________________
૧૬૫
pic
૨/૧/૨/૧૫૩૯૯ પુરુષાંતરકૃત હોય તો ત્યાં સ્થાનાદિ કરે
તે સાધુ કે સાળી જાણે કે ગૃહસ્થ સાધુ નિમિત્તે બાજોઠ, ઘટિયું, નિસરણી કે ખાંડણિયો એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય છે તો તેવા પ્રકારનો ઉપાશ્રય ચાવતુ અપુરુષાંતરકૃતુ હોય તો ત્યાં સ્થાનાદિ ન કરે, પુરષાંતરકૃત્વ હોય ચાવતું સાધુ તેમાં સ્થાનાદિ કરે
• વિવેચન :
તે ભિક્ષ એવો ઉપાશ્રય જાણે કે તે ગૃહસ્થ સાધુ નિમિતે નાના દ્વારનું મોટું દ્વાર કરેલ છે, તેવા મકાનમાં ગૃહસ્થાદિ બીજું કોઈ ન વાપરે ત્યાં સુધી સાધુ તે સ્થાન ન વાપરે, પુરુષાંતકૃત - આસેવિત હોય તો સાધુ તે ઉપાશ્રય વાપરે. આ બંને સૂત્રોમાં ઉત્તગુણ કહ્યા છે. તે દોષથી દુષ્ટ હોવા છતાં બીજા પુરુષે સ્વીકાર્યા પછી કો, પણ મૂળગુણથી દુષ્ટ હોય તો પુરુષાંતરકૃતું હોવા છતાં ન કો. મૂળગુણ દોષ આ છે - પીઠનો વાંસડો, બે ધારણ કરનારા તથા ચાર મૂળ વેલીઓ હોય એ રીતે સાધ નિમિતે તૈયાર કરેલ વસતિ મૂલગુણ દુષ્ય જાણવી.
- તે ભિક્ષ જો એવો ઉપાશ્રય જાણે કે ગૃહસ્થ સાધુ નિમિતે પાણીથી જન્મેલ કંદાદિ બીજે સ્થાને લઈ જાય છે કે બહાર ઢગલો કરે છે, તેવા મકાનમાં બીજા કોઈ આવીને ન રહે, ત્યાં સુધી સાધુ સ્થાનાદિ ન કરે. પુરષાંતરકૃત થયા પછી કરે. આ પ્રમાણે અચિત-નિઃસારણ સૂત્ર પણ જાણવું કેમકે તેમાં પણ ત્રસાદિ વિરાધના થવા સંભવ છે.
• સૂત્ર-૪૦૦ :
તે સાધુ કે સાદી જાણે કે આ ઉપાશ્રય સ્થંભ, માંચડા, માળ, પ્રાસાદ, મંજીલ કે પ્રાસાદ તલ ઉપર અથવા કોઈ ઉચ્ચ સ્થાને બનાવેલ છે તો અત્યંત ગાઢ કારણ વિના તે સ્થાને વાસ ન કરે, કદાચ ત્યાં રહેવું પડે તો ત્યાં પાસુક શીતલ જળથી હાથ, પગ, આંખ, દાંત કે મુખ એક વખત કે વારંવાર સાફ ન કરે તથા મળ, મૂત્ર, કફ, લીટ, ઉલટી, પીત, રુ લોહી કે શરીરના અન્ય ભાગેથી નીકળતી અશુચિનો ત્યાગ ન કરે. કેમકે કેવલી ભગવંતે તેને કમબંધનું કારણ કહ્યું છે. વળી સંભવ છે કે ઉપરથી ફેંકવા જતાં સાધુ લપસે કે પડે. લપસતા કે પડવાથી તેના હાથ ચાવતું મસ્તક કે શરીરનો અન્ય કોઈ ભાગ તૂટી જાય. તેમજ ત્યાં રહેલા પાણિ અાદિની હિંસા થાય યાવતું મૃત્યુ થાય.
સાધુની પૂવોંપાદિષ્ટ પ્રતિજ્ઞા છે કે તેવા પ્રકારના ઉંચા ઉપાશ્રયમાં સ્થાન, શયન, સ્વાધ્યાયાદિ ન કરવા.
