________________
વ્યાખ્યાન-૩
૧૪૫
રાજધાનીની મધ્યમાં થઈને નીકળે છે, નીકળીને જે તરફ અશોકનું ઉત્તમ વૃક્ષ છે, તે તરફ આવે છે, આવીને અશોકના ઉત્તમ વૃક્ષ નીચે, શિબિકા ઊભી રખાવે છે. ઈત્યાદિ પૂર્વે કહ્યા પ્રમાણે અહીં પણ કથન કરવું ચાવત્ સ્વયં પોતાના હાથેથી ચાર મુષ્ઠિ લોચ કરે છે.
તેમણે તે વખતે નિર્જળ છઠ ભક્તનું તપ કરેલ હતું. આષાઢા નક્ષત્રનો યોગ આવતાં જ, ઉગ્રવંશના, ભોગવંશના, રાજન્યવંશના અને ક્ષત્રિય-વંશના ચાર હજાર પુરુષોની સાથે એક દેવદૂષ્ય વસ્ત્ર લઈને મુંડિત થઈને ગૃહવાસથી નીકળે છે અને અણગાર પ્રવજ્યાનો સ્વીકાર કરે છે.
.. [૨૦] કૌશલિક અર્હત ઋષભદેવે પોતાના દેહ તરફ લક્ષ્ય આપવાનું છોડી દીધું હતું. તેમણે શરીરની મમતાને પણ ત્યજી દીધી હતી. આ રીતે પોતાના આત્માને ભાવિત કરતાં કરતાં એક હજાર વરસ વ્યતીત થઈ ગયા ત્યારે હેમંત ઋતુના ચોથા મહિના અને સાતમા પક્ષ અર્થાત્ ફાગણ માસના કૃષ્ણ પક્ષની અગિયારસના દિવસે પૂર્વામાં પુરિમતાલ નગરની બહાર, શકટમુખ નામના ઉધાનમાં, ઉત્તમ વડના ઝાડ નીચે ધ્યાન ધરીને બેઠા હતા. તે સમયે નિર્જળ અઠ્ઠમ તપ કરેલ હતું. આષાઢા નક્ષત્રનો યોગ થતાં ધ્યાનમાં સ્થિત રહેલા ભગવાનને અનુત્તર એવું અનંત કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. તે વડે તેઓ બધા લોકાલોકના
42/10
૧૪૬
ભાવ જાણતા અને જોતા વિચરવા લાગ્યા.
કલ્પ [બારસા] સૂત્ર
• [૨૦૮] કૌશલિક અર્હત ઋષભને ચોર્યાસી ગણ અને ચોર્યાસી ગણધર હતા.
કૌશલિક અર્હત ઋષભને ઋષભસેન પ્રમુખ ચોર્યાસી હજાર શ્રમણોની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અર્હત ઋષભના બ્રાહ્મી વગેરે ત્રણ લાખ આર્થિકાઓની ઉત્કૃષ્ટ આર્ટિકા સંપદા હતી.
• [૨૦૯] કૌશલિક અર્હત ઋષભના સમુદાયમાં શ્રેયાંસ પ્રમુખ ત્રણ લાખ અને પાંચ હજાર શ્રમણોપાસકોની ઉત્કૃષ્ટ
શ્રમણોપાસક સંપદા હતી.
કૌશલિક અર્હત ઋષભને સુભદ્રા પ્રમુખ પાંચ લાખ ચોપન હજાર શ્રમણો-પાસિકાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
• [૨૧૦] કૌશલિક અર્હત ઋષભને જિન નહિ પણ ‘જિન' સમાન ચાર હજાર સાતસો પચાસ ચૌદ પૂર્વધારીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
કૌશલિક અર્હત ઋષભને નવ હજાર અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
કૌશલિક અર્હત ઋષભના સમુદાયમાં વીસ હજાર