________________
૧/૮/૧/૧૨ જે અર્થરૂપે ત્યાં આપણે વિચારવાની શું જરૂર ? આ શરીર, વિષય, ઇન્દ્રિયો બધું ભૌતિક છે, તો પણ મંદબુદ્ધિઓ તેને તવ કહે છે.
વળી સાંગાદિ કહે છે, લોક નિત્ય છે, કેમકે પ્રગટ કે લય એ જ માત્ર ઉત્પાત-વિનાશ છે. કેમકે નથી તેનો ઉત્પાદ નથી, છે તેનો નાશ નથી. અથવા નદી, સમુદ્ર, પૃથ્વી, પર્વત, આકાશનું નિશ્ચયપણું હોવાથી તે ધ્રુવ છે. શાકાદિ કહે છે લોક અનિત્ય છે, કેમકે પ્રતિક્ષણ તેનો સ્વભાવ ક્ષય થવા રૂપ છે. વિનાશના હેતુના અભાવથી અને નિત્ય વસ્તુના અનુકમથી બધું અનિત્ય છે અથવા અધુવ તે ચલ છે, જેમ ભૂગોલ કેટલાકના મતે ચલાયમાન છે અને સૂર્ય સ્થિર છે. સૂર્યમંડલ દૂર હોવાથી પૂર્વથી જોનારને સૂર્યનો ઉદય દેખાય, નીચે રહેલાને મધ્યાહ્ન, દૂર રહેલાને અસ્ત દેખાય છે. બીજા કોઈ માને છે કે લોકની આદિ છે
તેઓ કહે છે, આ બધું પૂર્વે અંધારારૂપ, અજાણ્યું, લક્ષણહીન, વિચારાય નહીં તેવું, અવિડ્રોય, સુતેલા જેવું હતું. તે એક સમુદ્રરૂપ હતું. સ્થાવર-જંગમ તથા દેવમનુષ્યો ન હતા. નાગ તથા રાક્ષસ ન હતા. ફક્ત પોલાણરૂપ, મહાભૂતોથી રહિત હતું. તેમાં અચિંત્ય આત્મા પ્રભુ સુતા સુતા તપ કરી રહ્યા હતા. તે ત્યાં સુતેલા પ્રભુની નાભિમાંથી કમળ નીકળ્યું, જે ઉગતા સૂર્યમંડળ જેવું સોનાની કર્ણિકાવાળું હતું.
તે કમળમાંથી ભગવાન દંડ ધાક અને જનોઈયુક્ત બ્રહ્મા ઉત્પન્ન થયા તેણે જગની માતાઓ સર્જી. દેવોની માતા અદિતિ છે, અસુરોની દિતિ છે. મનુષ્યોની મનુ, પક્ષીની વિનીતા છે. • x • સરી સૃપની માતા ક૬ છે, નાગજાતિની સુલતા, ચતુષ્પદની સુરભિ, સર્વે બીજોની માતા ઇલા છે.
બીજા મતવાળા કોઈ લોકને અનાદિ કહે છે
જેમકે શાક્યો કહે છે કે, હે ભિક્ષુઓ ! આ સંસાર અનાદિ છે. તેની પૂર્વ કોટી જણાતી નથી. નિરવરણ સવોને અવિધા નથી, સવોનો ઉત્પાદ નથી. વળી આ લોક સંતવાળો છે, જગતના પ્રલયમાં સર્વનો વિનાશ છે. [કોઈ મતે આ લોક અનંત છે કેમકે વિધમાન વસ્તુનો સર્વથા નાશ અસંભવ છે. તેમાં જેમના મતે આદિ છે તેઓ લોકનો અંત માને છે, જેમના મતે અનાદિ છે તે લોકને અનંત માને છે.
કેટલાક આ બંનેને માને છે - કહ્યું છે કે, લોકમાં પૂર્વે બે પુરુષો જ હતા. ક્ષર અને અક્ષર, ક્ષરમાં સર્વે ભૂતો છે, અક્ષર તે કૂટસ્થ છે.
આ પ્રમાણે પરમાર્થને ન જાણતા “લોક છે' ઇત્યાદિ વિવાદ કરતા વિવિધ વાણી યોજે છે. તે જ પ્રમાણે આત્માને પણ જુદી જુદી રીતે કહે છે - જેમકે સારુ કર્યું કે સર્વ સંગ ત્યાગીને મહાવ્રત લીધા. બીજા કોઈ કહે છે કે, ખોટું કર્યું કે મુખ્ય સ્ત્રીને પુત્ર ઉત્પન્ન કર્યા વિના તેં ત્યાગી તથા કોઈ દીક્ષા લેવા તૈયાર થાય તેને કહે છે, આ કલ્યાણ છે. તો બીજી કહે છે કે, પાખંડીના જાળમાં ફસાયેલો આ કાયર છે, ગૃહસ્થાશ્રમ પાળવા અસમર્થ છે. વિના પુત્રે દીક્ષા લેવી તે પાપ છે. આ સાધુ છે - આ અસાધુ છે.
આ રીતે પોતાની મતિ કલાના મુજબ બોલે છે. તથા સિદ્ધિ છે – સિદ્ધિ નથી.
