________________
૧/૩/૧/૧૦૯
૧૯૧
૧૯૨
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ દૂર કરી સુખી થાય. એ પ્રમાણે સાધુ પણ ભાવથી સદા વિવેકી હોવાથી જાગૃત અવસ્થામાં રહી બધાં કલ્યાણને પામે છે.
અહીં સુતા-જાગતા સંબંધી ગાથા કહે છે, જાગતા માણસની બુદ્ધિ વધે છે માટે હે માણસો ! જાગો. સુનાર ધન્ય નથી, જાગે છે તે ધન્ય છે. ઘણું સુતા પ્રમાદીને શ્રુત શંકિત કે ખલિત થાય છે. અપમાદી જાગતાને શ્રુત સ્થિપરિચિત થાય. આળસુને સુખ ન હોય, નિદ્રા સાથે વિધા ન હોય, પ્રમાદ સાથે વૈરાગ્ય ન હોય, આરંભીને દયા ન હોય. ધર્માનું જાગવું સારું અધર્મીનું સુવું સારું તેમ ભગવંતે જયંતિ શ્રાવિકાને કહેલું. અજગની માફક સુનારનું અમૃતરૂ૫ શ્રુત નાશ પામે અને ગળિયા બળદ માફક અપમાન પામે.
આ રીતે દર્શનાવરણીય કર્મોદયથી સતો હોય તો પણ સંવિપ્ન અને જયણાવંત સાધુ દર્શનમોહનીય રૂ૫ નિદ્રા દૂર કરવાથી જાગતો જ છે. સુતેલા જ્ઞાનના ઉદયવાળા થાય છે. અજ્ઞાન મહાદ:ખ છે. આ દુ:ખ પ્રાણીના અહિતને માટે થાય છે. તે બતાવે છે –
• સૂત્ર-૧૧૦ -
લોકમાં અજ્ઞાન-દુઃખ અહિતને માટે થાય છે. લોકના આ આચારને જણીને હિંસાદિ શોથી દૂર રહેવું. જેણે આ શબ્દ, , સ, ગંધ, પતિ યથાર્થપણે જાણી લીધા છે. તે.... જુઓ સૂ-૧૧૧]
દૂર થાય તેવો અસાધ્ય છે. તેનાથી બીજું દુ:ખનું કારણ હું માનતો નથી. અહીં સુતેલા બે પ્રકારે છે - દ્રવ્યથી, ભાવથી. તેમાં નિદ્રા-પ્રમાદવાળા દ્રવ્યથી સુતેલા છે, મિથ્યાવ અને અજ્ઞાનરૂપ નિદ્રાથી મૂઢ બનેલા મિયાર્દષ્ટિ-અમુનિ સમ્યજ્ઞાન-ક્રિયાદિત નિરંતર ભાવથી સુતેલા છે. નિદ્રામાં પડેલા મિથ્યાર્દષ્ટિ કે સગદ્દષ્ટિ પણ હોય.
મુનિઓ • સબોધ યુક્ત છે અને મોક્ષમાર્ગથી ચલિત થતાં નથી. તેઓ સતત હિતપ્રાપ્તિ, અહિત ત્યાગ માટે જાગૃત રહે છે. દ્રવ્યનિદ્રા પ્રાપ્ત થાય તો પણ તેઓ બીજી પૌતિમાં સતત જાણે છે. તે સંબંધે નિર્યુક્તિમાં કહે છે
[નિ.ર૧૨] સુતેલા બે ભેદે છે - દ્રવ્યથી, ભાવથી. તેમાં નિદ્રાથી દ્રવ્યસુપ્તા ગાથાને અંતે કહેશે. ભાવસુ જે અમુનિ-ગૃહસ્થ મિથ્યાત્વ, અજ્ઞાનથી આવૃત અને હિંસાદિ આશ્રવદ્વારમાં સદા પ્રવૃત છે. મુનિઓ મિથ્યાત્વાદિ નિદ્રા દૂર થવાથી સમ્યકુવાદિ બોધ પામીને ભાવથી જાણતા જ હોય છે.
જો કે આચાર્યની આજ્ઞાથી મુક્તિ બીજી પોરિસિ આદિમાં દીર્ધસંયમ માટે શરીર આધારરૂપ હોવાથી સુવે, તો પણ સદા જાગતા જ રહે છે. આ પ્રમાણે ધર્મને આશ્રીને સુતા-જાગતા બતાવ્યા. દ્રવ્યનિદ્રા સુપ્તને ધર્મ હોય કે ન પણ હોય. જે ભાવથી જાગે છે તે નિદ્રાવણને પણ ધર્મ છે જ, જો ભાવથી જાણતો હોય પણ નિદ્રા-પ્રમાદમાં તેનું ધ્યાન હોય તેને ધર્મ ન હોય. જે દ્રવ્યભાવ બંનેથી સુતા હોય તેને ધર્મ ન જ હોય. તે “ભજના'નો અર્થ છે.
