________________
૧/૩/ર/૧૧૨
૧૯
૨૦૦
જો આમ છે તો સાધુએ શું કરવું ? જે હિંસાદિમાં ક્ત છે, વિષયકપાયાદિ યુક્ત છે તેવા અજ્ઞાની જીવો સાથે હાસ્યાદિ સંગ ન કરવો. સંગ કરે તો પરસ્પર લડાઈ થતાં - x - વૈર વધે છે. જેમ ગુણસેને કરેલા હાસ્યને કારણે અગ્નિશમ સુધી વૈર ચાલ્યું - x - જો આમ છે તો શું કરવું ?
• સૂત્ર-૧૧૮ -
તેથી ઉત્તમજ્ઞાની મોક્ષ પદને જાણીને, આતંક જોઈને પાપ ન કરે. હે ધીર ! તું આગ્ર અને મૂલકને દૂર કર કર્મો તોડીને નિકમદર્શી બન.
• વિવેચન *
અજ્ઞાનીના સંગથી વૈર વધે છે. તેથી ગીતાર્થ મોક્ષપદ કે સર્વ વિરતિ કે સભ્ય જ્ઞાન-દર્શનને જાણીને કાર્યકર્તા - નકાદિ દુ:ખને જોનાર પાપાનુબંધી કર્મ ન કરે - ન કરાવે, ન અનુમોદે. તેમજ ભવોપગાહી કર્મ અને મૂન ઘાતીકમ અથવા પૂન તે મોહનીય, બાકીના મસા અથવા મૂન - મિથ્યાત્વ, મ શેષ પ્રકૃતિ. એ બધાંને દૂર કર.
આ સૂત્રથી સૂચવે છે કે કર્મપુદ્ગલોનો આત્યંતિક ક્ષય ન થાય પણ આભાથી પૃથક્ર-દૂર થઈ શકે.
મોહનીય કે મિથ્યાત્વને ‘મૂન' કહ્યું કેમકે તેનાથી બાકી બધા કર્મનો બંધ પડે છે. કહ્યું છે કે, મોહ વિના કર્મબંધ નથી, મોહ અનેકવિધ બંધન છે, પ્રકૃતિનો મહા વિભવ છે, અનાદિ ભવનો હેતુ છે. તે વારંવાર બંધાય છે, એવી કર્મોની કુટિલ ગતિ પ્રભો ! આપે બતાવી છે.
આગમમાં કહ્યું છે, “હે ભગવન્! જીવો આઠ કર્મ કઈ રીતે બાંધે છે ? હે ગૌતમ ! જ્ઞાનાવરણીયના ઉદયથી દર્શનાવરણીય કર્મ બાંધે છે, દર્શનાવરણીયથી દર્શનમોહનીય, તેનાથી મિથ્યાવ, મિથ્યાવથી જીવ આઠે કર્મપ્રકૃતિ બાંધે. તે રીતે મોહનીયકર્મના ક્ષયથી ક્ષય પામે.
કહ્યું છે કે, નાયક હણાતા જેમ સેના નાશ પામે તેમ મોહનીયકર્મ ક્ષય થવાથી બીજા સાત કમ નાશ પામે છે.
અથવા મૂત્ર તે અસંયમ કે કર્મ છે. મા તે સંયમ, તપ કે મોક્ષ છે. તે મૂળઅગ્રમાં તું ધીર શા. - x - વિવેકથી દુઃખ-સુખના કારણપણે માન. તપ-સંયમ વડે
ગાદિ બંધન કે તેના કાર્યરૂપ કર્મને છેદીને તું કમરહિત બન. એટલે - ૪ - નિકમવથી-કર્મ આવરણ દૂર થતાં સર્વદર્શી સર્વજ્ઞાની થાય છે.
જે નિષ્ફર્મદર્શી થાય છે તે બીજું શું મેળવે ? તે કહે છે • સૂત્ર-૧૧૯ :
તે નિકમદર્શી મરણપથી મુક્ત થાય છે, તે જ મુનિ સંસારના ભયથી લોકમાં મોક્ષનો દટા બને છે; રાગદ્વેષ રહિત જીવન વિતાવે છે. તે ઉuild, સમિત, સહિત સદસંયત, કાલકાંક્ષી બની વિચરણ કરે છે.
આ જીવે પૂર્વે ઘણાં પાપકર્મોનો બંધ કર્યો છે.
