________________
૨/૧/૧/૩/૩૪૮
૧૨૩
ૐ ચૂલિકા-૧, અધ્યયન-૧, ઉદ્દેશો-૩
૦ બીજો ઉદ્દેશો કહ્યો. હવે ત્રીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે. ઉદ્દેશા
૨-માં દોષનો સંભવ હોવાથી સંખડીમાં જવાનો નિષેધ કર્યો. હવે બીજા પ્રકારે તેમાં જવાના દોષોને બતાવે છે.
• સૂત્ર-૩૪૮ ૩
કદાચિત્ સાધુ કોઈ સંખડી [જમણવાર]માં જાય. ત્યાં અધિક ખાય કે પીએ. તેનાથી તે સાધુને દસ્ત કે વમન થાય, ભોજનનું બરાબર પરિણમન ન થાય અને વિશુચિકા આદિ રોગ કે શૂલાદિ આતંક ઉત્પન્ન થાય. માટે કેવલી ભગવંતે સંખડીને આતંકનું કારણ કહ્યું છે.
• વિવેચન :
તે ભિક્ષુ કોઈ વખત એકચર હોય, તે પુરઃ કે પશ્ચાત્ સંખડી-ભોજન ખાઈને તથા શીખંડ, દૂધ આદિ અતિ લોલુપતાથી રસમૃદ્ધિપૂર્વક ઘણાં ખાય તો ઝાડા કે ઉલટી થઈ શકે. અથવા અજીર્ણથી કોઢ આદિ કે જીવ લઈ લેનાર આતંક, શૂળ આદિ રોગ થાય. તેથી સર્વજ્ઞ ભગવંત કહે છે કે, સંખડીનું જમણ કર્મોપાદાન છે. આ આદાન કઈ રીતે થાય છે તે કહે છે–
• સૂત્ર-૩૪૯ :
સંખડીમાં જવાથી ગૃહસ્થ કે ગૃહસ્થ પત્ની, પરિવાજક કે પરિવાજિકા સાથે એક સ્થાને ભેગા થઈ નશીલા પીણા પીને, તે બહાર નીકળી ઉપાશ્રય શોધશે. ઉપાશ્રય ન મળતા તે ગૃહસ્થાદિ સાથે જ હળીમળીને રહી જશે. તેઓ અન્યમનસ્ક થઈ મત્ત બની પોતાને ભૂલી જશે. સાધુ પણ પોતાને ભૂલીને સ્ત્રી કે નપુંસક પર આસક્ત થઈ જશે. અથવા રુમી કે નપુંસક આસકત થઈને કહે છે કે, હે શ્રમણ ! આપણે બગીચા કે ઉપાશ્રયમાં રાત્રે કે સંધ્યાકાળે એકાંતમાં ભોગ ભોગવીશું. તે એકલો સાધુ તેમની ભોગ પાર્થના સ્વીકારી પણ લે. આ બધું અકરણીય છે, તે જાણીને સંખડીમાં ન જાય. ત્યાં જવાથી કર્મબંધ થાય છે. તેથી સંયત નિર્પ્રન્થ તેવી પૂર્વ કે પશ્ચાત્ સંખડીમાં જવાનું ન વિચારે,
• વિવેચન :
આ સંખડી સ્થાનમાં આવા અપાયો થાય છે. પરલોકમાં દુર્ગતિ ગમનાદિ થાય. તે ભિક્ષુ ગૃહપતિ, ગૃહપતિની સ્ત્રી, પરિવ્રાજક, પરિવ્રાજિકા સાથે એકચિત્ત થઈ તેમની સાથે લોલુપતાથી નશાકારક પીણું પીએ, નસો ચડતાં રહેવાનું સ્થાન યાચે, પણ જો ન મળે તો સંખડી સ્થાન નજીક ગૃહસ્થ કે પરિવ્રાજિકા સાથે એકમેક થઈ રહે. અન્યમન થઈ ઉન્મત્ત બનેલો ગૃહસ્થાદિ પોતાને ભૂલે અથવા સાધુ જાતને ભૂલી જાય અને પોતાને ગૃહસ્થ જ માની બેસે.
તે સ્ત્રી શરીર કે નપુંસકમાં મોહિત થાય. અથવા સ્ત્રી કે નપુંસક આવીને તે શ્રમણ સાથે એકાંત માટે પ્રાર્થના કરે. બગીચા કે ઉપાશ્રયમાં રાત્રે કે સંધ્યાકાળે
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
આવવા કહે. પોતાની ઇચ્છાને અનુસરવા કહે. પછી ગામની સીમમાં કે એકાંતમાં સ્ત્રીસંગ કે કુરોષ્ટા માટે વિજ્ઞપ્તિ કરે અને દુરાચારથી ભ્રષ્ટ થવા વખત આવે. માટે સંખડીમાં જવું અયોગ્ય છે માનીને સંખડીમાં ન જવું.
