________________
૧/I-Iભૂમિકા બઘાં કર્મનો દાહ તે સિવાય ઉતપન્ન ન થાય માટે ઉષ્ણભાવ છે. બીજા ભાવો પણ બંને રૂપે છે.
જીવના ભાવગુણનું શી-ઉણરૂપ નિયંતિકાર કહે છે
[નિ.૨૦૨] ભાવશીત અહીં જીવ-પરિણામરૂપે ગ્રહણ કરે છે. તે આ પરિણામ છે - માર્ગમાંથી ન પડતા સાધુએ નિર્જરા માટે પરીષહો સહવા. કાર્ય શિથિલતાવિહારમાં પ્રમાદ ન કરે. મોહનીયનો ઉપશમ કરે - તે સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ લક્ષણ અથવા ઉપશમ શ્રેણિ આશ્રિત કે તેના ક્ષય રૂ૫ છે. પ્રાણાતિપાતાદિથી અટકવું તે વિરતિ છે. જે ૧૩ પ્રકારના સંયમરૂપ છે. સાતવેદનીયનો વિપાક તે સુખ છે.
આ પરીષહાદિ બધુ શીત-ઉષ્ણ છે. પરિષહ પૂર્વે કહ્યો. યથાશક્તિ બાર પ્રકારે તપ કરવો. ક્રોધાદિ કષાયો છે. ઇટ અપાતિકે નાશ તે શોક છે. સ્ત્રી, પુરષ, નપુંસક ત્રણ વેદ છે. મોહનીય વિપાકથી યિતમાં મલિનતા તે રતિ છે. અસાતા વેદનીય ઉદય આદિ દુ:ખ છે. આ પરિપત આદિ પીડાકારી હોવાથી ઉણ છે. તેમ ટૂંકમાં કહ્યું. વિસ્તાચી નિર્યુક્તિકાર પોતે કહે છે. તેમાં પરિષહ શીત-ઉણ બંને છે, જેનો મંદબુદ્ધિ માટે ખુલાસો કરે છે–
[નિ.૨૦૩] સ્ત્રી અને સકાર પરીષહ શીત છે કેમકે ભાવમનને તે ગમે છે. બાકીના વીશ પરીષહો મનને પ્રતિકૂળ હોઈ ઉણ જાણવા - અથવા -
[નિ.૨૦૪] જેમાં દુઃસહ પરિણામ છે તે પરીષહો ઉષ્ણ છે. મંદ પરિણામા તે શીત છે. કહે છે કે, શરીરમાં દુ:ખ ઉત્પન્ન કરનાર અને સહેલાઈથી સહન ન થાય તેવા તીવ્ર પરિણામવાળા હોવાથી ઉષ્ણ છે. જે ફક્ત શારીરિક દુ:ખ આપે પણ સત્વશાળીને મનોદુઃખ ન આપે તે મંદ પરિણામ છે. અથવા ઘણાં જોરમાં આવે તે ઉણ, જે મંદ પરિણામ છે તે શીત જાણવા.
પરિષહ પછી લીધેલ પ્રમાદપદ અને તપોધમની શીતોષ્ણતા કહે છે
[નિ.૨૦૫] શ્રમણધર્મમાં જે પ્રમાદ કરે અથવા ધન ધાન્ય હિરણ્યાદિ માટે જે ઉપાય કરે તે શીત કહેવાય છે. સંયમમાં ઉધમ તે ઉણ કહેવાય છે.
હવે ઉપશમ પદની વ્યાખ્યા કરે છે–
[નિ.૨૦૬] ક્રોધાદિ ઉદયનો અભાવ તે ઉપશમ. તેથી કપાય અગ્નિ ઠંડો પડે માટે શીત છે. ક્રોધાદિ ક્વાળા ત્યારે તે પરિનિવૃત્ત થાય છે. રાગ, દ્વેષ, અગ્નિના ઉપશમથી ઉપશાંત છે. તથા ક્રોધાદિ પરિતાપ દૂર થતા આત્મા સુખી થાય છે. કેમકે જેના કપાયો શાંત છે તે જ સુખી છે. તેથી ઉપશાંત કપાય શીત છે - * * * * * - હવે વિરતિ પદ કહે છે.
[નિ.૨૦] જીવોને અભય દેવું તે શીત-સુખ છે. સત્તર ભેદે સંયમ તે શીત છે. કેમકે તેમાં બધાં દુઃખના હેતુરૂપ હૃદ્ધ દૂર થાય છે. તેથી ઉલટો અસંયમ તે ઉણ છે. આ શીત-ઉણ લક્ષણ સંયમ-અસંયમનો અન્ય પર્યાય સુખ-દુ:ખ વિવક્ષાથી થાય છે. હવે “સુખપદ' કહે છે.
