________________
૨/૧/૧/૩/૩૫૧
૧૨૯ વચ્ચેથી લેવું પડે. તેથી તે સંયમી નિગ્રન્થ તે પ્રકારના જનાકી કે હીન સંખડીમાં જવાનો વિચાર જ ન કરે.
• વિવેચન :
વળી તે ભિક્ષ જો જાણે કે ગામ, નગર ચાવતું રાજધાનીમાં સંખડી થવાની છે. ત્યાં ચરક આદિ બીજા ભિક્ષાચરો હશે. તો ત્યાં સંખડીની બુદ્ધિ સાધુ ન જાય. ત્યાં જવાથી લાગતા દોષો સૂત્રમાં કહે છે.
કેવલી ભગવંત કહે છે આ કર્મ ઉપાદાન છે - તે બતાવતા કહે છે - સંખડી ચક આદિથી વ્યાપ્ત હશે. ૧૦૦ની રસોઈ હોય ત્યાં ૫૦૦ ભેગા થયા હશે. ત્યાં થોડી રસોઈને લીધે આવા દોષો થાય - પગ વડે બીજાનો પણ લાગશે. પાત્ર સાથે પણ ભટકાશે. હાથથી હાથ અથડાશે. માથા સાથે માથું ટકરાશે. કાયા સાથે ચરક આદિની કાયા અથડાશે. તે વખતે ધક્કો વાગતા તે ચરક આદિ કોપતા ઝઘડો
કરશે. પછી
- લાકડી, કેરીના ગોટલા, મુકા, માટીના ઢેફા, ઠીકરા આદિથી સાધુને ઘાયલ કરશે કે ઠંડા પાણીથી સિંચશે, ધૂળથી કપડાં બગાડશે. આ તો સંકડાશયી થતાં દોષો કહ્યા. ઓછી રસોઈને લીધે અનેષણીય આહારનો ભોગ થશે. કેમકે સંઘેલું થોડું અને ખાનાર વધુ છે. ત્યારે ગૃહપતિ પોતાનું નામ સાંભળીને ભિક્ષુને આવેલા ધારી તેમના માટે બીજી રસોઈ બનાવી આપશે. તેથી અનેષણીય પરિભોગ થશે.
અથવા દાતા બીજાને દેવા ઇચ્છતા હોય, તેની વચ્ચે સાધુ આવે તેનાથી તેઓને ન ગમે. આવા દોષો જાણીને સંયત નિર્ગુન્થ આવી સંખડીમાં * * * * * સંખડીની બુદ્ધિએ ન જાય, હવે સામાન્યથી પિંડની શંકાને આશ્રીને કહે છે
• સૂઝ-3પર -
તે ભિક્ષુ યાવત એમ જાણે કે આ આશનાદિ નિર્દોષ છે કે સદોષ ? તેનું ચિત્ત આશંકાથી યુકત થાય, તેની ચિત્તવૃત્તિ અશુદ્ધ આહાર લેવાની થાય, તો એવો આહાર મળે તો પણ ન લે.
• વિવેચન :
તે ભિક્ષને ગૃહસ્થના ઘેર જઈ એષણીય આહામાં પણ શંકા થાય. જેમકેવિચિકિત્સા, જુગુપ્સા કે અનેષણીય છે તેવી શંકા. અથવા આ આહાર ઉદ્ગમ આદિ દોષયુક્ત છે એવી તેને લેણ્યાચિત આશંકા થાય તો - X - X - તેવો આહાર મળવી છતાં ન લે. “જ્યાં શંકા થાય ત્યાં ન લેવું” એ વચનાનુસાર ગ્રહણ ન કરે.
હવે ગચ્છમાંથી નીકળેલા સાધુને આશ્રીને સૂત્ર કહે છે– • સૂત્ર-૩૫૩ - તે સાધુ કે સાદડી પોતાના બધાં ધમપકરણ સાથે લઈને() આહાર પ્રાપ્તિના ઉદ્દેશથી ગૃહસ્થના ઘેર પ્રવેશ કરે કે નીકળે. (૨) બહાર વિહારભૂમિ કે વિચારભૂમિમાં પ્રવેશ કરે કે નીકળે.
