________________
વ્યાખ્યાન-૫
૧૦૦
કલ્પ [બાસાં] સૂત્ર
સોનાનાં હળ લટકાવી ભાટ લોકો ચાલી રહેલ હતા. કેટલાક વર્ધમાનક અર્થાત્ પોતાના ખભા ઉપર બીજાઓને બેસાડી ચાલતા હતા. કેટલાક ચારણ હતા. કેટલાંક ઘંટ વગાડનારા ઘાંટિકો હતા.
જિનેરો દ્વારા ઉપદેશાવેલ સરળ માર્ગનું અનુસરણ કરીને તમે પરમપદ મોક્ષને પ્રાપ્ત કરો. પરીષહોની સેનાને પરાજિત કરો. હે ઉત્તમ ક્ષત્રિય! હે ક્ષત્રિય નરપુંગવ ! તમારો જય થાવ, વિજય થાવ ! ઘણાં દિવસો સુધી, ઘણા મહિનાઓ સુધી, ઘણાં વરસો સુધી, પરીષહો અને ઉપસર્ગોથી નિર્ભય બનીને, ભયંકર અને અત્યંત ભય ઉત્પન્ન કરનારા પ્રસંગોમાં ક્ષમાપ્રધાન બનીને તમે વિચરણ કરો. તમારી ધર્મસાધનામાં નિર્વિઘ્નતા હો. આ રીતે કહીને તે લોકો જયજયકાર કરવા લાગ્યા.
આ બધાથી ઘેરાયેલ ભગવાનને પાલખીમાં બેઠેલા જોઈને ભગવાનની કુળમહત્તરા આ જાતની મનોહર, કર્ણપ્રિય, મનને પ્રમોદ આપનારી, ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય, મંગળરૂપ, પરિમિત, મધુર અને શોભાયુક્ત વાણીથી ભગવાનનું અભિનંદન કરે છે. તેઓ ભગવાનની સ્તુતિ કરતાં આ રીતે કહેવા લાગ્યા.
• [૧૧૫] હે સમૃદ્ધિમાન્ ! આપનો જય થાઓ, વિજય થાઓ ! હે કલ્યાણકારી ! આપનો જય થાવ, વિજય થાવ, આપનું ભદ્ર (કલ્યાણ) થાવ. નિરતિચાર જ્ઞાન, દર્શન અને ચાત્રિથી તમે નહિ જીતેલી ઈન્દ્રિયોને જીતો, જીતીને શ્રમણ ધર્મનું પાલન કરો, વિનને જીતીને હે દેવી! તમે તમારા સાધ્યની સિદ્ધિમાં રહો. તપથી, તમે રાગદ્વેષ રૂપી મલ્લોનો નાશ કરો. ધૈર્યરૂપી મજબૂત કચ્છ બાંધીને ઉત્તમ શુક્લ ધ્યાનથી આઠ કર્મશત્રુઓને મસળી નાખો. હે વીર ! અપ્રમત્ત બનીને ત્રણ લોકના રંગમંડપમાં વિજય પતાકા ફરકાવો. અંધકાર રહિત ઉત્તમ પ્રકાશરૂપ કેવળજ્ઞાન પ્રાપ્ત કરો.
છે [૧૧] તે પછી શ્રમણ ભગવાન મહાવીર, હજારો નેત્રોથી જોવાતા, હજારો મુખોથી પ્રશંસા કરાતા, હજારો હદયોથી અભિનંદિત કરાતા ચાલ્યા. ભગવાનને નિહાળીને લોકો હજારો જાતના મનોરથ (સંકલ્પ) કરવા લાગ્યા. ભગવાનની મનોહર કાંતિ અને રૂપને જોઈ લોકો તેવીજ કાંતિ અને રૂપને ઈચ્છવા લાગ્યા. હજારો આંગળીઓથી તેઓ દષ્ટિગોચર થઈ રહ્યા હતા. ભગવાન પોતાના જમણા હાથથી, હજારો નરનારીઓના પ્રણામનો સ્વીકાર કરતા, હજારો ઘરની પંક્તિઓને પાર કરતા, વીણા, હસ્તતાલ, વાજિંત્ર, ગાન અને વાધોના મધુર અને સુંદર જયનાદના ઘોષને સાંભળીને સાવધાન બનતા છત્ર, ચામર વગેરે બધા વૈભવથી યુકત, અંગેઅંગમાં પહેરેલા સમસ્ત આભૂષણોની કાંતિથી મંડિત, સંપૂર્ણ સેનાથી વીંટળાયેલા, હાથી, ઘોડા,