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ • વિવેચન :
પૂર્વોકત સાધુ મૂલ અને અગ્રકર્મ તોડનાર બનીને નિકમદર્શી થતા મરણથી મૂકાય છે. કેમકે આયુષ્યનો બંધ પડતો નથી. અથવા વારંવાર કે ક્ષણ ક્ષણની મરણથી મૂકાતા મરણયુક્ત આ સંસારથી મુકાય છે. તે મુનિ સંસારના ભય કે સાત પ્રકારના ભયને દેખે છે તે દટભય કહેવાય છે. વળી દ્રવ્યના આધારરૂપ લોક કે ચૌદ જીવસ્થાનક રૂપ લોકમાં પરમ જે મોક્ષ છે અથવા તેનું કારણ જે સંયમ છે તેને દેખવાના સ્વભાવવાળો પરમદર્શી છે.
તથા વિવિક્ત-દ્રવ્યથી સ્ત્રી, પશુ, નપુંસક યુક્ત વસતિરહિત સ્થાને રહે છે. તથા રાગદ્વેષરહિત નિર્મળચિત રાખવાથી ભાવથી વિવિત છે. આવો વિવિક્ત જીવી મુનિ ઇન્દ્રિય અને મનને શાંત રાખવાથી ઉપશાંત છે, પાંચ સમિતિથી અથવા સખ્યણું મોક્ષમાર્ગે જવાથી સમિત છે જ્ઞાનાદિથી યુક્ત અને અપમાદી છે. આખી જીંદગી આવા ઉત્તમ ગુણવાળો રહે તે - X - X • કાલઆકાંક્ષી કહેવાય અને એ પ્રમાણે પંડિત મરણની આકાંક્ષાવાળો - x • x • સંયમ અનુષ્ઠાનમાં રહે. આવું શા માટે કરે છે કહે છે
મૂળ-ઉત્તર પ્રકૃતિ ભેદ ભિન્ન પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશ-બંધવાળું બંધ, ઉદય, સતાની વ્યવસ્થાવાળું, બદ્ધ, પૃષ્ટ, નિધત, નિકાચિતરૂપ જે કર્મ તે થોડા કાળમાં ક્ષય થાય તેવું નથી તેથી કાલકાંક્ષી કહ્યું.
તેમાં બંધ સ્થાન અપેક્ષાએ મૂળ-ઉત્તર પ્રકૃતિનું બહત્વ બતાવે છે - [આ પૂર્વે સુષ-૧૧3 વિવેચનમાં જેમ કર્મની સત્તા પ્રકરણની વાત હતી તેમ અહીં કર્મના બંધ પ્રકરણની વાત છે. આ વિષય કર્મial જ્ઞાન થકી જ સમજવો સરળ છે, તેથી સૂક-૧૧3ની માફક અહીં પણ સંક્ષેપમાં જ વૃત્તિનો સાર રજુ કરેલ છે. વિશેષથી જાણવા માટે વૃત્તિને જ જોવી-સમજવી.)
બધી મૂળ પ્રકૃતિ અંતમુહd સુધી સાથે બાંધે તો આઠ પ્રકાસ્તો કર્મબંધ છે અને આયુષ્ય ન બાંધે તો સાત પ્રકારનો કર્મબંધ છે. મોહનીયકર્મ દૂર થતાં આયુના બંધના અભાવે છ પ્રકારે કર્મબંધ છે. છાપામ્યીક કર્મો દૂર થતાં ફક્ત સાતા વેદનીય કર્મનો બંધ થાય છે.
ઉત્તર પ્રકૃતિમાં જ્ઞાનાવરણ અને અંતરાયની પાંચે-પાંચ પ્રકૃતિનું એક બંધસ્થાન છે, દર્શનાવરણીયના ગણ બંધસ્થાન છે. વેદનીયનું એક બંધ સ્થાન છે, મોહનીયકર્મના દશ બંઘસ્થાન છે આયુકર્મનો બંધ એક પ્રકારે છે, નામકર્મના આઠ બંધ સ્થાન છે. ગોગકર્મનો એક બંધ છે.
આ કર્મબંધનોને દૂર કરવા શું કરવું ? તે કહે છે– • સૂત્ર-૧૨૦ :
[એ કર્મો નષ્ટ કરવા] તું સત્યમાં ધૃતિ કર. તેમાં સ્થિર રહેનાર મેધાવી સર્વ પાપકર્મોનો ક્ષય કરી દે છે.
વિવેચન :સજ્જનને હિતકારી તે સત્ય અર્થાત સંયમ. તેમાં ધૈર્ય રાખ અથવા યથાવસ્થિત