________________
૧/૮/૧/૨૧૩
૫૮
કહું છું. પૂિર્વોક્ત વાદીઓને સાધુ સંક્ષેપથી કહે કે સર્વત્ર સંમત એવા પાપકર્મને મેં છોડી દીધું છે. આ મારો વિવેક કહ્યો છે.
ધર્મ ગામમાં થાય કે અરણયમાં ? તે ન ગામમાં થાય, ન અરણયમાં. તેને જ ધર્મ જાણો જે મતિમાન મહામાનવ ભગવતે બતાવેલ છે. તે ભગવતે ત્રણ ચમ અિહિંસા, સત્ય, અપરિગ્રહ] કહેલ છે. આર્યપુર તેને સારી રીતે સમજી તેમાં સદા સાવધાન રહે. જે પાપકર્મોથી નિવૃત્ત છે તેને નિદાનરહિત કહેલા છે.
• વિવેચન :
વસ્તુનું આ સ્યાદ્વાદરૂપ લક્ષણ બધાં વ્યવહારને અનુસરનારે કોઈપણ વખત ન હણાનાર ભગવંત મહાવીરે કહેલું છે તથા હવે પછી કહેવાનાર છે. તેઓ કેવા છે ? નિરાવરણ અને સતત ઉપયોગવાળા (કેવળજ્ઞાનથી] તેઓ આશુપજ્ઞ છે. જ્ઞાન ઉપયોગથી ‘જાણતા અને દર્શન ઉપયોગથી ‘દેખતા' ભગવંતે આ ધર્મ કહ્યો છે. તેવો ધર્મ એકાંતવાદીઓએ કહ્યો નથી. અથવા ગતિ તે વાચાની છે - ભાષાસમિતિ છે. ભગવંતે આ ભાષાસમિતિ જાળવવા કહ્યું છે.
અથવા અસ્તિ, નાતિ, ધ્રુવ, અધુવ આદિ બોલનારા વાદીઓ વાદ કરવાને માટે તૈયાર થયેલા ૩૬૩ પાવાદુકો છે. તેમની પ્રતિજ્ઞા, હેતુ, દેટાંત ઉપન્યાસ દ્વાર વડે ભૂલો બતાવી તેમને સખ્ય ઉત્તર આપવો. અથવા વચનગુતિ રાખવી, તેમ હું કહું છું અને હવે કહીશ. તે વાદીઓ જે વાદ કરવા આવે તેમને આમ કહેવું, તમારામાં બધે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિનો આરંભ કરવો, કરાવવો, અનુમોદવો એમ સંમતિ આપી છે, એવી બધી જગ્યાએ આ પાપ અનુષ્ઠાન છે એમ અમારો મત છે. તેમાં સંમત થઈ શકાય નહીં, તે બતાવવા કહે છે
- આ પાપ અનુષ્ઠાન છોડીને હું રહ્યો છું. એ જ મારો વિવેક છે. તેથી હું બધાથી અપતિસિદ્ધ યવ દ્વારો વાળા સાથે કેવી રીતે ભાષણ કર્યું. તેથી વાદ કરવો દૂર રહો. એ પ્રમાણે અસમનુજ્ઞનો વિવેક કરે છે.
પ્રશ્ન - અન્યતીથિંકો પાપસંમત, અજ્ઞાની, મિથ્યાર્દષ્ટિ, ચાત્રિરહિત અને અતપસ્વી છે તેવું કેમ કહો છો ? - કારણ કે તેઓ ન ખેડાયેલ ભૂમિ ઉપરના વનમાં વાસ કરે છે, કંદમૂળ ખાય છે, વૃક્ષને આશરે રહે છે.
ઉત્તર- અરણ્યવાસથી જ ધર્મ નથી. જીવ-જીવના સંપૂર્ણ જ્ઞાનથી તથા તેવા અનુષ્ઠાનથી ધર્મ છે, તેવો ધર્મ તેમનામાં નથી, તેથી તેઓ અસમનોજ્ઞ છે. વળી સારા-માઠાંનો વિવેક જેમાં હોય તે ધર્મ છે અને તેવો ધર્મ ગામમાં પણ થાય, અરણ્યમાં પણ થાય. ધર્મનું નિમિત્ત કે આધાર ગામ કે અરણ્ય નથી. જેથી ભગવંતે રહેવાસ કે બીજો કોઈ આશ્રય લઈને ધર્મ બતાવ્યો નથી. પણ જીવાદિ તાવના જ્ઞાન કે સમ્યગું અનુષ્ઠાન વડે તું ધર્મને જાણ, એવું ભગવંત મહાવીરે કહ્યું છે.
