________________
વ્યાખ્યાન-૫
૧૦૧
૧૦૨
કા [બાસા સૂત્ર
નક્ષત્રનો યોગ આવતાં જ એક દેવદૂષ્ય વસ્ત્ર લઈને એકલા જ મુંડિત થઈને, આગારવાસ ત્યાગીને અણગાર ધર્મનો સ્વીકાર કરે છે.
- X
- X
–
ઊંટ, ખચ્ચર, પાલખી, ખ્યાના વિગેરે બધાં વાહનોથી પરિવૃત્ત,
(તથા) સંપૂર્ણ જનસમુદાયની સાથે, પૂર્ણ આદર સહ તેમની સંપત્તિ અને સંપૂર્ણ શોભાની સંપૂર્ણ પ્રકારની ઉત્કંઠાની સાથે, સમસ્ત પ્રજા એટલે કે-વણિક, ક્ષત્રિય, વગેરે અઢાર વર્ણોની સાથે બધી જાતનાં નાટક કરનારા અને બધી જાતનાં તાલ બજાવનારથી સંવૃત, બધી જાતના અંતઃપુર તથા ફૂલ, ગંધ, માળા અને અલંકારોની શોભા સાથે, બધી જાતના વાધોના શબ્દોની સાથે એ જાતની મહાન ઋદ્ધિ, મહાન ધૃતિ, વિરાટ સેના, વિશાળ વાહન, બૃહદ્ સમુદાય અને એક સાથે વગાતાં વાધોના પ્રતિધ્વનિ સાથે અર્થાત શંખ, માટીના ઢોલ, ભેરી, ઝાલર, ખરમુખી, હુડુક્ક, દુંદુભિ વગેરે વાધોના અવાજ સાથે ભગવાન કુંડપુર નગરના મધ્યભાગમાં થઈને નીકળ્યા. નીકળીને જ્યાં જ્ઞાતખંડવન નામનું ઉધાન છે અને જ્યાં ઉત્તમ અશોક વૃક્ષ છે ત્યાં આવે છે.
पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं
• [૧૧] જયાં ઉત્તમ અશોક વૃક્ષ છે ત્યાં પહોંચીને તે અશોક વૃક્ષ નીચે ભગવાનની પાલખી રાખવામાં આવે છે, ભગવાન પાલખીમાંથી નીચે ઉતરે છે. ઉતરીને પોતાના હાથથી હાર વગેરે આભૂષણો, પુષ્પોની માળાઓ, અંગુઠીઓ વગેરે અલંકાર ઉતારે છે, ઉતારીને જાતે જ પંચમુષ્ટિ લોય કરે છે અર્થાત્ ચાર મુઠ્ઠીથી માથાના અને એક મુઠ્ઠીથી દાઢી મૂછનો લોચ કરે છે. આ પ્રમાણે કેશનો લોચ કરીને નિર્જલ છઠ ભક્ત (બે ઉપવાસ) કરેલા એવા ભગવાન હસ્તોત્તરા