________________
૨/૧/૧/૫/૩૬૨
૧૩૩
૧૩૮
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
ગૌચરી મળી હોય ઇત્યાદિ કારણો હોય તો બંધ બારણા પાસે ઉભો રહી શબ્દ કરે. અથવા યથાવિધિ ઉદ્ઘાટન કરીને પ્રવેશ કરે. ત્યાં પ્રવેશ્યા પછીની વિધિ કહે છે–
• સૂત્ર-૩૬૩ -
તે સાધુ કે સાળી છે એમ જાણે કે તે ગૃિહસ્થને ઘેરી કોઈ શ્રમણ, બ્રાહાણ, ભિક્ષુક કે અતિથિ પહેલાથી પ્રવેશેલ છે, તે જોઈને તેમની સામે કે જે દ્વારેથી તેઓ નીકળતા હોય તે દ્વારે ઉભા ન રહે. પરંતુ કોઈને પહેલાં આવેલા ગણીને એકાંત સ્થાનમાં ચાલ્યા જાય, એકાંતમાં જઈને મુનિ એવા સ્થાને ઉભા રહે કે જ્યાં બીજાનું આવાગમન ન હોય, બીજ જોઈ ન શકે. કદાચ કોઈ ગૃહસ્થ ત્યાં રહેલા સાધુને અશનાદિ લાવીને આપે અને કહે કે, હે આયુષ્યમાન શ્રમણ આપ બધાં લોકો માટે આ આહાર મેં આપ્યો છે તો આપ સર્વે ખાઓ અથવા વહેચી લો.
ગૃહસ્થનું આ કથન સાંભળીને સાધુ મૌન રહીને વિચારે કે આ આહાર મારો જ છે, તો તે મારા સ્થાનને સ્પર્શે છે, તેથી સાધુ એવું ન કરે. તે સાધુ આ આહાર લઈને જ્યાં શ્રમણ આદિ છે ત્યાં જાય, જઈને કહે કે, હે આયુષમાનું શ્રમણો! તમે જ એ આશનાદિ બધાં લોકો માટે આપેલ છે. તેથી બધા ખાચો કે વિભાગ કરો. તેમને એવું કહેતા સાંભળી છે બીજ એમ કહે કે હે શ્રમણ ! તમે જ બધાને આ અનાદિ વહેંચી આપો.
ત્યારે વિભાગ કરતી વેળાએ સાધુ પોતાને માટે જલ્દી-જલ્દી સારસ પ્રચૂર માત્રામાં સ-રસ, મનોજ્ઞ, નિગ્ધ આહાર અને રુક્ષ આહાર ન રાખે. પણ તે આહારમાં મૂર્ષિત, અમૃદ્ધ, અનાસક્ત અનધ્યપug થઈને અત્યંત સમાન ભાગ કરે. વિભાગ કરતી વેજ બીજા એમ કહે કે, હે શ્રમણા તમે તેનો વિભાગ ન કરો, આપણે બધા ભેગા થઈને ખાઈ-પીએ. એવી રીતે ખાતા પણ સ-રસ યાવત્ રુક્ષ ભોજન જલ્દી ન આઈ જાય પણ તેમાં અમૂર્ણિત યાવત્ અલોપ થઈ સમ માત્રામાં ખાય-પીએ.
• વિવેચન :
તે સાધુ ગામ આદિમાં ભિક્ષા માટે પ્રવેશતા એમ જાણે કે આ ઘરમાં પહેલાં શ્રમણ આદિ પ્રવેશેલ છે, તેમને પ્રવેશેલા જોઈને દાતા તથા લેનારને અપ્રીતિ કે અંતરાય ન થાય માટે તે બંને દેખે તેમ ઉભો ન રહે. તેમના નીકળવાના દ્વારે પણ તેમની અપીતિ-અંતરાયભયથી ન ઉભે. પણ તે ભિક્ષુ તે ભિક્ષાર્થે આવેલ શ્રમણાદિથી એકાંતમાં જઈ કોઈ આવે નહીં કે જુએ નહીં ત્યાં ઉભો રહે. ત્યાં રહેલા ભિક્ષને ગૃહસ્થ જાતે આવીને ચાર પ્રકારનો આહાર લાવીને આપે અને આપતા એમ કહે કે
તમે ભિક્ષાર્થે ઘણાં લોકો આવ્યા છો, હું વ્યાકુળતાને કારણે આહારનો વિભાણ કરવા સમર્થ નથી. હે આયુષ્યમાન શ્રમણ ! હું આ ચતુર્વિધ આહાર તમને સર્વલોકો માટે આપેલ છે, હવે તમે પોતાની ઇચ્છા મુજબ તે આહારને ભેગા બેસી ખાઓ કે વહેંચી આપો, એમ કહી આપે. તો આવો આહાર ઉત્સર્ગથી ન લેવો. પણ
