________________
૧/૯/ર૬૯ થી ર૦૧
[૭૧] ભગવત ગૃહયુક્ત સ્થાને જાય તો તેનો સંપર્ક છોડીને ધ્યાનમાં જ લીન રહેતા હતા. કોઈ પૂછે તો પણ બોલતા નહીં. પોતાના માર્ગે ચાલતા. એ રીતે સરળ ચિત્તવાળા ભગવંત મોક્ષમાર્ગ ન ઉલ્લંઘતા.
• વિવેચન :
[૨૬૯-] પછી પુરુષ પ્રમાણ પૌરુષી અર્થાત્ આત્મપ્રમાણ માર્ગે જતાં ઇર્ચા સમિત થઈ જાય. અહીં ધ્યાન એટલે ઇસમિતિપૂર્વક ચાલવું તે.
તે માર્ગ કેવો છે ? તિર્યમ્ ભિત્તિ એટલે ગાડાની ધુંસરી પ્રમાણે આગળ સાંકડો, આગળ જતાં પહોળો. કેવી રીતે જુએ છે ? આંખો વડે બરાબર યાના રાખીને જુએ. તેમને એ રીતે જતાં જોઈને કોઈ વખત બાળક, કુમાર આદિ ઉપસર્ગ કરે તે બતાવે છે - અહીં ‘ચક્ષુ' શબ્દ દર્શનનો પર્યાય છે. તે દર્શન વડે જ ડરેલા એકઠા થયેલા ઘણાં બાળક આદિ ધૂળની મુઠી વગેરેચી હણી હણીને ચાળા પાડવા લાગ્યા. બીજા બાળકોને બોલાવીને કહ્યું, જુઓ આ નાગો મુંડીયો છે. આ કોણ છે ? ક્યાંથી આવ્યો છે ? એમ કોલાહલ કરે.
[૨૭૦-] વળી જેમાં સુવાય તે શયન-વસતિ. તેમાં કોઈ નિમિત્તથી ભેગા મળેલા ગૃહસ્ય કે અન્યદર્શની હોય, તે સ્થાને તેમને કોઈ સ્ત્રીઓ પ્રાર્થના કરે, ત્યારે તેને શુભ માર્ગમાં ભુંગળ સમાન પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી, ત્યાગી મૈથુન ન સેવે શૂન્યગૃહમાં હોય ત્યારે ભાવ મૈથુન ન સેવે. આ પ્રમાણે તે ભગવંત પોતાના આત્મા વડે વૈરાગ્ય માર્ગે આત્માને દોરીને ધર્મધ્યાન કે શુકલધ્યાન ધ્યાવે. તથા
[૨૭૧-] જે કોઈ ઘરમાં રહે તે ‘ગૃહસ્થો' છે. તેઓ સાથે કારણે ભેગા થતાં દ્રવ્યથી અને ભાવથી મિશ્ર ભાવ છોડીને તે ભગવંત ધર્મધ્યાન ધ્યાવે. તથા કોઈ નિમિતથી ગૃહસ્થ પૂછે કે ન પૂછે તેઓ ન બોલે. તેઓ પોતાના કાર્ય માટે જ જાય છે. તેઓ બોલાવે તો પણ ભગવંત મોક્ષ પથ કે પોતાના યાનને છોડતા નથી. તેઓ સંયમ અનુષ્ઠાનમાં વર્તતા હોવાથી ઋજુ છે. નાગાર્જુનીયા કહે છે, કોઈ ગૃહસ્થ પૂછે કે ન પૂછે, ભગવંત પોતે પાપમાં સંમતિ આપતા નથી. વળી
• સૂત્ર-૨૭ર થી ૨૩૪ -
(૨૨-] ભગવંત અભિવાદન કરનારને આશીર્વચન કહેતા ન હતા અને યહીન લોકો દંડથી મારે કે વાળ ખેચે તો તેમને શાપ આપતા ન હતા, પણ મૌન ધારણ કરીને રહેતા હતા.
રિ૩-] ભગવંત દુસહ કઠોર શબ્દાદિની પરવા ન કરતાં સંયમમાં પરાક્રમ કરતા હતા. તેમને કથા, નૃત્ય, ગીત, દંડયુદ્ધ, મુષ્ટિયુદ્ધ આદિમાં કંઈ આશ્ચર્ય કે કુતૂહલ થતું ન હતું.
(ર૭૪-] કોઈ વખતે પરસ્પર કામાદિ કથાઓમાં લીન લોકોને જોઈને જ્ઞાતપુત્ર મહાવીર હર્ષ કે શોક ન કરતા મયમ ભાવમાં રહેતા. અનુકૂળપ્રતિકૂળ ભયંકર પરીષહ-ઉપસર્ગનું સ્મરણ ન કરી સંયમમાં વિચરતા.
