________________
વ્યાખ્યાન-૪
૩૯
કલ્પ [બારો] સૂત્ર
માર્ગ એકત્રિત થતા હોય ત્યાં ત્રિભેટા ઉપર, ચાર માર્ગ એકત્રિત થતા હોય ત્યાં ચોકમાં અથવા અનેક માર્ગ એકત્રિત થતા હોય તેવા રાજમાર્ગોમાં, દેવાલયોમાં, ગ્રામ અથવા નગરના સ્થાનોમાં, નિર્જન ગામ કે નગરના સ્થળોમાં, ગલીઓમાં, બજારો કે દુકાનો જ્યાં હોય એવા સ્થળોમાં, વનોમાં, વનખંડોમાં, સ્મશાનોમાં, શૂન્યગૃહોમાં, પર્વતની ગુફાઓમાં, શાંતિગૃહોમાં પર્વતોને કોતરીને બનાવવામાં આવેલ ગૃહોમાં, સભાસ્થળોમાં તથા માટીના ઘરોમાં, એવી ભૂમિ કે જ્યાં ગુપ્ત રીતે રાખેલા ધનભંડાર છે ત્યાંથી લાવી લાવીને તે જંભક દેવો સિદ્ધાર્થ રાજાના ભવનમાં સ્થાપિત કરે છે.
[૮] તે પછી શ્રમણ ભગવાન મહાવીરના માતા-પિતાને ચિંતન, અભિલાષરૂપ મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે જ્યારથી આ અમારો પુત્ર કુક્ષિમાં ગર્ભપણે આવેલ છે ત્યારથી અમે હિરણ્યશી, સુવર્ણથી, ધનથી, ધાન્યથી, રાજ્યથી, રાષ્ટ્રથી, સેનાથી, વાહનોથી, ધન-ભંડારથી, પુરથી, અંતઃપુરથી, જનપદથી, યશકીર્તિથી વૃદ્ધિ પામી રહ્યા છીએ તથા ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાલ અને માણેક વગેરે નિશ્ચયથી આપણે ત્યાં અત્યધિક વધવા લાગ્યાં છે તથા આપણે સારરૂપ દ્રવ્યાદિથી તથા પ્રીતિ અને સકારના સમુદયથી અતિ અતિ વૃદ્ધિ પામી રહ્યા છીએ. તેથી જ્યારે આપણો આ પુત્ર જન્મ લેશે ત્યારે આપણે આ પુત્રનું તેના અનુરૂપ ગુણોને અનુસરણ કરનારું ગુણસંપન્ન “વર્ધમાન' નામ રાખશું.
[૮] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીરને જ્ઞાતકુળમાં લાવવામાં આવ્યા તે જ રાતથી સંપૂર્ણ જ્ઞાતકુળ ચાંદીથી, સોનાથી, ધન-ધાન્યથી, રાજ્યથી, રાષ્ટ્રથી, તેનાથી, વાહનથી, કોશથી, કોઠાગારથી, નગરથી, અંતઃપુરથી, જનપદથી, ચશ અને કીર્તિથી વૃદ્ધિ પામવા લાગ્યું.
તે જ પ્રમાણે વિપુલ ધન, સોનું, રત્ન, મણિ, મોતી, દક્ષિણાવર્ત શંખ, શિલા, પ્રવાલ, પઘરાણ, માણેક વગેરે સારભૂત સંપત્તિથી પણ જ્ઞાતૃકુળમાં લોકોમાં પરસ્પર પ્રીતિ, આદર અને સત્કાર સદ્ભાવ વધવા લાગ્યો.
[૮] તે પછી શ્રમણ ભગવાન મહાવીર માતા પ્રત્યે અનુકંપા કરવા માટે અર્થાત્ “ગર્ભમાં હલન-ચલન કરીશ તો માતાને કષ્ટ થશે' એવું વિચારી નિશ્ચલ થઈ ગયા, હલનચલન બંધ કરી દીધું. અકંપ બની ગયા, પોતાનાં અંગોપાંગને સંકોચી આલીન, પ્રલીન અને ગુપ્ત થઈ ગયા અર્થાત્ માતાની કુક્ષિમાં હલન-ચલન રહિત થઈને રહ્યા.