(૩) એક ગામથી બીજે ગામ વિચરણ કરે. [27]
૧૩૦
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • વિવેચન :
તે જિનકલિકાદિ મુનિ ભિક્ષુગચ્છમાંથી નીકળી ગૃહસ્થને ઘેર ગૌચરી માટે જાય, તો પોતાના બધા ધર્મોપકરણ સાથે લઈને તેના ઘરમાં પ્રવેશે કે નીકળે. તેના ઉપકરણ અનેક પ્રકારે છે.
તે જિનકભી બે પ્રકારે છે - છિદ્રપાણિ, અછિદ્રપાણિ, અછિદ્રપાણિ મુનિને શક્તિ મુજબ અભિગ્રહ વિશેષથી જોહરણ અને મુહપતિ એ બે જ ઉપકરણ હોય, કોઈને શરીર રક્ષણ માટે એક સુતરાઉ વસ્ત્રસહિત ત્રણ ઉપકરણ હોય. જો વધુ ઠંડીના કારણે ઉનનું વસ્ત્ર રાખે તો ચાર ઉપકરણ થાય. તેથી પણ ઠંડી સહસ્ત ન થાય તો બીજુ સુતરાઉ વ રાખતા પાંચ ઉપકરણ થાય. છિદ્રપાણી જિનકભીને તો સાત પ્રકારના પાત્ર નિયમથી » બાર પ્રકારની ઉપધિ થાય. તેમાં પાન, પાનબંધ, પાસસ્થાપન, પાગકેસરિકા, પડલા, આણ, ગુચ્છા.
બીજે ક્યાંય જતા બધાં ઉપકરણ લઈને જવું તે કહે છે, ગામ આદિ બહાર સ્વાધ્યાયાર્થે કે ચંડિલ જાય તો પણ બધાં ઉપકરણ લઈને જાય. બીજે ગામ જાય તો પણ લઈને જાય. એ રીતે ત્રણ સૂત્રો કહ્યા.
હવે ગમનાભાવ નિમિત્ત કહે છે• સૂત્ર-૩૫૪ -
સાધુ કે સાળી છે એમ જાણે કે ઘણાં વિશાળ ક્ષેત્રમાં વરસાદ વરસતો દેખાય છે, ઘણે દૂર સુધી ધુમ્મસ છે - ઝાકળ પડે છે, મોટા વંટોળ વડે ધૂળ ઉછળી રહી છે અથવા ઘણાં બસ જીવો ઉડીને પડે છે; તો આ રીતે જાણીને સર્વે ધર્મ ઉપકરણ સહિત આહારાર્થે ગૃહસ્થના ઘરમાં ન પ્રવેશે કે ન નીકળે. વિહાર કે વિચારભૂમિમાં પ્રવેશ કે નિમિન ન કરે. એક ગામથી બીજે ગામ વિચરણ ન કરે
• વિવેચન :
તે [જિનકી] મુનિ એમ જાણે કે - અહીં ઘણાં લાંબા ક્ષેત્ર સુધી ઝાકળ કે ધુમ્મસ પડે છે કે વરસાદ વરસે છે અથવા વંટોળીયાને લીધે ઘણી ધૂળ ઉડે છે કે તીછ પતંગીયાદિ ઝીણા જંતુઓ ઉડીને પડી રહ્યા છે, તો તે સાધુ પૂર્વોક્ત ત્રણ સૂત્રમાં બતાવેલ ઉપધિ લઈને જાય કે આવે નહીં. તેનો પરમાર્થ એ છે કે
આ સામાચારી છે કે સાધુ ગચ્છમાંથી નીકળે કે પ્રવેશે ત્યારે ઉપયોગ રાખે કે - જો વરસાદ, ઝાકળ આદિને જાણે તો જિનકી ન જાય. કેમકે તેમની શક્તિ છે કે તે છ માસ સુધી ઠલ્લો-માત્ર રોકી શકે. જ્યારે સ્થવીકલી કારણે જાય તો બધી ઉપાધિ લઈને ન નીકળે.
હવે અજુગુપ્સિત કુળમાં દોષ દેખાય તો જવાનો નિષેધ કહે છે– • સૂત્ર-૩૫૫ -
તે સાધુ-સાદની આ કુળોને જાણે - જેમકે - ક્ષત્રિય, રાજ, કુરાજ, રાજભૃત્ય કે રાજવંશના કુળ; આ કુળ-ઘરની બહાર કે અંદર જતા, ઉંભતા,