________________
૧/૯/૨/૧૮૯ થી ૨૯૧
૧oo
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
રિ૯૦-] વળી ક્યારેક યાત્રીગૃહમાં, આરામગૃહમાં કે નગરમાં તો ક્યારેક મશાનમાં, ખંડેરમાં કે વૃક્ષની નીચે રહેતા હતા.
રિ૯૧-] આ રીતે ભગવંત ઉક્ત શસ્ત્રા-સ્થાનોમાં તેર વર્ષથી કંઈક ઓછો સમય રહ્યા. મનને સ્થિર કરી, રાત-દિવસ અપમત્ત બનીને સમાહિતપણે ધ્યાનમાં લીન રહા.
• વિવેચન-૨૮૯ થી ર૯૧ -
[૨૮૯-] ભગવંતને આહારના અભિગ્રહ માફક પ્રતિમા સિવાય પ્રાયઃ શય્યાનો અભિગ્રહ નથી. ફક્ત જ્યાં છેલ્લો પ્રહર થાય ત્યાંજ માલિકની આજ્ઞા લઈને રહેતા.
૩માવેશન - સર્વથા જ્યાં રહેવાય તે આવેશન-શૂન્યગૃહ છે. તથા - ગામ, નગરાદિમાં ત્યાંના લોકો તથા આગંતુકોને સુવા માટે બનાવાયેલ ભીંતોવાળું મકાન. પ્રપ - પાણી પાવાનું સ્થાન. તે આવેશન, સભા, પ્રપામાં તથા દુકાન, નવ - લુહાર, સુતરાદિના સ્થાનમાં, ઘાસના ઢગલામાં ઉપર લટકાવેલ માંચાની નીચે-ઉપર નહીં કેમકે માંચો પોલો હોય. ઉકત સ્થાનોમાં ભગવતે વાસ કર્યો.
રિ૦-] વળી માતાર - પ્રસંગે આવેલા કે આવીને ત્યાં બેસે તે ધર્મશાળા, તે ગામ કે નગરની બહાર હોય તથા આરામગૃહમાં, શ્મશાન કે શૂન્યાગારમાં • x - કે ઝાડની નીચે ભગવતે વાસ કર્યો.
[૨૯૧] ઉક્ત શયન-વસતિમાં ત્રણ જગને જાણનારા ભગવંતે કતુબદ્ધ કાળ કે ચોમાસામાં તપમાં ઉધત બનીને અથવા નિશ્ચલ મનવાળા થઈને વાસ કર્યો. કેટલો કાળ ? પ્રકર્ષથી તેરમાં વર્ષ સુધી, સમસ્ત રાત-દિવસ સંયમ અનુષ્ઠાનમાં ઉધમવાળા બનીને નિદ્રાદિ પ્રમાદરહિત તથા સમાધિત મનથી ધમાં કે શુક્લધ્યાન કર્યું.
સૂટ-૨૯૨, ૨૯૩ :
રિ-] ભગવતે બહુ નિદ્રા લીધી ન હતી. પોતાના આત્માને જાગૃત રાખતા હવે હું સૂઈ જઉં એ ભાવથી ભગવંત ક્યારેય ન સૂતા.
રિ૯૩-] ભગવંત નિદ્રા આવવા લાગે તો ઉભા થઈ જતા અને રો બહાર નીકળી મુહૂર્ત પર્યન્ત ફરી નિદ્રા ઉડાડી પાછા ધ્યાનસ્થ થતાં.
• વિવેચન-૨૯૨, ૨૯૩ -
[૨૯૨-] ભગવંત પ્રમાદરહિત બનીને નિદ્રા પણ વધુ લેતા નથી. તે જ પ્રમાણે બાર વર્ષમાં અસ્થિક ગ્રામે વ્યંતરના ઉપસર્ગ બાદ કાયોત્સર્ગે રહીને અંતમુહd સુધી સ્વપ્રો દેખતાં સુધી એકવાર નિદ્રા કરેલી ત્યાપછી ઉઠીને આત્માને કુશળ અનુષ્ઠાનમાં પ્રવતવિલ. અહીં થોડી શમ્યા હતી. ત્યાં પણ હું સુઈશ એવું વિચારીને સુતા નથી.
[૨૯૩-] વળી તે ભગવંત જાણે છે કે આ પ્રમાદ સંસાર ભ્રમણ માટે છે એમ જાણીને પુનઃ અપ્રમત્ત થઈ સંયમ ઉત્થાન વડે ઉઠીને વિચારે છે. તેમ છતાં જો નિદ્રા પ્રમાદ થાય તો ત્યાંથી નીકળીને શિયાળાની રહો ખુલ્લા સ્થાનમાં મુહમાં માત્ર નિદ્રા
પ્રમાદ દૂર કરવા ધ્યાને ઉભા રહ્યા.
