________________
વ્યાખ્યાન-૪
૭૧
૩૨
કલ્પ [બારસા સૂત્ર
| વ્યાખ્યાન-૪
पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं
પર્યુષણ મહાપર્વ
[] તે પછી સિદ્ધાર્થ રાજાએ સ્વપ્ન-લક્ષણ પાઠકોને વંદન કર્યું, તેમની અર્ચના કરી, સત્કાર અને સન્માન કર્યું. પછી તેઓ (રવખપાઠકો) પૃથક પૃથક અગાઉથી ગોઠવવામાં આવેલ ભદ્રાસન ઉપર બેઠા.
દિવસ-૫
વ્યાખ્યાન-૪
[૭૧] તે પછી સિદ્ધાર્થ ક્ષત્રિય ત્રિશલા ક્ષત્રિયાણીને પડદાની અંદર બેસાડે છે. બેસાડીને હાથમાં ફળ-ફૂલ લઈને વિશેષ વિનયપૂર્વક વMલક્ષણ પાઠકોને આ પ્રમાણે કહે છે - હે દેવાનુપ્રિયો ! નિશ્ચિયથી આજે ત્રિશલા ક્ષત્રિયાણીએ તથા પ્રકારની ઉત્તમ શય્યા ઉપર શયન કરતાં, અર્ધ નિદ્રાવસ્થામાં આ જાતના ચૌદ મહાન સ્વપ્નો જોયાં છે, જોઈને તે જાગૃત થઈ, તે રવM ગજ, વૃષભ વિગેરે છે. હે દેવાનુપ્રિયો ! તે ઉદાર ચૌદ મહાસ્વપ્નોનું શું કલ્યાણકારી ફળ વિશેષ હશે ?