________________
૧/૩/૨/૧૨૦
વસ્તુ સ્વરૂપ કહેનાર જિન-આગમ સત્ય છે. તેમાં જિનાજ્ઞાનુસાર કુમાર્ગના ત્યાગ કરીને ધૃતિ કર. તે જિનવચનમાં રક્ત બનીને મેધાવી સાધુ સંસારના ભ્રમણરૂપ પાપકર્મોનો ક્ષય કરે છે.
૨૦૧
આ રીતે અપ્રમાદ કહ્યો. તેનો શત્રુ તે પ્રમાદ. પ્રમાદી કેવો થાય ? • સૂત્ર-૧૨૧ :
તે અસંયમી પુરુષ અનેક ચિત્તવાળો છે. તે ચાળણી કે સમુદ્ર ભરવા ઇચ્છે
છે. તે બીજાના વધ, પરિતાપ, પરિગ્રહ, જનપદ વધ, જનપદ પરિતાપ, જનપદ પરિગ્રહને માટે પ્રવૃત્તિ કરે છે.]
• વિવેચન :
અનેચિત્ત એટલે ખેતી, વેપાર, મજૂરી આદિ કાર્યમાં જેનું ચિત્ત છે તે. તે સંસારસુખના અભિલાષથી અનેક ચિત્ત [ચંચળ] છે. અયંપુરુષ એટલે સંસારી જીવ. - x - આ અનેક ચિત્તવાળો શું કરે ? તે કહે છે–
જેવા દ્રવ્ય કેતન એટલે ચાલણી, પરિપૂર્ણક-સમુદ્ર. ભાવ કેતન તે લોભેચ્છા. આ ચંચળ પુરુષ - X તેને ભરવા ઇચ્છે છે. અર્થાત્ પૈસાના લોભમાં શક્ય
અશક્યના વિચાર વિના અશક્ય અનુષ્ઠાનમાં વર્તે છે અને લોભની ઇચ્છા પૂર્ણ કરવામાં વ્યાકુળ મતિવાળો બનીને તે–
લોભપૂરણે પ્રવૃત્ત થઈ બીજા પ્રાણીનો વધ કરે છે, બીજાને શરીર-મનના પરિતાપ આપે છે, બીજા દ્વિપદ-ચતુષ્પદાદિનો સંગ્રહ કરે છે. તથા જનપદમાં થયેલ કાળપુષ્ટ કે રાજા આદિના વધને માટે, લોકોની નિંદા માટે - આ ચોર છે ઇત્યાદિ કહે છે કે બીજાના છિદ્રો ઉઘાડા પાડે છે. જનપદનો પરિગ્રહ કરવા પ્રવર્તે છે. આવા લોભી વધાદિ ક્રિયા સિવાય બીજું શું કરે ? તે કહે છે–
- સૂત્ર-૧૨૨ :
વધ-પરિતાપ આદિનું આસેવન કરીને કેટલાયે પ્રાણી સંયમમાર્ગમાં ઉધમવંત
થયા છે. તેથી તેઓ બીજા મૃષાવાદ અસંયમને સેવતા નથી.
હૈ જ્ઞાની ! વિષયોને નિસ્સાર જાણ, દેવોના પણ ઉપપાત-વન જાણીને હે માહણ ! તું અન્ય મોક્ષમાર્ગમાં વિચર.
તે [અનન્ય સેવ] પ્રાણીઓની હિંસા ન કરે, ન કરાવે, ન અનુમોદે. વિષયભોગ જનિત આનંદની જુગુપ્સા કર, સ્ત્રીમાં રામરહિત થા. ‘અણવમદર્શી' પાપકર્મોથી ઉદાસીન રહે છે.