દુકાળ હોય કે લાંબો પથ હોય તો અપવાદથી કારણે ગ્રહણ કરે. પણ ગ્રહણ કરીને આ પ્રમાણે ન કરે-તે આહાર લઈને મૌનપણે એકાંતમાં જઈ વિચારે - મને એકલાને આ આહાર આપેલછે, * * * તો હું એકલો ખાઉં. આ રીતે માયા સ્થાનને સ્પર્શે. પણ સાધુએ આમ ન કરવું જોઈએ. તો શું કરવું ? તે કહે છે
તે ભિક્ષુ તે આહાર લઈને બીજા શ્રમણાદિ પાસે જઈને તેમને તે આહાર દેખાડે, પછી કહે, હે શ્રમણ આદિઓ ! આ આહાર આપણા બધા માટે ભાગ પાડ્યા વિના સામટો આપેલ છે. તેથી બધાં ભેગા થઈને કે વહેંચીને વાપરો. સાધુ એમ કહે
ત્યારે કોઈ શ્રમણાદિ કહે કે, હે આયુષ્યમાન ! તમે જ અમને વહેંચી આપો, તો સાધુ તેમ ન કરે. પણ કારણે કરે તો આ પ્રમાણે કરવું - પોતે વહેંચતા વર્ણાદિ ગુણયુક્ત ઘણું સારું શાક આદિ પોતે ન લે, તેમ લખું પણ ન લે. બાકી સુગમ છે.
પણ-ભિક્ષુ આહારમાં મૂર્ણિત થયા વિના, અમૃદ્ધપણે, મમતારહિત થઈને [આ બધા એકાઈક શબ્દો અનાદર જણાવવા છે.] જે કંઈ હોય તે બધાંને સમભાગે વહેંચી આપે. -x - તે સાઘ વહેંચવા જાય ત્યારે કોઈ એમ કહે કે, હે આયુષ્યમાન ! તમે વહેંચો નહીં, આપણે બધાં સાથે બેસીને જમીએ-પીએ, તો તેમની સાથે ન જમવું. પણ પોતાના સાધુ હોય, પાસત્યા હોય કે સાંભોગિક હોય તે બધા સાથે આલોચના આપી જમવાની આ વિધિ છે. એટલે પોતે બધાને સરખું વહેંચી આપે. ઇત્યાદિ.
પૂર્વના સૂરમાં આલોક સ્થાન નિષેધ્ય, હવે પ્રવેશ પ્રતિષેધ કહે છે. • સુત્ર-૩૬૪ -
તે સાધુ-સાધી એમ જાણે કે કોઈ શ્રમણ, બ્રાહ્મણ, યાચક, અતિથિ પૂર્વે ગૃહસ્થના ઘેર પ્રવેશેલ છે, તો તે જોઈને તેઓને ઉલ્લંઘીને ઘરમાં દાખલ થવું નહીં તેમ પાછળ રહી યાચના ન કરવી. પણ એકાંત સ્થાને જઈને જ્યાં કોઈ આવે નહીં કે જુએ નહીં તેવા સ્થાને રહેવું. જ્યારે તે એમ જાણે કે ગૃહસ્થ શ્રમણાદિને આહારદાનનો ઈન્કાર કર્યો છે કે આપી દીધું છે, તો તેમના પાછા ફરી ગયા પછી જ ચતના સહિત તેણે પ્રવેશવું કે બોલવું. આ ખરેખર તે સાધુની ક્રિયા વિધિ છે. તેમ હું કહું છું.
• વિવેચન :
તે ભિક્ષ ભિક્ષાર્થે ગામ આદિમાં પ્રવેશતા એવું જાણે કે આ ઘરમાં શ્રમણ આદિ પ્રવેશેલા છે, તો તે પૂર્વે પ્રવેશેલા શ્રમણ આદિ દેખીને તેને ઓળંગીને પોતે અંદર ન જાય, તેમ ત્યાં ઉભો રહીને ગૃહસ્થ પાસે ભિક્ષા ન માગે, પરંતુ એકાંતમાં જઈ કોઈ દેખે નહીં તેમ ઉભો રહે. પછી તે ગૃહસ્થ અંદરના ભિક્ષને આપે અથવા ના પાડે, ત્યારે તે સાધુ ત્યાંથી નીકળી અંદર જઈ હાની યાચના કરે. આ જ સાધુનો સંપૂર્ણ ભિક્ષુભાવ-સાધુપણું છે.
ચૂલિકા-૧ અધ્યયન-૧ “પપUT '' - ઉદ્દેશા-પનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