૧૯૦
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ [નિ.૨૦૮] સુખ શીત છે. તે રાગ-દ્વેષના દૂર થવાથી આત્યંતિક, એકાંત બાઘારહિત લક્ષણવાળું, નિરૂપાધિક, પરમાર્થથી મોક્ષ સુખ જ છે, બીજું કોઈ સુખ નથી. તે સર્વે કમોંના તાપના અભાવથી શીત છે. નિર્વાઇન - બધાં કર્મોના ક્ષયથી પ્રાપ્ત સિદ્ધિ સ્થાન. ત્યાં જે સુખ તે નિર્વાણ સુખ. અહીં સાતા, શીતીભૂત, અનાબાધપદ એ ત્રણેનો અર્થ નિવણ સુખ છે. આ સંસારમાં સાતા વેદનીય વિપાકથી ઉત્પન્ન સુખ મનને આનંદ આપવાથી શીત છે, તેનાથી ઉલટું તે દુ:ખ તે ઉષ્ણ છે. હવે કષાય પદ કહે છે–
[નિ.૨૦૬] ઘણાં પ્રમાણવાળા વિપાક અનુભવ રૂપ કષાયો જેને ઉદયમાં આવે તે બળે છે. કેવલ કપાય અગ્નિવાળો જીવ જ નથી બળતો પણ ઇષ્ટવિયોગ જનિત શોકથી મૂઢ બની શુભ વ્યાપારને ભૂલનાર પણ બને છે. તથા વેદના ઉદયવાળો સ્ત્રીને ઇચ્છે છે, સ્ત્રી પુરૂષને અને નપુંસક બંનેને ઇચ્છે છે, તે પ્રાપ્ત ન થતા અરતિના દાહથી બળે છે અને શબ્દાદિ ઇચ્છાકામ પ્રાપ્ત ન થતાં અરતિનાં દાહથી બળે છે. આ પ્રમાણે કષાયો, શોક અને વેદોદય બાળનાર હોવાથી ઉણ છે. સર્વે મોહનીય કે આઠે પ્રકારનું કર્મ ઉણ છે. તેથી પણ વધુ દાહકતાથી તપ ઉણતર કહ્યું, કેમકે તપ ઉણકપાયને પણ તપાવે છે. કષાયની જેમ શોક અને વેદને પણ તપ બાળે છે.
હવે પરિષહ, પ્રમાદ, ઉઘમના શીતોષ્ણપણાનો અભિપ્રાય કહે છે.
[નિ.ર૧] શીત અને ઉષ્ણ બંને સ્પર્શને સહે. શીત-ઉણ રૂજિનિત વેદના અનુભવતો આdધ્યાન ન કરે. શરીર-મનને અનુકૂળ તે સુખ તેથી ઉલટું તે દુઃખ તથા પરીષહ, શોક, કષાય, વેદ જે શીત-ઉષ્ણ રૂપ છે તેને સહે. સાધુ આ રીતે શીતઉણને સહેવામાં તથા તપ-સંયમ ઉપશમમાં ઉધમ કરે.
હવે ઉપસંહાર કરતા “શીત-ઉણને ઘણાં સહેવા” તે બતાવે છે.
[નિ.૨૧૧ પરીષહ, પ્રમાદ, ઉપશમ, વિરતિ સુખરૂપ પદો શીત કહ્યા તથા પરીષહ, તપ, ઉધમ, કષાય, શોક, વેદ, અરતિ ઉષ્ણ કહ્યા. તે બધાંને મુમુક્ષએ સહેવા જોઈએ. સુખમાં હર્ષ કે દુ:ખમાં શોક ન કરવો. કામ પરિત્યાગી સભ્યર્દષ્ટિ જીવ તેને સહન કરી શકે છે. માટે કામોનું સેવન ન કરવું.
# અધ્યયન-૩ ‘શીતોષ્ણીય' ઉદ્દેશો-૧ “ભાવસપ્ત” ક
અધ્યયન-3નો નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂગ અનુગમમાં અખલિતાદિ ગુણવાળું નિર્દોષ વચન કહેવું. તે આ પ્રમાણે
• સૂત્ર-૧૦૯ :અમુનિ [અજ્ઞાની] સદા સુતેલા છે. મુનિ [જ્ઞાની] સદા જાગે છે. • વિવેચન :
પૂર્વણ સાથે આનો સંબંધ આ પ્રમાણે-દુ:ખોના ચકરાવામાં જે ભમે તે દુ:ખી છે. એટલે આ લોકમાં ભાવસુત, અજ્ઞાની જીવો દુઃખોના ચકરાવામાં ભમતા હોઈ દુ:ખી છે. કહ્યું છે કે, “આ જગમાં અજ્ઞાનરૂપી મહારોગ સર્વે જીવોને દુ:ખે કરીને