તે ભગવંત કેવા છે ? મનન-સર્વ પદાર્થ પરિજ્ઞાન તે જ મતિ છે અને તે મતિવાળા અર્થાત્ કેવલી ભગવંતે ત્રણ ચામરૂપ ધર્મ કહ્યો છે. યામ એટલે વ્રત વિશેષ - પ્રાણાતિપાત, મૃષાવાદ, પરિગ્રહ એ ત્રણેનો ત્યાગ. અદત્તાદાન અને મૈથુન ત્રણેનો
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ પરિગ્રહમાં સમાવેશ કર્યો છે. અથવા યામ એટલે વય-અવસ્થા. તે આ પ્રમાણે -(૧) આઠ થી ૩૦ વર્ષ, (૨) ૩૧ થી ૬૦ વર્ષ, (3) ૬૧ વર્ષથી ઉપર. એ રીતે અતિ બાલા કે વૃદ્ધને નિવાર્યા. અથવા જેના વડે સંસારભ્રમણ દૂર થાય તે ચામ, જે જ્ઞાન, દર્શન, ચાસ્વિરૂપ છે.
જો આ પ્રમાણે છે તો શું કરવું ? અવસ્થા વિશેષ કે જ્ઞાનાદિમાં આર્ય દેશમાં ઉત્પન્ન કે હેય ધર્મો દૂર કરનારા બોધ પામેલા, સમુસ્થિત સાધુઓ કેવા છે ? તે બતાવે છે . જેઓ ક્રોધાદિ દૂર કરી શાંત થયા છે, પાપકર્મમાં નિદાનરહિત છે, તેવા સાધુનું જ અહીં પ્રતિપાદન કરેલ છે.
તેઓ ક્યાં પાપકર્મમાં નિદાનરહિત છે ? તે બતાવે છે- સૂગ-૧૪ -
ઊંચી, નીચી, તિછ અને સર્વે દિશ-વિદિશાઓમાં પ્રત્યેક જીવમાં કર્મ સમારંભ રહેલો છે. તે જાણીને મેધાવી સાધક સ્વયં છ કાય જીવનો દંડ સમારંભ ન કરે, બીજ પાસે દંડ સમારંભ ન કરાવે, દંડ સમારંભ કરનારની અનુમોદના ન કરે. જેઓ આ છ કાયને દંડ સમારંભ કરે છે, તે જોઈ અમે લm પામીએ છીએ. એ જાણી મેઘાવી મુનિ હિંસા કે અન્ય દંડ ન કરે - દંડ સમારંભ ન કરે. તેમ હું કહું છું.
• વિવેચન :
ઉંચે, નીચે, તિથ્વી કે જે જે દિશા અને વિદિશા છે, તેમાં કેન્દ્રિય સૂક્ષ્મ બાદર આદિમાં જે કર્મોનો સમારંભ છે-જીવોને દુઃખ દેવારૂપ જે ક્રિયા સમારંભ છે, તેને જ્ઞ પરિજ્ઞા વડે જાણી, પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે મર્યાદામાં રહેલ મેઘાવી મુનિ ત્યાગ કરે. કેવી રીતે ભાગે ? પોતે પોતાના આત્માથી જ ચૌદ ભૂતગ્રામમાં રહેલા પૃથ્વીકાયાદિનો હિંસારૂપ સમારંભ ન કરે, બીજા પાસે ન કરાવે, અન્ય આરંભીને અનુમોદે નહીં.
તે હિંસાના કરનારથી અમે લજજા પામીએ છીએ. એવો વિચાર કરીને, તથા તે જીવની હિંસા મહા અનર્થ માટે છે, એમ જાણીને મેધાવી મુનિ હિંસા તથા મૃષાવાદ આદિ દંડથી ડરે. એ રીતે દંડલીટ થઈ જીવ હિંસાદિ કાર્ય ન કરે. કરણગિક યોગનિક વડે તેને ત્યારે. તેમ હું કહું છું.
અધ્યયન-૮ “વિમોક્ષ” ઉદ્દેશો-૧ “અસમનોજ્ઞવિમોક્ષ'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
* અધ્યયન-૮ ઉદ્દેશો-૨ “અકલ્પનીય વિમોક્ષ”
o પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજો કહે છે, તેનો સંબંધ આ પ્રમાણે-ઉદ્દેશા૧ માં પાપરહિત સંયમ પાળવા માટે કુશીલ પરિત્યાગ બતાવ્યો. તે આ કલાનીય પરિત્યાગ વિના સંપૂર્ણતા ન પામે. માટે અકલાનીય પરિત્યાગ અર્થે આ ઉદ્દેશો કહે