દ્રવ્યસુતને ધમ કેમ ન હોય ? કહે છે. દ્રવ્યસુપ્તને જ નિદ્રા હોય છે. તે દુઃખેથી દૂર થાય છે. કેમકે ચીણદ્ધિગિકના ઉદયમાં ભવસિદ્ધિક જીવોને પણ સમ્યકત્વ પ્રાપ્તિ થતી નથી. તેનો બંધ મિથ્યાદેષ્ટિ અને સાસ્વાદનની સાથે અનંતાનુબંધી બંધ સહિત હોય છે. તેનો ક્ષય અનિવૃત્તિ બાદર ગુણસ્થાન કાળના સંગેય ભાગના કેટલાક ભાગ જાય ત્યાં સુધી હોય, તે જ પ્રમાણે નિદ્રા અને પ્રચલાના ઉદયમાં પૂર્વવત્ છે.
બંધનો ઉપરમ અપૂર્વકરણ કાળના અસંખ્યય ભાગને અંતે થાય અને ક્ષય ક્ષીણકષાયના દ્વીચરમ સમયમાં થાય છે અને ઉદય ઉપશમક અને ઉપશાંત મોવાળા મુનિને હોય માટે નિદ્રા પ્રમાદને દુરંત કહ્યો.
દ્રવ્યસુપ્ત માફક ભાવસપ્ત પણ દુ:ખ પામે છે- તે કહે છે
[નિ.૨૧૩] નિદ્રામાં સુતેલો, દારુ વડે ઉન્મત્ત, ગાઢ મર્મપહારથી મૂર્ણિત અને વાય આદિ દોષોથી ચકરી આવતાં પરવશ થયેલો બહુ દુ:ખ પામે છતાં તેનો પ્રતિકાર કરી ન શકે. તે રીતે ભાવસપ્ત અર્થાત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાયાદિમાં રહેલો જીવસમૂહ નકાદિ ભવના દુઃખો ભોગવે છે. હવે બીજી રીતે ઉલટા ટાંતથી ઉપદેશ દેવા કહે છે–
[નિ.૨૧૪] ઉક્ત ઉપદેશ જે વિવેક-અવિવેક જનિત છે. જેમ બુદ્ધિમાના વિવેકી આગ લાગતા ત્યાંથી નીકળીને સુખી થાય છે. વિદનયુક્ત કે હિત માર્ગનું જેને જ્ઞાન છે તે સુખે પાર પહોંચે છે. ચોર આદિના ભયમાં વિવેકી સુખેથી તે વિન
• વિવેચન :
છ જીવનિકાય સંબંધી દુ:ખને તું જાણ. તે દુ:ખ, અજ્ઞાન કે મોહનીય તેને નકાદિ ભવ દુ:ખ આપનાર છે. અથવા તેને અહીં બંધ, વઘ, શારીરિક અને માનસિક પીડાને માટે થાય છે. તે તું જાણ. તે જાણવાનું ફળ આ છે • દ્રવ્યભાવસુતને અજ્ઞાન રૂપ દુઃખ છે માટે તેનાથી દૂર રહેવું.
વળી ‘સમય’ એટલે આચારનું અનુષ્ઠાન તેને અને જીવસમૂહને જાણીને શાથી વિરમવું. આ પ્રમાણે સૂત્ર સંબંધ છે. સંસારી જીવો ભોગની ઇચ્છાથી જીવહિંસાદિ કષાયહેતુક કર્મો બાંધીને નરકાદિ પીડા સ્થાને ઉત્પન્ન થાય છે. ત્યાંથી ક્યારેક નીકળીને બધાં દુઃખોનું નાશક અને ધર્મના કારણરૂપ કાર્યક્ષેત્રાદિમાં મનુષ્ય જન્મ પામે. વળી ત્યાં પણ મહામોહની મતિથી અધોગતિમાં જાય તેવાનોવા આરંભ કરે છે. સંસારથી પાર પામતા નથી.
આ લોકાચારને જાણીને અથવા સમભાવને જાણીને ગુ-મિત્રમાં, સ્વ-પરમાં સમતા રાખે. અથવા એકેન્દ્રિયાદિ બધા જીવો સ્વ ઉત્પત્તિ સ્થાનમાં રમણની ઇચ્છાવાળા છે, મરણથી ડરે છે, સુખના ચાહક, દુ:ખના હેપી છે. આવા સમભાવને જાણીને સાધુ આ છ કાય લોકમાં દ્રવ્ય-ભાવ શસ્ત્રથી દૂર રહી ધર્મજાગરણથી જાગે. અથવા જે જે સંયમશા છે તે હિંસાદિ આસવદ્વાર અથવા શબ્દાદિ પાંચ કામગુણોનો રાગ છે. તેનાથી જે દૂર રહે તે મુનિ.
સૂનકાર કહે છે, જે મુનિને સ્વઆત્મા વેદિત બધાં પ્રાણીની પ્રવૃત્તિના વિષયભૂત