧-અપનીતઉપનીત વયન-પૂર્વથી ઉલટું - આ સ્ત્રી કુરૂપ છે પણ શીલવતી છે. ૧૨-અતીત વચન-કર્યું. ૧૩-વર્તમાનવચન-કરે છે. ૧૪અનામતવચન-કરશે. ૧૫-પ્રત્યક્ષવચન-આ દેવદત્ત છે. ૧૬-પરોક્ષવયન-તે દેવદત્ત છે.
આ પ્રમાણે સોળ વચનો છે, આ સોળમાંથી ભિક્ષુ એક વિવક્ષામાં એકવચન જ બોલે. યાવતુ પરોક્ષ વચન વિવક્ષામાં પરોક્ષ વચન જ બોલે. તથા સ્ત્રી વગેરે જોઈને આ સ્ત્રી જ છે ઇત્યાદિ જેવું હોય તેવું બોલે.
આ પ્રમાણે નિશ્ચિત્ય, નિષ્ઠાભાષી થઈ સમિતિ વડે સમપણે સંયત જ ભાષા બોલે તથા પૂર્વોક્ત અને હવે પછી કહેવાતા ભાષાગત દોષ સ્થાનોને છોડીને ભાષા બોલે. તે ભાષા ચાર પ્રકારની ભાષાઓ જાણે.
૧-સત્યભાષાજાત-અવિતથ વચન-ગાયને ગાય, ઘોડાને ઘોડો કહે. -મૃષા
૧૯૮
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ સત્યથી ઉલટું-ગાયને ઘોડો કે ઘોડાને ગાય કહે. 3-સમૃષા-થોડું સત્ય થોડું અસત્ય-ઘોડા પર જતા દેવદત્તને ઉંટ પર જાય છે તેમ કહે. ૪-અસત્યામૃષા-સાચું પણ નહીં-જુદું પણ નહીં તેવી-આમંત્રણ, આજ્ઞા.
પોતાની બુદ્ધિથી નથી કહ્યું તે જણાવે છે - હું જે કહું છું તે બધું અતીત અનાગત, વર્તમાન તીર્થંકરે કહ્યું છે - કહે છે - કહેશે. આ બધાં ભાષા દ્રવ્ય અચિવ છે [ઇત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. અહીં વર્ણાદિથી શબ્દનું મૂર્ણપણું બતાવ્યું, અમૂર્ત એવા આકાશાદિને વણિિદ ન સંભવે તથા ચયાપચય ધર્મથી શબ્દનું અનિત્યત્વ બતાવ્યું. કેમકે શબ્દ દ્રવ્યનું વિચિત્રપણું સિદ્ધ થાય છે. હવે શબ્દોનું કૃતકત્વ બતાવે છે
• સૂત્ર-૪૬૩ -
સાધુ-સાદનીએ જણવું જોઈએ કે બોલ્યા પહેલાની ભાષા આભાષા છે, બોલાતી ભાષા ભાષા છે, બોલ્યા પછીની ભાષા અભાષા છે.
સાધુ-સાદની જાણે કે - આ જે ભાષા સત્યા, મૃષા, સત્યમૃષા, અસત્યામૃષા છે, તેમાંથી પણ સાવધ, સક્રિય, કર્કશ, કદ, નિષ્ઠર કઠોર, આસવજનક, છેદનકારી, ભેદનકારી, પરિતાપનકારી, ઉપદ્રવકારી, ભૂતોપઘાતિક ભાષા સત્ય હોવા છતાં બોલવાની ઇચ્છા ન કરે.
સાધુ-સાધવીએ જાણવું જોઈએ કે સૂક્ષ્મબુદ્ધિથી વિચારતા જે ભાષા રાત્ય હોય અને જે ભાષા અત્યામૃષા હોય એવી ભાષા અસાવધ યાવતું પ્રાણીઓનો ઘાત કરનારી ન હોય, તેવી જ ભાષા બોલવા ઇછે.
• વિવેચન :
તે ભિક્ષુ આ પ્રમાણે શબ્દને જાણે કે ભાષા દ્રવ્ય વર્ગણાઓનો વાક્યોગ નિસ્વાથી પૂર્વે જે ભાષા હતી તે વાકયોગ નિસરવાથી જ ભાષા છે. ભાષા દ્રવ્યભાષા છે, તે તાલુ, ઓઠ આદિના વ્યાપારી પૂર્વે જે શબ્દ ન હતા તે તે નિષ્પન્ન થતાં પ્રગટ જ કૃતકવ બતાવ્યું - X - X• બોલાયા પછી ભાષા નાશ પામતી હોવાથી ભાષણોત્તર કાળે અભાષા છે. * * *
હવે ચારે ભાષામાં ન બોલવા યોગ્ય ભાષા કહે છે - સત્યા, મૃષા, સત્યામૃષા, અસત્યામૃષા તેમાં મૃષા અને સત્યામૃષા તો બોલવા યોગ્ય નથી, પણ સત્યાભાષા કર્કશાદિ દુર્ગુણવાળું ન બોલવું, તે બતાવે છે.
અવધ સહિત વર્તે તે સાવધ, ક્રિયા સહિત - અનર્થદંડની ક્રિયા વર્તે છે, કર્કશા-ચાવેલા અક્ષરવાળી, કટકા-ચિત્ત ઉદ્વેગકારી, નિષ્ફર-ઠપકારૂપ, પરષા-બીજાના મર્મ ઉઘાડવારૂપ, કમશ્રવકારી, છેદન ચાવત્ અદ્વાવણકારી, જીવોને ઉપસાપકારી આવી ભાષા સત્ય હોય તો પણ ન બોલવી.
હવે બોલવાની ભાષા કહે છે - તે ભિક્ષ આ પ્રમાણે જાણે કે જે ભાષા સત્ય છે. કુશાગ્ર બુદ્ધિ વડે વિચારીને મૃષા પણ સત્ય ભાષા બને, જેમકે મૃગને જોવા છતાં શિકારી પાસે અપલાપ કરે. * * * * *, જે અસત્યામૃષા ભાષા છે તે આમંત્રણી,