• વિવેચન :
તે ભિક્ષા જ એવા પ્રકારનો ઉપાશ્રય જાણે કે જે એક સ્તંભ પર હોય, માંયડા કે માળા પર હોય, બીજે મજલે હોય, ભોંયરાવાળું મકાન હોય, આ કે આવા પ્રકારના ઉપાશ્રયમાં સ્થાનાદિ ન કરે, પણ જો એવું કોઈ પ્રયોજન હોય તો ત્યાં રહેવું પડે - તે માટે શું કરે ? તે કહે છે
૧૬૬
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ત્યાં ઠંડા પાણી વગેરેથી હાથ આદિ ન ધોવે, ત્યાંથી મળ-મૂત્રનો ત્યાગ ન કરે, કેવલી ભગવંત કહે છે કે, આત્મ અને સંયમ વિરાધનાથી તે કર્મબંધનું કારણ છે. તે ત્યાં મળમુત્રાદિ ત્યાગ કરતો પડી જાય, પડતાં શરીરના કોઈ અવયવ કે ઇન્દ્રિય વિનાશ પામે છે તથા બીજા પ્રાણીને પીડા કે જીવની હાનિ થાય છે, ભિક્ષની પૂર્વોપદિષ્ટ આ પ્રતિજ્ઞા છે કે તેવા ઉંચા ઉપાશ્રયમાં સ્થાન આદિ ન કરે. • પણ -
• સુત્ર-૪૦૧ -
તે સાધુ કે સાળી એમ જાણે કે આ ઉપાશ્રય સ્ટીઓ, બાળકો, શુદ્ર પશુપાણીથી યુક્ત છે, પશુઓના ભોજન ઘણીથી યુક્ત છે, તો આવા ગૃહસ્થ સંસવાળા મકાનમાં સ્થાન, શયન, સ્વાધ્યાય ન કરે એમ કરતા કર્મબંધન થાય છે; ગૃહસ્થ સંસગવાળી વસતિમાં સાધુને અલસણ, વિભૂચિકા, વમન કે બીજી કોઈ વ્યાધિ થાય છે તેવા કોઈ દુ:ખ કે રોગાતક ઉત્પન્ન થાય ત્યારે ગૃહસ્થ કરૂણાથી પ્રેરાઈને તે સાધુના શરીર પર તેલ, ઘી, માખણ કે ચરબીથી માલિશ કે મર્દન કરશે, નાન કરાવશે, કક્ક-લોu-વર્ણ-ચૂર્ણ કે પા આદિથી ઘસી-ઘસીને માલિશ કરશે, મસળશે-મદન કરશે. ઠંડા કે ગરમ પાણીથી પ્રક્ષાલન કરશે, નાના કરાવશે, સિંચશે; લાકડાં પરસ્પર ઘસી અગ્નિ પ્રગટાવશે - પ્રજવલિત કરશે, આગ જલાવીને શરીરને સેકશે-તપાવશે. તેથી સાધુનો પૂવોંપાદિષ્ટ આચાર છે કે તેવા પ્રકારની ગૃહસ્થયુકત ઉપાશ્રયમાં સાધુસ્સાળી સ્થાનિ, શય્યા, સ્વાધ્યાયાદિ ન કરે.
• વિવેચન :
તે ભિક્ષ વળી એવો ઉપાશ્રય જાણે કે જ્યાં સ્ત્રીઓ રહે છે તથા ત્યાં બાળકો રહે છે અથવા તે વસતિ સિંહ, કૂતરા, બિલાડા આદિ શુદ્ધ પાણી યુક્ત છે અથવા પશુ અને ભોજન-પાણી છે કે પશુના ભોજન-પાન ત્યાં રખાય છે, આવા ગૃહસ્થ આકુલ ઉપાશ્રયમાં સ્થાનાદિ ન કરે.
તેમાં આ દોષો છે - કર્મોનું ઉપાદાન થાય છે. કેમકે ભિક્ષુ ગૃહપતિના કુટુંબ સાથે વસતા ત્યાં ભોજનાદિ ક્રિયા નિ:શંક ન થાય, કોઈ વખત વ્યાધિ વિશેષ થાય તે દશવિ છે - હાથ-પગ આદિ સ્તંભન, લકવા, વિચિકા, છર્દી આદિ વ્યાધિ તે સાધુને થાય, બીજ તાવ, પ્રાણ હરે તેવા શૂળ આદિ રોગ ઉત્પન્ન થાય; તેને તેવા રોગથી પીડાતા જોઈને ગૃહસ્થ કરુણા કે ભક્તિથી તે ભિક્ષના શરીરને તેલ આદિથી અર્નેગન કે મર્દન કરે. સુગંધી દ્રવ્યથી સ્નાન કરાવે, કર્ણ-લોઘ-વર્ણક-પૂર્ણ-પાક આદિ દ્રવ્ય વડે થોડું થોડું ઘસે, ચોળીને તેનું ઉદ્વર્તન કરે. પછી ઠંડા કે ઉના પાણીથી થોડું ખાન કરાવે કે વારંવાર સ્નાન કરાવી માથાને જલથી સિંચે, લાકડાથી લાકડા ઘસીને અગ્નિને બાળે, ભડકા કરે. તેમ કરીને સાધુની કાયાને એક કે અનેક વખત તપાવે.
સાધુને પૂવોંપાદિષ્ટ પ્રતિજ્ઞા છે કે આવા પ્રકારના ગૃહસ્થયુક્ત ઉપાશ્રયમાં સ્થાન, શય્યા કે સ્વાધ્યાય ન કરે.
• સૂત્ર-૪૦૨ - ગૃહસ્થના સંસર્ગવાળા મકાનમાં રહેવું તે સાધુ માટે કમબંધનું કારણ છે,