________________
વ્યાખ્યાન-૩
૧૪૦
કલ્પ [બારસા સૂત્ર
એંસીમું વર્ષ ચાલી રહેલ છે.
• [૧લ્પ] અહંત સુપાર્શને યાવત્ સર્વદુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને એક હજાર કરોડ સાગરોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયો. બાકી બધું ભગવંત શીતલ મુજબ જાણવું. તે આ પ્રમાણે એક હજાર કરોડ સાગરોપમમાંથી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ઓછાં કરતાં જે સમય આવે છે તે સમયે ભગવાન મહાવીર નિવણને પ્રાપ્ત થયા, વગેરે બધું પૂર્વવત્ કહેવું.
• [૧૯૩] અહંત “સુવિધિ’ને ચાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને એક કરોડ સાગરોપમનો સમય વ્યતીત થઈ ગયો અન્ય બીજું વૃત્તાંત જેમ શીતલ અહતના સંબંધમાં કહેલ છે તેમજ જાણવું.
તે આ પ્રમાણે કે-દશ કરોડ સાગરોપમમાંથી બેંતાલીસ હજાર ત્રણ વરસ તથા સાડા આઠ માસ ઓછા કરતાં જે સમય આવે તે સમયે મહાવીર સ્વામી નિર્વાણને પ્રાપ્ત થયા. તે પછી નવસો વરસ વ્યતીત થયાં વગેરે બધું પૂર્વવત્ કહેવું.
•[૧૯૬] અહંત પદ્મપ્રભને યાવત્ સર્વદુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને દશ હજાર કરોડ સાગરોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયો. બાકીનો બધો વૃત્તાંત ભગવંત શીતલ મુજબ જાણવો. તે આ રીતે છે :
દશ હજાર કરોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાલીસ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ ઓછાં કરતાં જે સમય આવે તે સમયે મહાવીરનું નિર્વાણ થયું આ પ્રમાણે બધું પૂર્વવત્ કહેવું.
•[૧૯૪] અહ ‘ચંદ્રપ્રભ'ને સર્વ દુઃખોથી મુક્ત થયાંને એકસો કરોડ સાગરોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયો. બાકી બધું જેમ શીતલ અહતના વિષયમાં કહ્યું તેમજ જાણવું. તે આ પ્રમાણે –
આ સો કરોડ સાગરોપમમાંથી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ વ્યતીત થયા તે ઉપરાંત જે સમય આવે છે તે વખતે મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા અને તે પછી નવસો વરસ વ્યતીત થઈ ગયાં વગેરે પૂર્વવત્ સમાન સમજવું.
•[૧૯] અહંત સુમતિને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને એક લાખ કરોડ સાગરોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયો, બાકી બધું ભગવંત શીતલ મુજબ જાણવું. તે આ રીતે - એક લાખ કરોડ સાગરોપમ જેટલા સમયમાં બેંતાલીસ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ ઓછા