________________
વ્યાખ્યાન-૩
૧૨૫
૧૨૬
કલ્પ [બાસા] સૂત્ર
•[૧૫૯] પુરુષાદાનીય અર્વત પાર્થને માનવીય ગૃહસ્થ ધર્મની પહેલાં પણ ઉત્તમ આભોગિકજ્ઞાન (અવધિજ્ઞાન) હતું. તે બધું વર્ણન ભગવાન મહાવીરના વર્ણનની સમાન અહીં પણ સમજવું જોઈએ.
કારણે અણગાર દશામાં તેમને જે કાંઈ પણ ઉપસર્ગો આવ્યા, પછી ભલે તે દૈવસંબંધી હોય, માનવીય હોય કે પશુ-પક્ષીઓ તરફથી ઉત્પન્ન થયેલ હોય, તે બધા ઉપસર્ગો તે નિર્ભયપણે, સમ્યક પ્રકારે સહન કરતા હતા. જરા જેટલો પણ ક્રોધ કરતા નહિ. ઉપસર્ગો તરફ તેમની સામર્થ્યયુક્ત તિતિક્ષા કરી અને તે ઉપસર્ગોને ખમ્યા તથા અધ્યાસિત કર્યા.
અભિનિષ્ક્રમણ પહેલાં વાર્ષિક દાન દઈને હેમંતઋતુના બીજા માસ, બીજા પક્ષ અર્થાત્ પોષ માસના કૃષ્ણપક્ષની અગિયારસના દિવસે, પૂર્વ ભાગના સમયે વિશાળા શિબિકામાં બેસીને દેવ, માનવ અને અસુરોના વિરાટ સમૂહની સાથે (ભગવાન મહાવીરના વર્ણનની સમાન) વારાણસી નગરીમાં મધ્યમાં થઈને નીકળે છે. નીકળીને જે બાજુ આશ્રમપદ નામનું ઉધાન છે, જ્યાં અશોક નામનું ઉત્તમ વૃક્ષ છે ત્યાં જાય છે. ત્યાં જઈને શિબિકાને ઊભી રખાવે છે, શિબિકામાંથી નીચે ઊતરે છે, પોતાના જ હાથે આભૂષણ માળાઓ અને અલંકાર ઉતારે છે, અલંકાર ઉતારીને પોતાના હાથે પંચમુષ્ટિ લોચ કરે છે, લોચ કરીને નિર્જળ અઠ્ઠમ કરવા સાથે વિશાખા નક્ષત્રનો યોગ આવતા જ, એક દેવદૂષ્ય વસ્ત્રને લઈને ત્રણસો પુરુષોની સાથે મુંડિત થઈ ગૃહવાસથી નીકળી અણગાર અવસ્થાનો સ્વીકાર કરે છે.
[૧૧] તે પછી ભગવાન પાર્શ્વ અણગાર થયા, ચાવત્ ઈર્યાસમિતિથી યુક્ત થયા. આ રીતે આત્માને ભાવિત કરતાં કરતાં ચાસી (૮૩) સત્રિદિવસ પસાર થઈ ગયા. ચોરાસીમો દિવસ ચાલી રહેલ હતો. ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ અર્થાત્ ચૈત્ર માસનો કૃષ્ણ પક્ષ આવ્યો. તે ચૈત્ર માસના ચોથના દિવસે, સવારના ભાગમાં આંબળા (ઘાતકી)ના વૃક્ષ નીચે નિર્જળ છઠ ભક્ત તપ કરીને શુક્લ ધ્યાનમાં લીન હતા ત્યારે વિશાખા નક્ષત્રનો યોગ આવ્યો ત્યારે તેમને ઉત્તમોત્તમ એવું કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થયું. યાવત્ તે સંપૂર્ણ લોકાલોકના ભાવોને જોતાં એવા વિચરવા લાગ્યા.
• [૧૬] પુરુષાદાનીય અહંત પાર્વે વ્યાસી (૮૩) દિવસો સુધી સતત શરીર તરફના લક્ષ્યનો વ્યુત્સર્ગ કરેલ હતો અર્થાત્ તેમણે કાયાની માયા છોડી દીધી હતી. તે
• [૧૬] પુરુષાદાનીય અહંત પાર્શ્વના આઠ ગણ અને આઠ ગણધર હતા. તે આ પ્રમાણે –