________________
૧/૯/૧/૨૭૫
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર
પણ પ્રાસુક જળ વડે જ કરી, જેમ જીવહિંસા ત્યાગી તેમ બીજા વ્રતો પણ પાડ્યા. તથા એકત્વ ભાવના ભાવિત અંતકરણવાળા બનીને ક્રોધવાળા શાંત કરી તથા કાયાને ગોપવીને રહ્યા. તે ભગવંત છઠાસ્ય કાળે સમ્યકત્વ ભાવના વડે ભાવિત અને ઇન્દ્રિયાદિ વડે શાંત હતા.
આવા ભગવંત ગૃહવાસમાં પણ સાવધ આરંભ ત્યાગી હતા, તો પછી દીક્ષા લીધા પછી નિસ્પૃહ કેમ ન હોય ? તે કહે છે
• સૂત્ર-૨૭૬ થી ૨૩૮ :
[૭૬-] પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, લીલ-કુગ, ભીજહરિતકાય તથા અન્ય વનસ્પતિકાય અને ત્રસકાયને સર્વ પ્રકારે જાણીને
રિ૭૭-] આ સર્વેમાં જીવ છે તે જોઈને, ચેતના છે તે જાણીને તેની હિંસાનો ત્યાગ કરીને ભગવંત વિચરવા લાગ્યા.
રિ૭૮-] સ્થાવર જીવ ત્રસરૂપે અને ત્રસજીવ સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે. અથવા સંસારી જીવ સર્વે યોનિમાં ઉત્પન્ન થઈ શકે. અજ્ઞાની જીત પોત-પોતાના કમનુિસાર પૃથફ પૃથફ યોનિઓને ધારણ કરે છે.
• વિવેચન-૨૭૬ થી ૨૩૮ :
[૨૬,૨૭] બંનેનો સંયુક્ત અર્થ આ પ્રમાણે - ભગવંત આ પૃથ્વીકાયાદિને સચિત જાણીને તેનો આરંભ ત્યાગી વિચરે છે.
તેમાં પૃથ્વીકાય સૂમ-બાદર બે ભેદે છે. સૂમ સર્વત્ર છે. બાદર પણ મૃદુ અને કઠિન બે ભેદે છે. તેમાં મૃદુ પૃથ્વી શ્વેતાદિ પાંચ વર્ષની છે અને કઠિન પૃથ્વી શર્કરા, વાલુકાદિ ૩૬ મેદવાળી છે. તે પૂર્વે કહ્યું છે અકાય પણ સૂમ-બાદર બે ભેદે છે. સૂક્ષ્મ પૂર્વવતુ બાદર શુદ્ધોદકાદિ પાંચ ભેદે છે. તેઉકાય પણ પૂર્વવત છે પણ બાદના ચાંગારાદિ પાંચ ભેદ છે. વાયુકાયાં બાદર વાયુકાયના ઉત્કલિકાદિ પાંચ ભેદ છે.
વનસ્પતિના સૂમ-બાદર બે ભેદ છે. તેમાં સૂક્ષ્મ સર્વત્ર છે. બાદરના અગ્ર, મૂળ, સ્કંધ, પર્વ, બીજ, સંપૂર્ઝન એ છ ભેદ છે. તે દરેકના પ્રત્યેક અને સાધારણ એમ બે ભેદ છે. પ્રત્યેક વૃક્ષ, ગુચ્છાદિ બાર ભેદે અને સાધારણ અનેક પ્રકારે છે. તે અનેક ભેદે હોવા છતાં સૂમ વનસ્પતિ સર્વગત અને અતીન્દ્રિય હોવાથી તેને છોડીને બાદર જ લીધી છે. તે આ પ્રમાણે - બીજાંકુર ભાવરહિત પનકાદિ, અJબીજાદિ, બાકી વનસ્પતિ.
છે આ પ્રમાણે પૃપી વગેરે ભૂતો છે, એમ જાણીને તથા તે સચેતન છે તેમ સમજીને ભગવંત મહાવીર તેના આરંભને છોડીને વિચર્યા.
પૃથ્વીકાય આદિના ત્રણ સ્થાવરપણે ભેદો બતાવીને હવે તેમનામાં પરસ્પર અનુગમન પણ છે, તે બતાવે છે
[૨૭૮-] સ્થાવર તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ છે. તે કસપણામાં બેઇન્દ્રિયાદિ રૂપે કર્મના વશમી જાય છે અને બસજીવો - કૃમિ આદિ. કર્મને લીધે પૃથ્વીકાયાદિમાં જાય છે. બીજે પણ કહ્યું છે કે –
હે ભગવન ! આ જીવ પૃથ્વીકાય - વાવ - પ્રસકાયપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! અનેક્વાર પૂર્વે તેમ ઉત્પન્ન થયેલ છે.
