________________
૨/૧/૧/૫/૩૫૯
આવું જોઈને કોઈ સાધુ એમ વિચારે કે હું પણ ત્યાં જલ્દી જાઉં, એમ કરતા તે ભિક્ષુ માયા સ્થાનને સ્પર્શે છે. તેથી તેણે આવું ન કરવું જોઈએ.
હવે ભિક્ષા-અટન વિધિ કહે છે—
૧૩૫
• સૂત્ર૩૬૦ ઃ
તે સાધુ કે સાધ્વી ભિક્ષાર્થે જતા રસ્તામાં ટેકરા, ખાઈ, કોટ, તોરણદ્વાર,
અર્ગલા કે અર્ગલા-પાશક હોય તો સામર્થ્ય હોવા છતાં તેવા માર્ગે ન ચાલે પણ બીજો માર્ગ હોય તો સંયમી સાધુ બીજા માર્ગે જાય, તે સીધા માર્ગે ન જાય. કૈવલી કહે છે કે તે કર્મબંધનું કારણ છે.
તે વિષમ માર્ગે જતાં તે સાધુ લપસી જાય, ડગી જાય કે પડી જાય. લપસતા-ડગતા કે પડતા તેની કાયા મળ, મૂત્ર, કફ, લીંટ, વમન, પિત્ત, પરુ, વીર્ય કે લોહીથી ખરડાઈ જાય. કદાચ તેમ થઈ જાય તો તે સાધુ શરીરને સચિત્ત પૃથ્વીથી, ભીની માટીથી, સચિત્ત શીલાથી, સચિત માટીના ઢેફાી, ઉધઈવાળા કાઠથી, જીવયુક્ત કાષ્ઠથી, ઠંડા-પાણી કે જાળાયુક્ત કાષ્ઠથી શરીરને ઘે નહીં સાફ ન કરે, ન ખણે, ન ખોતરે, મર્દન ન કરે, ન તપાવે પરંતુ તે ભિક્ષુ પહેલા સયિત્ત રજથી રહિત તૃણ, પાન, કાષ્ઠ, કંકર આદિની યાચના કરે. યાચીને એકાંતમાં જાય. ત્યાં દગ્ધભૂમિ કે તેવા પ્રકારની અન્ય ભૂમિનું વારંવાર પ્રતિલેખન અને પ્રમાર્જન કરીને મતનાપૂર્વક શરીરને ઘરે યાવત્ સ્વચ્છ કરે. • વિવેચન :
તે ભિક્ષુ ભિક્ષાર્થે ગૃહસ્થના ઘેર જવા મહોલ્લો, શેરી કે ગામમાં પ્રવેશતા માર્ગ જુએ. ત્યાં માર્ગમાં જતાં વચમાં સમાન ભૂભાગમાં કે ગ્રામાંતરમાં ક્યારા બનેલા જુએ અથવા ખાઈ, કોટ, પત્તન કે તોરણને જુએ. તથા અર્ગલા કે અર્ગલા પાશકને જુએ તો તેવા સીધા માર્ગે ન જાય. પણ સંયમી સાધુ બીજા માર્ગે જાય. - ૪ - કેમકે કેવલી ભગવંતે તેને કર્મબંધનું કારણ કહ્યું છે. સંયમ કે આત્મવિરાધના થાય.
તે વપ્રાદિ યુક્ત માર્ગે જતાં વિષમતાને કારણે કોઈ વખત કંપે, ઠોકર ખાય કે પડી જાય, તેમ થાય તો છકાયમાંથી કોઈપણ કાયને વિરાધે તથા તેનું શરીર મળ, મૂત્ર, બળખા, લીંટ, વમન, પિત્ત, પરુ, વીર્ય કે લોહીથી ખરડાય માટે તેવા માર્ગે ન જવું. બીજો માર્ગ ન હોય અને તે જ માર્ગે જવું પડે તો ઠોકર ખાતાં કાદવ વડે તેનું શરીર ખરડાય. તેથી આવું ન કરવું જોઈએ તે દર્શાવે છે—
તે સાધુ આવા અશુચિ-કાદવથી લિપ્ત શરીરનો વસ્ત્ર વિના પૃથ્વી સાથે સ્પર્શ ન કરે અથવા ભીની જમીન, ધૂળવાળી પૃથ્વી, સચિત્ત પત્થર, સચિત્ત માટીના ઢેફા, ઉધઈ કે જીવાદિ યુક્ત લાકડા કે કરોળીયાના જાળાનો એકવાર કે વારંવાર સ્પર્શ ન કરે - ગારો દૂર ન કરે. કાદવ ખોતરે નહીં, ઉદ્ઘર્તન ન કરે, સુકાયેલાને પણ ન ખોતરે એક કે અનેકવાર તાપ ન લે. તો શું કરે ? તે કહે છે–
તે ભિક્ષુ અલ્પ રજવાળું તૃણ આદિ યારે. એકાંત અચિત સ્થાને જઈને તેના વડે શરીરનો કાદવ દૂર કરે. બાકી સુગમ છે. - વળી -
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
• સૂત્ર-૩૬૧ -
તે સાધુ કે સાધ્વી ભિક્ષા લેવા જતા એમ જાણે કે માર્ગમાં દુષ્ટ મદોન્મત્ત સાંઢ, પાડો ઉભો છે, એ જ પ્રમાણે મનુષ્ય, અશ્વ, હાથી, સિંહ, વાઘ, દીપડો, રીંછ, તરચ્છ, અષ્ટાપદ, શિયાળ, બિલાડો, કૂતરો, વરાહ, સૂવર, લોમડી, ચિત્તો, ચિલ્લલક, સાપ આદિ માર્ગમાં રહેલા હોય તો તે સીધે રસ્તે ન જતા, બીજા રસ્તેથી જાય.
