________________
વ્યાખ્યાન-૬
૧૦૭
૧૦૮
કલ્પ [બારસા] સૂત્ર
ગામ, નગર અરણ્ય, ખેતર, ખળા વાડ, ઘર, આંગણું અને આકાશનો.
જીવન અને મરણની આકાંક્ષાથી મુક્ત થઈને સંસારને પાર કરવાવાળા, કર્મના સંગનો નાશ કરવા માટે, સમ્યક્ પ્રકારે ઉધમવંત બનેલા-તત્પર થયેલા-આ રીતે વિહાર કરે છે.
કાળથી સમય, આવલિકા, આનપ્રાણ, સ્તોક, ક્ષણ, લવ, મુહૂર્ત અહોરાત્ર, પક્ષ, મહિના, ઋતુ, અયન, વર્ષ અથવા બીજો કોઈ પણ દીર્ધકાળનો સંયોગ, એવા કોઈ પણ જાતના સૂક્ષ્મ કે ચૂલ, લઘુ અથવા દીર્ધકાળનું બંધન ભગવાનને ન હતું.
ભાવથી-ક્રોધ, માન, માયા, લોભ, ભય, હાસ્ય, રાગ દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરપરિવાદ, અરતિરતિ, માયા- મૃષાવાદ, મિથ્યાદર્શન શલ્ય એવાં બધી જાતનાં પ્રતિબંધોથી ભગવાન મુક્ત હતા.
• [૧૨૬] આ પ્રમાણે વિચરણ કરતાં કરતાં અનુપમ જ્ઞાન, અનુપમ દર્શન, અનુપમ સંયમ, અનુપમ નિર્દોષ વસતિ, અનુપમ વિહાર, અનુપમ વીર્ય, અનુપમ સરળતા, અનુપમ માર્દવતા, અનુપમ અપરિગ્રહભાવ, અનુપમ ક્ષમા, અનુપમ અલોભ, અનુપમ ગુપ્તિ, અનુપમ પ્રસન્નતા, અનુપમ સત્ય, સંયમ, તપ વગેરે સગુણોનું ‘સભ્ય’ આચરણ કરવાથી કે જેથી નિર્વાણનો માર્ગ પુષ્ટ બને છે, તે બધા સગુણોથી આત્માને ભાવિત કરતાં ભગવાનને બાર વરસ વ્યતીત થઈ ગયા.
• [૧૨૫] ભગવાન વર્ષાવાસના સમય સિવાય ગ્રીખ અને હેમન્ત ઋતુમાં આઠ માસ સુધી વિચરણ કરતા હતા. ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાતથી વધારે રોકાતા ન હતા. વાંસલાથી છોલાવામાં અને ચંદનથી વિલિપ્ત થવામાં સમાન સંકલ્પવાળા, તૃણ અને મણિમાં, માટીના ઢેફાં અને સોનામાં આ બધા પ્રત્યે સમાન વૃત્તિવાળા.
તેરમાં વરસના મધ્યભાગ અર્થાત્ ગ્રીષ્મઋતુનો બીજો માસ અને ચોથો પક્ષ ચાલતો હતો, તે ચોથો પક્ષ અથવા વૈશાખ માસનો શુક્લ પક્ષ તે વૈશાખ માસના શુકલ પક્ષના દસમના દિવસે જ્યારે છાયા પૂર્વ તરફ ઢળી રહેલ હતી, પાછલી પોરસી પૂરી થઈ, ત્યારે સુવત નામનો દિવસ હતો, વિજય નામનું મુહૂર્ત હતું ત્યારે ભગવાન હૂંભિકા ગ્રામની બહાર ઋતુવાલિકા નદીને કિનારે એક ખંડેર જેવા જૂના પુરાણા ચૈત્યથી ન અધિક પાસે કે ન અધિક દૂર એવા શ્યામાક નામના ગૃહપતિના ખેતરમાં શાલવૃક્ષની નીચે
(તથા) દુઃખ અને સુખને એકભાવથી સહન કરવાવાળા, ઈહલોક અને પરલોકના પ્રતિબંધથી રહિત,