અથવા બધી યોનિઓમાં - x - આ જીવ ઉત્પન્ન થયો છે. જીવ સર્વ યોનિક અને સર્વે ગતિમાં જનાર છે. તે જીવો બાળ છે. રાગદ્વેષથી વ્યાપ્ત થઈ સ્વકૃત કર્મો વડે, સર્વ યોનિ ભાજત્વથી રહેલા છે. કહ્યું છે
આ લોકમાં વાળના અગ્રભાગ જેટલો પ્રદેશ મણ એવો નથી કે જયાં આ જીવે જન્મમરણની બાધા અનેકવાર પ્રાપ્ત કરી ન હોય. વળી તેવી શુદ્ધ રંગભૂમિ જગતમાં કોઈ નથી જ્યાં કર્મ શણગાર સજીને સર્વે સત્વો નાચ્યા નથી. ઇત્યાદિ-વળી
• સૂત્ર-૨૭૯ થી ૨૮૧ -
[[ર -] ભગવંતે વિચારપૂર્વક જાણું કે-ઉપાધિ વડે જીવો કર્મોથી લપાઈને દુ:ખ પામે છે. તેથી કમને સર્વથા જાણીને કર્મના કારણરૂપ પાપનો ભાગ કર્યો હતો.
ર૮૦-] જ્ઞાની અને મેધાવી ભગવંતે બે પ્રકારના કમને સારી રીતે જાણીને આદાનયોત, અતિપાત સ્રોત અને યોગને સર્વ પ્રકારે સમજીને બીજા કરતા વિલક્ષણ ક્રિયાનું પ્રતિપાદન કર્યું છે.
- રિ૮૧-] ભગવતે વય નિર્દોષ અહિંસાનો આશ્રય લઈ બીજાને પણ હિંસા ન કરવા સમજાવ્યું. જેણે સ્ત્રીઓને સમસ્ત કર્મોનું મૂળ પાણી છોડી દીધી . તે જ સાચા પરમાર્થદર્શ છે. ભગવંતે એવું જ કર્યું.
• વિવેચન-૨૭૯ થી ૨૮૧ -
રિ૭૯-] ભગવંત મહાવીરે જાણ્યું કે, દ્રવ્ય-ભાવ ઉપધિસહિત વર્તે તે સોપધિક કર્મથી લેપાઈ તે અજ્ઞાની કલેશને અનુભવે જ. અથવા સોપધિક અજ્ઞ સાધુ કર્મથી લેપાય છે, તેથી બધી રીતે કર્મ બંધાતું જાણીને ઉપધિનું કર્મ ત્યાગી દીધું. અર્થાત્ ઉપધિરૂપ પાપ કર્માનુષ્ઠાનનો ત્યાગ કર્યો.
[૨૮૦-] વળી - બે પ્રકારે કર્મ તે દ્વિવિધ કર્મ - ઇયપત્યય, સાંપરાયિક. તે બંનેને સર્વભાવજ્ઞ પ્રભુએ જાણી કર્મછેદન માટે સંયમ અનુષ્ઠાનરૂપ અનન્યસર્દશી ક્રિયા બતાવી, જે અન્યત્ર ક્યાંય નથી. ભગવંત કેવા હતા ? જ્ઞાની-કેવળજ્ઞાન વાળા. વળી તેમણે બીજું શું કહ્યું ? જેના વડે નવા કર્મો લેવાય તે આદાન. અર્થાતુ ખોટું ધ્યાન. ઇન્દ્રિય વિકાર સંબંધી તે સોત છે તે આદાન સ્રોત કહેવાય. તેને જાણીને તથા જીવહિંસારૂપ સોત અને મૃષાવાદાદિને જાણીને તથા મન-વચન-કાયાના યોગરૂપ દુષ્યનિ તે સર્વ પ્રકારે કર્મબંધને માટે છે તેમ જાણીને સંયમ કિયા બતાવી.
[૨૮૧-] આકર્ફિ એટલે હિંસા. અનાવૃદ્ધિ એટલે અહિંસા. પાપને ઓળંગી ગયેલ હોવાથી તે નિર્દોષ છે. ભગવંતે પોતે તે સ્વીકારી અને બીજાને પણ હિંસા પ્રવૃત્તિથી દૂર રાખ્યા તથા જેમણે સ્ત્રીઓ સ્વરૂપથી તથા વિપાકથી જાણી છે તે ‘પરિજ્ઞાતા' છે. તે સ્ત્રીઓ સર્વ કર્મ સમૂહો - પાપના ઉપાદાનરૂપ છે એવું જોયું છે તે જ યથાવસ્થિત સંસારસ્વભાવ જ્ઞાતા છે. અર્થાત્ સ્ત્રી સ્વભાવના પરિજ્ઞાનથી, તેનો