• વિવેચન :
ઉક્ત વધ, પરિગ્રહ, પરિતાપનાદિ સેવીને લોભેચ્છા પૂર્ણ કરીને ભરત રાજાર્દિ મનુષ્યો મન, વચન, કાયાથી શુભ વ્યાપારમાં અર્થાત્ સંયમ અનુષ્ઠાનમાં યત્ન કરે છે, તે જ ભવે મોક્ષમાં જાય છે. સંયમ અનુષ્ઠાનમાં વર્તીને કામભોગ, હિંસાદિ આશ્રવો તજીને શું કરવુ તે કહે છે–
જેણે ભોગ તજ્યા છે તે પ્રતિજ્ઞા કરીને ભોગ લાલચુતાથી મૃષાવાદ કે અસંયમને
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
સેવતા નથી, જે વિષયાર્થે અસંયમને સેવે છે, તે વિષયો નિસ્સાર છે. કારણ કે સાર વસ્તુ મેળવવાથી તૃપ્તિ થાય છે, પણ જે વસ્તુથી તૃષ્ણા વધે તે નિસ્સાર છે એવું જોઈને તત્ત્વજ્ઞ સાધુ વિષયેચ્છા ન કરે. માત્ર મનુષ્યોના જ નહીં દેવોનું વિષયસુખ પણ અનિત્ય છે અને જીવિત અનિત્ય છે તે બતાવે છે - ઉપપાત એટલે જન્મ, ચ્યવન એટલે નાશ. તે જાણીને વિષય સંગનો ત્યાગ કરજે કેમકે વિષયસમૂહ કે બધો સંસાર કે સર્વે સ્થાન અશાશ્વત છે, તેથી શું કરવું તે કહે છે–
મોક્ષમાર્ગથી અન્ય અસંયમ છે તે અન્યને છોડીને અનન્ય જ્ઞાનાદિને સેવ. માદા એટલે મુનિ. આ અનન્યસેવી મુનિ પ્રાણિને હણે નહીં. બીજા પાસે હણાવે નહીં. હણનારની અનુમોદના ન કરે.
ચતુર્થવ્રતની સિદ્ધિ માટે કહે છે - વિષયજનિત આનંદની તું જુગુપ્સા કર.
૨૦૨
સ્ત્રીથી રાહરહિત થઈ ભાવના કર કે - આ વિષયો કિંપાક ફળ જેવા અને - x - કડવા ફળ આપનારા છે, તે જાણીને વિષયસુખ પરિગ્રહને ત્યાગી દે. હવે ઉત્તમ ધર્મ પાળવા માટે કહે છે - અવમ - મિથ્યાદર્શન, અવિરતિ આદિ, અવનમ એટલે સંયમ આદિ. તેને દેખનાર તે ગોમતી - સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રવાન. આવા થઈને સ્ત્રીસંગની બુદ્ધિને દૂર કર. વિષયોની નિંદા કર. જે અનવમદર્શી છે તે પાપકર્મોથી દૂર રહે છે.
- સૂત્ર-૧૨૩-૧૨૪ -
વીર પુરુષ ક્રોધ અને માનને મારે, લોભને મહાન નકરૂપે જુએ લઘુભૂત બનવાનો અભિલાષી વીર હિંસાથી વિરત થઈ સ્રોતને છેદે.
હે ધીર ! ગ્રંથ-પરિગ્રહને જાણીને આજે જ છોડ, સ્રોત-વિષયોને જાણીને ઇન્દ્રિયનું દમન કર. આ માનવજન્મમાં ‘ઉન્મજનનો અવસર મળેલ છે, તો પ્રાણીઓના પ્રાણનો સંહાર ના કર. તેમ હું કહું છું.
• વિવેચન :
ક્રોધ જેની આદિમાં છે તે ક્રોધાદિ. જેના વડે માય તે માન. તે અનંતાનુબંધી આદિ ચાર ભેદે છે. - ૪ - માન એટલે ગર્વ. જે ક્રોધનું કારણ છે તેને હણે તે વીર છે. જેમ દ્વેષરૂપ ક્રોધ-માનને હણે તેમ રાગ દૂર કરવા અનંતાનુબંધી આદિ ચાર ભેદવાળા લોભની સ્થિતિ અને વિપાકને જો. તેની સ્થિતિ દશમા ગુણઠાણા સુધી છે અને વિપાક અપ્રતિષ્ઠાન મહાનરકની પ્રાપ્તિ સુધી છે. આગમમાં કહ્યું છે - માછલા, મનુષ્યો મરીને સાતમી નાસ્કી સુધી જાય. તે મુજબ મહા લોભી મરીને સાતમી નાકી
પણ પામે.
તો શું કરવું ? જે લોભથી પ્રાણિવધ આદિ પ્રવૃત્તિથી મહાનકને પામે છે, તેથી વીરપુરુષ લોભના હેતુરૂપ હિંસાથી વિસ્ત થાય. વળી શોક અથવા ભાવશ્રોતને દૂર કરે. તે માટે મોક્ષ કે સંયમ તરફ જનારો લઘુભૂતગામી થાય અથવા લઘુભૂત થવાની
ઇચ્છાવાળો બને.
આગળ કહે છે - બાહ્ય અત્યંતર બે પ્રકારની ગાંઠને જ્ઞ પરિજ્ઞા વડે જાણીને