૧૩૬
તે સાધુ-સાધ્વી ભિક્ષાર્થે માર્ગમાં જતા હોય ત્યારે વચ્ચે ખાડા, ઠૂંઠા, કાંટા, જમીનનો ઢોળાવ, તીરાડ, વિષમતા, કીચડ આદિ હોય તો તેવા માર્ગે નહીં ચાલતાં બીજા માર્ગે તે સંયમી જાય, સીધા માર્ગે ન જાય. • વિવેચન :
તે ભિક્ષુ ભિક્ષાર્થે જતાં રસ્તામાં ધ્યાન રાખે, ત્યાં જો એવું જાણે કે રસ્તામાં ગાય આદિ છે, મારકણો ગોધો હોવાથી રસ્તો બંધ છે, ઝેરી સાપ છે, [ઇત્યાદિ સૂત્ર મુજબ જાણવું] માર્ગમાં તેમને રહેલા જોઈને જો બીજો રસ્તો હોય તો તે સીધા રસ્તે ન જાય કેમકે તેનાથી આત્મ વિરાધના સંભવે છે. અહીં વિશ' એટલે દીપડો, ‘ટ્રીપીન' એટલે રીંછ ઇત્યાદિ જાણવા.
તથા તે ભિક્ષુ ભિક્ષાર્થે જતાં માર્ગમાં ધ્યાન રાખે કે વચમાં - ૪ - ખાડો હોય, ઠુંઠુ-કાંટા-ઢોળાવ હોય, કાળી ફાટેલી માટી, ઉંચાનીચા ટેકરા કે કાદવ હોય તો ત્યાં
આત્મ અને સંયમ વિરાધનાનો સંભવ રહે છે. તેથી બીજા માર્ગે જાય પણ સીધા માર્ગે ન જાય - તથા -
- સૂત્ર-૩૬૨ :
તે સાધુ-સાધ્વી ગૃહસ્થના ઘરના દ્વારભાગને કાંટાની ડાળીથી ઢાંકેલ જોઈને પહેલાં ગૃહસ્વામીની અનુજ્ઞા લીધા વિના, પડિલેહણ અને પ્રમાના કર્યા વિના દ્વાર ઉઘાડીને તેમાં પ્રવેશ કે નિષ્ક્રમણ ન કરે. પહેલા ઘરના સ્વામીની આજ્ઞા લે, પછી પડિલેહણ કરી-કરીને, પ્રમાર્જન કરી-કરીને યતનાપૂર્વક ખોલીને પ્રવેશ કરે અથવા નીકળે.
• વિવેચન :
આવું વર્ણન દશવૈકાલિક સૂત્ર અધ્યયન-૧-માં પણ છે.
તે ભિક્ષુ ભિક્ષાર્થે પ્રવેશતા ગૃહપતિના ઘરના દ્વાર ભાગને કાંટાની ડાળીઓ વડે ઢાંકેલ જોઈને તે ઘરના માલિકની અનુજ્ઞા લીધા વિના તથા આંખ વડે પડિલેહણ
કર્યા વિના, રજોહરણથી પ્રમાર્ષ્યા વિના દ્વાર ઉઘાડે નહીં, તેમાં પ્રવેશે નહીં કે નીકળે નહીં. તેના દોષો કહે છે - તેમાં ગૃહપતિને દ્વેષ થાય, વસ્તુ ખોવાય તો સાધુ પર શંકા જાય, ઉઘાડેલા દ્વારમાં પશુ વગેરે પ્રવેશે. એ રીતે સંયમ અને આત્મવિરાધના થાય. હવે કારણ હોય તો અપવાદ માર્ગ કહે છે–
તે ભિક્ષુ તે ઘરમાં જવા માટે ગૃહપતિનો અવગ્રહ યાચે. પડિલેહણ અને પ્રમાર્જન કરી બારણું ઉઘાડે. કહ્યું છે કે, જાતે દરવાજો ઉઘાડી ન પેસે, જો ગ્લાન આચાર્ય આદિને યોગ્ય કંઈ મળે, ત્યાં વૈધ રહેતો હોય કે દુર્લભ દ્રવ્ય પ્રાપ્ત થાય કે ઓછી