________________
વ્યાખ્યાન-૬
શ્રમણ ભગવાન મહાવીરની સુલસા રેવતી વગેરે ત્રણ લાખ અઢાર હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ શ્રાવિકા સંપદા હતી.
૧૧૬
ક૫ [બારસા] સૂત્ર શ્રમણ ભગવાન મહાવીરની અઢી દ્વીપમાં અને બે સમુદ્રમાં રહેનારા મનવાળા પર્યાપ્ત પંચેન્દ્રિય પ્રાણીઓના મનના ભાવોને જાણનારા પાંચસો વિપુલમતિ મન:પર્યવજ્ઞાની શ્રમણોની ઉત્કૃષ્ટ સંપદા હતી
શ્રમણ ભગવાન મહાવીરના જિન નહિ તથાપિ જિન સમાન, સર્વાક્ષર સન્નિપાતિ, જિનની સમાન સત્ય-તથ્યનું સ્પષ્ટીકરણ કરનારા ચૌદ પૂર્વધરોની ત્રણસો ઉત્કૃષ્ટ સંપદા હતી.
શ્રમણ ભગવાન મહાવીરની દેવ, માનવ અને અસુરોની સભાઓમાં વાદ કરતાં પરાજિત ન થાય તેવા ચારસો વાદીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી
શ્રમણ ભગવાન મહાવીરના વિશેષ પ્રકારની લબ્ધિવાળા તેરસો અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
શ્રમણ ભગવાન મહાવીરના સાતસો શિષ્ય સિદ્ધ થયા ચાવત્ તેમનાં સંપૂર્ણ દુઃખો નષ્ટ થઈ ગયાં અને નિર્વાણને પામ્યા અને શ્રમણ ભગવાન મહાવીરની ચૌદસો શિષ્યાઓ સિદ્ધ થયા. યાવત્ નિર્વાણને પ્રાપ્ત થયા.
શ્રમણ ભગવાન મહાવીરના સંપૂર્ણ ઉત્તમ કેવળદર્શન અને કેવળજ્ઞાન પ્રાપ્ત એવા સાતસો કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
શ્રમણ ભગવાન મહાવીરના ભવિષ્યની ગતિમાં કલ્યાણ પ્રાપ્ત કરનારા, વર્તમાન સ્થિતિમાં કલ્યાણનો અનુભવ કરનારા, ભદ્ર પ્રાપ્ત કરનારા એવા આઠસો અનુત્તરોપપાતિક મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી અર્થાત્ એવા આઠસો શ્રમણ હતાં કે જે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા હતાં.
શ્રમણ ભગવાન મહાવીરની દેવ નહિ પરંતુ દેવોની ઋદ્ધિને પ્રાપ્ત એવા સાતસો વૈક્રિય લબ્ધિવાળા શ્રમણોની ઉત્કૃષ્ટ સંપદા હતી.