આ સંખડી કર્મ ઉપાદાનનું કારણ છે, તેમાં પ્રતિક્ષણે કર્મો એકઠા થાય છે, બીજા પણ કર્મબંધના કારણો ઉદ્ભવે છે. વળી ત્યાં પરલોક સંબંધી દુર્ગતિના પ્રત્યાપાયો પણ છે. માટે તેવી પુરઃ કે પશ્ચાત્ સંખડીમાં સાધુએ આહારાર્થે જવા ન વિચારવું.
૧૨૮
• સૂત્ર-૩૫૦ :
તે સાધુ કે સાધ્વી કોઈ પ્રકારની સંખડી [જમણવાર] સાંભળીને, લક્ષ્યમાં રાખી ઉત્કંઠિત ચિત્તવાળા થઈને તે તરફ જલ્દીથી જશે અને વિચારશે કે નક્કી ત્યાં સંખડી છે. તે ભિન્ન ભિન્ન કુલોમાંથી સામુદાયિક ભિક્ષા લાવીને આહાર કરવાનો પરિશ્રમ નહીં કરે, પણ સંખડીનો સદોષ આહાર લાવીને કરશે. તે માયા સ્થાન સ્પર્શશે. સાધુએ આવું ન કરવું જોઈએ. પણ ભિક્ષા કાળે ઘણાં ઘરોથી દોષરહિત ભિક્ષા લાવીને [સાધુઓ] આહાર કરવો જોઈએ.
• વિવેચન :
તે ભિક્ષુ આગળ કે પાછળની કોઈપણ સંખડી બીજા પાસેથી કે જાતે સાંભળીને નિશ્ચય કરે કે ત્યાં અવશ્ય જમણ છે, તો ત્યાં ઉત્સુક બની અવશ્ય દોડે કે મને અદ્ભૂત ભોજન મળશે. તો ત્યાં ગયા પછી જુદા જુદા ઘરોથી સામુદાનીય એપણીય
આધાકર્માદિ દોષરહિત અને વેસિય - રજોહરણાદિ વેશ માત્રથી ઉપલબ્ધ ઉત્પાદનાદિ દોષરહિત એવો આહાર ગ્રહણ કરવાનું તેનાથી શક્ય નહીં બને.
તે ત્યાં માયા-કપટ પણ કરે. કેવી રીતે ? જુદા જુદા ઘેર ગૌચરી લેવાની પ્રતિજ્ઞા કરીને જાય પણ પૂર્વે કહ્યા મુજબ તેમ કરશે નહીં, તે સંખડીમાં જ જશે. [તેથી કહે છે-] સાધુ આલોક પરલોકના અપાય ભયને જાણીને સંખડી તરફ ન જાય. તે ભિક્ષુ કાળે સંખડીમાં જાય તો પણ જુદાજુદા સમયે જુદા જુદા ઘરોમાં જઈને સામુદાયિક પ્રાસુક આહાર-પાણી વેશમાત્રથી મળે તે ધાત્રિપિંડાદિ દોષરહિત આચાર ગ્રહણ કરી આહાર કરે. સંખડીને આશ્રીને વિશેષ કહે છે
• સૂત્ર-૩૫૧ :
તે સાધુ કે સાધ્વી એમ જાણે કે આ ગામ યાવત્ રાજધાનીમાં સંખડીજમણવાર થશે, તો તે ગામ ચાવત્ રાજધાનીમાં સંખડીમાં સંખડી લેવાનો વિચાર પણ ન કરે. કેવલી ભગવંતે કહ્યું છે કે, એમ કરવાથી કર્મબંધન થાય. તે જમણવારમાં ઘણી ભીડ થશે કે થોડા માટે ભોજન બનાવવા પર ઘણાં લોકો
પહોંચી જશે તો ત્યાં પગથી પગ ટકરાશે, હાથથી હાથ-મસ્તકથી મસ્તકનું સંઘન થશે. કાયાથી કાયાને વિક્ષોભ થાય, બીજા લોકો પણ સાધુને દંડથી, હાડકાથી, મુઠ્ઠીથી, ઢેફાથી, ઠીકરાથી પ્રહાર પણ કરે, તેમના પર સચિત્ત પાણી ફેંકે, ધૂળ વડે ઢાંકી દે, વળી તેને અનેષણીય જમવું પડે, બીજાને દેવાનું