• સત્ર-૨૯૪ થી ૨૯૭ -
રિ૯૪- શૂન્યગૃહ આદિ વસતિમાં ભગવંતને અનેક પ્રકારે ભયંક્ર ઉપસર્ગો થતા હતા. સાપ આદિ પ્રાણી અને ગીધ આદિ પાણી પીડા આપતા.
[૨૯૫-] અથવા ચોર કે લંપટ તેમને કષ્ટો આપતા કે હાથમાં શસ્ત્ર લઈ ફરતા ગ્રામરક્ષકો પીડા પહોંચાડતા. ક્યારેક કામાસક્ત સ્ત્રી કે પુરુષો તેમને ઉપસર્ગ કરતા હતા.
રિ૯૬-] ભગવંતે આ લોક અને પરલોક સંબંધી અનેક પ્રકારના ભયંકર ઉપસર્ગો સહન કર્યા. અનેક પ્રકારની સુગંધ-દુર્ગધ તથા પિય-અપિય શબ્દોમાં ભગવંત સમભાવથી રહ્યા.
[૨૯] ભગવંતે સદા સમિતિયુકત બનીને અનેક પ્રકારના સ્પર્શને સહન કર્યા. વિષાદ અને હાનિ દૂર કરી ભગવંત બહુ બોલતા ન હતા.
• વિવેચન-ર૯૪ થી ૨૯૭ :
[૨૯૪-] જ્યાં ઉત્કટક આસન આદિથી આશ્રય લેવાય તેવા સ્થાનોમાં કે સ્થાનો વડે તે ભગવંતને ભયાનક એવા ઠંડી, તાપ આદિ કે અનુકૂળ-પ્રતિકુળરૂપે ઘણા ઉપસર્ગો થયા. શૂન્યગૃહ આદિમાં સાપ, નોળીયા વગેરે ભગવંતનું માંસ ખાતા અથવા શ્મશાનમાં ગીધાદિ પક્ષી માંસ ખાતા.
૨૯૫-] વળી ‘ાવર' એટલે ચોર, પરદારલંપટ આદિ કોઈ શૂન્યગૃહમાં ઉપસર્ગો કરતા. તથા ગામરક્ષક-કોટવાળાદિ ક કે ચોતરા પર ઉભેલા ભગવંતને હાથમાં રાખેલ ભાલા વગેરેથી પીડા આપતા હતા. તથા ઇન્દ્રિય વડે ઉન્મત્ત થયેલ સ્ત્રીઓ ભગવંતનું સુંદર રૂપ જોઈ એકાંતમાં ભોગની યાચના કરતી, પુરુષો પણ તેમને ઉપસર્ગો કરતા હતા.
[૨૯૬-] આ લોકના એટલે મનુષ્ય કરેલ દુ:ખ સ્પર્શે તથા દેવ અને તિર્યચે. કરેલા ઉપસમાં; પરલોકના એટલે સ્વકર્મજન્ય દુ:ખ વિશેષને ભગવંત સમતાથી સહન કરે છે. અથવા આ જન્મમાં જે દંડ પ્રહારાદિથી દુઃખ આપે છે તે તથા પરલોક સંબંધી ભયંકર વિવિધ ઉપગોં કહે છે
સુગંધીવાળા તે કુલની માળા, ચંદન વગેરે. ગંધીવાળા તે કુથિત મડદાં વગેરે છે. તથા વીણા, વેણુ, મૃદંગાદિ જનિત મધુર શબ્દો અને ઉંટના બરાડા આદિ કાનમાં કઠોર લાગે તેવા અમનોજ્ઞ શબ્દો. આ બધામાં ભગવંત રાગદ્વેષરહિત થઈ તેને સહન કરે છે.
[૨૯] સદા કાળ પાંચ સમિતિથી યુક્ત ભગવંત જે કંઈ દુ:ખસ્પર્શી આવે ત્યારે સંયમમાં અરતિ લાવતા નથી અને ભોગોમાં તિ લાવતા નથી. બંનેનો તિરસ્કાર કરી સંયમ અનુષ્ઠાનમાં વર્તે છે. પોતે કોઈ જીવને દુ:ખ ન દે, એવા માહણ બનેલા, કોઈ નિમિત્ત જરૂર પડતા એક કે બે ઉત્તર આપતા પણ બહુ ના બોલતા થઈને વિચરે છે.