૫૬
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ નક છે - નરક નથી. એ પ્રમાણે બીજું પણ પોતાના આગ્રહ મુજબ બોલ્યા કરે છે - તે બતાવે છે. આ પૂર્વે બતાવેલ લોક આદિને આશ્રીને જુદુ જુદુ માનનારા તે વિપ્રતિપન્ન વાદીઓ છે તેમ કહે છે–
સૃષ્ટિના વાદીઓ બધું જ મતિલિંગ અને કૃત્રિમ માને છે. સકલ લોક, માહેશ્વરાદિ સાદિ પર્યા છે. કોઈ નારી તથા ઈશ્વરથી ઉત્પન્ન થયેલ માને છે, કોઈ સોમ-અગ્નિથી ઉત્પન્ન માને છે. કેટલાંક દ્રવ્યગુણ આદિ છ વિકલાવાળું જગત્ માને છે. કેટલાંક જગતને ઈશ્વર પ્રેરિત અને કેટલાંક બ્રહ્માકૃત માને છે. કાપિલમતવાળા અવ્યક્ત વિશ્વ માને છે. કોઈ બધુ સ્વાભાવિક માને છે, કોઈ ભૂતોના વિકારથી થયેલું માને છે. કોઈ જગને અનેકરૂપવાળું માને છે. આ પ્રમાણે બધાં પોતાના મત કહે છે.
જેમણે સ્યાદ્વાદ સમદ્ર અવગાહ્યો નથી તેવા એકાંશ ગ્રહણ મતિ ભેટવાળા પરસ્પર દોષિત બતાવે છે. તે કહે છે, લોક, ક્રિયા, આભા, તવ સંબંધી વિભિન્ન અર્થવાદીઓ બતાવે છે, જેમણે સ્યાદ્વાદથી વિનિશ્ચય કર્યા વિના તcવવર્ણન કર્યું છે. પણ જેમણે ચાદ્વાદ મતનો નિશ્ચય કર્યો છે, તેમણે અસ્તિત્વનાસ્તિત્વથી નય અભિપ્રાય મુજબ અર્થ કર્યો હોવાથી વિવાદનો અભાવ જ છે. તેનો વિસ્તાર અને કરેલ નથી. સૂયગડાંગ આદિ સૂત્રમાં તેનો વિસ્તાર છે.
તે બધાં પરસ્પર વિવાદ કરતા પોતાના મતના આગ્રહ કરતા પોતે નાશ પામ્યા છે અને બીજાનો પણ નાશ કરે છે. જેમકે - કેટલાંક સુખથી ધર્મને ઇચ્છે છે, બીજા દુઃખથી તો કોઈ નાનથી ધર્મ માને છે. તથા કહે છે કે, મારો જ ધર્મ મોક્ષ માટે છે, બીજા ધર્મ નામ લેવા જેવા નથી. એમ બોલનારા તુચ્છ ધર્મવાળા પરમાર્થ ન જાણતાને ફસાવે છે. તેનો ઉત્તર જૈિનાચાયો આપે છે. લોક છે કે નથી તે તમે જાણો. * * * * * [અહીં જે વાદ રજુ થયો છે, તે અમારું કાર્યોx welી, તેથી સંક્ષેપમાં કહેલ છે.]
દરેક મતમાં કોઈ હેતુ છે, તે ન માનો તો બધું એકાંત થઈ જશે. જેમ ‘લોક છે' તેમ માને તો લોક સિદ્ધ નહીં થાય. અથવા લોક સર્વગત સિદ્ધ થશે. ઇત્યાદિ - X - X - ‘લોક નથી' તેમ કહો તો “તમે ક્યાં છો ?' એવા પ્રશ્નો આવશે. આ પ્રમાણે દરેકે વિચારીને એકાંતવાદીનું સમાધાન કરવું. અમારા સ્યાદ્વાદ જિન] મતમાં ‘કથંચિતુ” ચશના સ્વીકારથી ઉક્ત દોષો સંભવતા નથી. કારણ કે સ્વ-પર સતાથી વિવક્ષા કરાયેલ હોવાથી જે સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, સ્વભાવની વસ્તુનું અસ્તિપણું છે, તે પર દ્રવ્ય આદિ અપેક્ષાએ નાસ્તિપણું છે - x • x - જો આ રીતે ન માનીએ તો વસ્તુની વ્યવસ્થા રહે નહીં. ઇત્યાદિ. - X - X - X -
આ પ્રમાણે તે એકાંતવાદીઓનો ધર્મ યોગ્ય રીતે કહેવાયો નથી. તેમ શાસ્ત્ર પ્રણયન વડે સારી રીતે પ્રજ્ઞાપિત નથી. - x • જો તે વાદીઓએ કહેલ એકાંત પક્ષ બરોબર નથી તો કેવો ધર્મ સુપજ્ઞાપિત થાય ?
• સૂત્ર-૨૧૩ :
જે પ્રકારે ‘સુપજ્ઞ' ભગવંત [મહાવીર) જ્ઞાન-દર્શન ઉપયુક્ત થઈ આ ધર્મ કહaો છે, મુનિ તે જ પ્રમાણે નિરૂપણ કરે અથવા મૌન ધારણ કરે તેમ હું