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • વિવેચન-૨૭૨ થી ૩૪ :
[૨૭૨-] હવે કહેવાતી વાત બીજાઓને સુકર નથી. સાધારણ પુરષો માટે સરળ નથી. છતાં ભગવંતે કેમ આચર્યું ? તે બતાવે છે - કોઈ અભિવાદન કરે તો પણ કંઈ બોલતા નહીં. અભિવાદન ન કરનાર પર કોપતા નહીં અને પ્રતિકૂળ ઉપસી કરનાર પર વિરૂપ ભાવ ધરતા નહીં. જેમકે - અનાદિશમાં વિચર્યા ત્યારે ભગવંતને તે અનાર્ય પાપીઓએ દંડા વડે માય. વાળ ખેંચી દુ:ખી કર્યા [તો પણ સમભાવમાં રહ્યા. વળી
[૨૩] બીજા પાપીઓ કઠોર વચન વડે દુ:ખ દેતા, તેને ગણકાર્યા વિના ભગવંત જગતના સ્વભાવને જાણીને, ચાત્રિમાં પરાક્રમ બતાવી સમ્યક રીતે સહન કરતા, આખ્યાત, ગીત, નૃત્યને કૌતુક માનતા નહીં, દંડયુદ્ધ, મુષ્ટિયુદ્ધ સાંભળીને વિસ્મયયુક્ત કે ઉત્સુક થતા ન હતા. -તશા
| [૨૭૪-] કોઈ પરસ્પર કથા કરતા હોય કે કદાગ્રહી હોય છે આ બીજાની કથામાં ગૃદ્ધ હોય, તે અવસરે ભગવંત મહાવીર હર્ષ છોડીને તે બધાની કથામાં મધ્યસ્થ રહીને જોતા. આ તથા બીજા અનુકૂળ-પ્રતિકૂળ પરીષહ ઉપસર્ગો થતાં સહન ન થાય તેવા અતિશય દુ:ખો આવે તો પણ તેને ન ગણતાં સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કરતા. જ્ઞાત ક્ષત્રિયના પુત્ર વીર વર્ધમાનસ્વામી ભગવંત આ દુઃખોને સ્મરણમાં લાવતા નથી. અથવા ઘર એ શરણ છે, તે ન હોવાથી અશરણ અર્થાત સંયમમાં પરાક્રમ કરે છે.
એમાં આશ્ચર્ય શું છે કે ભગવંત અપરિમિત બળ, પરાક્રમી, પ્રતિજ્ઞા રૂપ મેરુ પર્વતે આરૂઢ થઈ પરાક્રમ કરે છે ? ભગવંતે દીક્ષા લીધી ન હતી ત્યારે પણ પ્રાસુક આહારથી નિર્વાહ કરેલો. ભગવંતના માતા-પિતા મૃત્યુ પામ્યા ત્યારે પ્રતિજ્ઞા પૂરી થઈ જાણી દીક્ષા લેવા તૈયાર થતાં જ્ઞાતિજનોએ કહ્યું કે, ઘા પર મીઠું છાંટવા જેવું કેમ કરો છો ? ત્યારે ભગવંતે વિચાર્યું કે જો અત્યારે દીક્ષા લઈશ તો ઘણાં લોકો દુઃખી દુ:ખી થશે. તેથી તેમણે પૂછયું કે, કેટલો કાળ ઘેર રહેવું ? તેઓએ કહ્યું, બે વર્ષ. ભગવંત કહે, ઠીક, પણ આહાર આદિ મારી ઇચ્છાએ કરીશ. મારી ઇચ્છા તોડવી નહીં. તેઓએ પણ વિચાર્યું કે, આ રીતે પણ ભલે રહેતા. તેથી બધાં સંમત થયા.
ત્યારપછી ભગવંતે તે વચનને અનુસરીને સાધુવૃતિએ રહ્યા. પછી પોતાનો દીક્ષાનો અવસર જાણીને સંસારની અસારતા સમજી તીપિવર્તન માટે ઉધત થયા. તે દશવિ છે
• સૂગ-૨૫ ?
દીક્ષા પુર્વે બે વર્ષથી કંઈક વધુ સમય ભગવંતે સચિત્ત જળનો ઉપભોગ ન કર્યો. ગૃહસ્થાવસ્થામાં પણ એકતભાવનાનું ચિંતન કરતા હતા. કોધાદિ કષાયને શાંત કરી, સમ્યક્ત ભાવનાથી ભાવિત થઈ રહેતા હતા. તેમના ઇન્દ્રિય અને મન શાંત હdi.
• વિવેચન :ભગવંતે સાધિક બે વર્ષ સચિત જળનો ભોગ ન કર્યો. પગ ધોવાદિ કિયા