________________
વ્યાખ્યાન-૩
કા [બાસા સૂત્ર
દેવાનુપ્રિયો ! શીઘ-તરત જ અષ્ટાંગ મહાનિમિત્તના સૂત્ર અને અર્થના પારગામી, વિવિધ શાસ્ત્રોમાં કુશળ એવા સ્વપ્નલક્ષણ પાઠકો-સ્વપ્ન શાસ્ત્રીઓને બોલાવી લાવો.
[૬૫] ખાનગૃહથી બહાર નીકળીને (સિદ્ધાર્થ) જ્યાં બહારની ઉપસ્થાનશાળા છે ત્યાં આવે છે, ત્યાં આવીને સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મોં કરીને બેસે છે, બેસીને પોતાથી ઉત્તરપૂર્વ દિશામાં (ઈશાન ખૂણામાં) શ્વેતવસ્ત્રોથી ઢંકાયેલા અને જેના ઉપર સરસવ વગેરેથી માંગલિક ઉપચાર કરવામાં આવેલ છે એવાં આઠ ભદ્રાસન ગોઠવાવે છે, ગોઠવાવીને પોતાનાથી અતિ નિકટ નહિ કે અતિ દૂર નહિ એવી રીતે વિવિધ મણિરત્નોથી મંડિત ઘણાં જ દર્શનીય અને મહામૂલ્યવાળા મોટા અને પ્રતિષ્ઠિત નગરમાં બનાવડાવેલાં પારદર્શક પટ્ટસૂત્ર પથરાવે છે. જેની ઉપર સેંકડો ચિત્રોથી ચિતરેલાં ઈહામૃગ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, રૂરૂ (મૃગવિશેષ) અષ્ટાપદ, ચમરી ગાય, હસ્તી, વનલતા, પદ્મલતા વગેરેનાં ચિત્રો દોરેલાં હતાં.
આવા અંતઃપુર માટે યોગ્ય જવનિકા (પડદો) નખાવે છે, યવનિકાથી અંદરના ભાગમાં વિવિધ મણિરત્નોથી જડિત, ત્રિવિચિત્ર તકીઆવાળું, મુલાયમ ગાદીવાળું સફેદ વસ્ત્રથી આચ્છાદિત, ઘણું જ મૃદુ, શરીરને માટે સુખકારી સ્પર્શવાળું વિશિષ્ટ પ્રકારનું ભદ્રાસન ત્રિશલા ક્ષત્રિયાણીને માટે મૂકાવે છે.
[૬] ત્યારપછી તે કુટુંબીજનો (સેવકો) સિદ્ધાર્થ રાજાએ જ્યારે આમ કહ્યું ત્યારે ખૂબ પ્રસન્ન થયા અને તેમનું હૃદય આનંદથી ઉભરાવા લાગ્યું. તેઓ બન્ને હાથ જોડીને મસ્તકે અંજલિ કરીને રાજાની આજ્ઞાનો વિનયયુક્ત વચનથી સ્વીકાર કરે છે. સ્વીકાર કરીને સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી નીકળે છે, નીકળીને તેઓ કુંડગ્રામ નગરની વચ્ચેવચ્ચે થઈને જ્યાં સ્વપ્નલક્ષણ પાઠકોનાં આવાસ છે, ત્યાં આવે છે. ત્યાં આવીને સ્વપ્ન-લક્ષણ પાઠકોને બોલાવે છે.
[૬૮] ત્યારબાદ સિદ્ધાર્થ ક્ષત્રિયના સેવકજનો દ્વારા બોલાવાયેલ સ્વપ્ન-લક્ષણ પાઠકો હર્ષિત અને તુષ્ટ થયા. પ્રસન્નચિત્ત થયા. તેમણે સ્નાન કર્યું. બળિકર્મ કર્યું. કૌતુક (કપાળમાં તિલક વગેરે) તથા સરસવ, દહીં, ચોખા, દૂર્વાદિ મંગળોથી માંગલિક કૃત્ય અને દુષ્ટ સ્વપ્ન વગેરેનાં ફળને નિફલ કરવા માટે પ્રાયશ્ચિત્તરૂપ કૃત્ય કર્યું. રાજ્યસભામાં જવા યોગ્ય શુદ્ધ, મંગળરૂપ, ઉત્તમ વસ્ત્રો ધારણ કર્યા. અલ્પ પરંતુ બહુમૂલ્ય આભૂષણોથી શરીરને અલંકૃત કર્યું. માથા ઉપર કપાળે સફેદ સરસવ અને ચોખા વગેરે મંગળ માટે
[૬૬] ભદ્રાસન મૂકાવીને રાજા સિદ્ધાર્થ પોતાના સેવક જનોને બોલાવે છે. બોલાવી તેમને આ રીતે કહે છે – હે