________________
વ્યાખ્યાન-૩
કા [બારસા સૂત્ર
અંજલિ જોડી અને સિદ્ધાર્થ ક્ષત્રિયની આજ્ઞાને પુનઃ સમર્પિત કરે છે.
[૬] ત્યારપછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રાતઃકાળ સમયે જ્યારે ઉત્પલ કમલ વિકસિત થાય છે, હરણોનાં કોમળ નેત્રો ખુલવા લાગે છે, ઉજ્જવળ પ્રભાત થવા લાગે છે અને લાલ અશોકના પ્રભાપુંજ જેવું, કિંશુકના રંગસમાન, પોપટની ચાંચ અને અર્ધ ચણોઠીના લાલ રંગસમાન મોટા મોટા જળાશયોમાં સરખી રીતે ઉત્પન્ન થતાં કમળોને વિકસિત કરનાર, હજાર કિરણોના તેજથી પ્રદીપ્ત દિવસને કરનાર સૂર્યનો ઉદય થયો, ત્યારે શય્યા પરથી ઊઠે છે.
આવેલ હોય અથવા જેને પકવવામાં હજાર મહોરો લાગી હોય એવા સહમ્રપાક વગેરે સુગંધિત તેલોથી મર્દન કર્યું.
તે તેલ અત્યંત ગુણકારી, રસ, રુધિર ધાતુઓની વૃદ્ધિ કરનાર, ક્ષુધાને પ્રદીપ્ત કરનાર, બળ, માંસ અને તેજને વધારનાર, કામોદ્દીપક, પુષ્ટિકારક અને બધી ઈન્દ્રિયોને સુખદાયક હતું.
અંગમર્દન કરનારા, સંપૂર્ણ હાથ, પગવાળા સુકોમળ કોમળ તળીયાવાળા, મર્દન કરવામાં તથા મર્દન કરીને ઉતારેલ તેલને પાછું કાઢવામાં દક્ષ-પ્રવીણ સ્કૂર્તિથી મર્દન કરનારાઓમાં આગેવાન, મર્થનકળાના વિશેષજ્ઞ, ચતુર, શરીરનો સંકેત સમજવામાં કુશળ, બુદ્ધિમાન તથા પરિશ્રમથી હાર નહિ માનનાર હતા.
તેવા માલિશ કરનાર પુરુષોએ અસ્થિને સુખદાયક, માંસને સુખદાયક, ત્વચાને સુખદાયક, રોમરાજીને સુખદાયકઆ રીતે ચાર પ્રકારની સુખદાયક અંગ સુશ્રુષાવાળી માલિશ કરી. માલિશથી બધો થાક ઊતરી ગયો. સિદ્ધાર્થ ક્ષત્રિય વ્યાયામશાળામાંથી બહાર નીકળ્યા.
[3] મહારાજા સિદ્ધાર્થ શય્યા આસનથી ઊઠે છે, પાદપીઠિકાથી ઊતરે છે, પાદપીઠિકાથી ઊતરીને જ્યાં વ્યાયામશાળા છે ત્યાં આવીને વ્યાયામશાળામાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને અનેક વ્યાયામ યોગ્ય વલ્સન-કૂદવું બામર્દનએક બીજાની ભુજા વગેરે અંગોને મરડવા, મલ્લયુદ્ધ-કુરતી કરવી વગેરે વિવિધ વ્યાયામો કરવાથી જ્યારે તે થાકી ગયા ત્યારે થાકને દૂર કરવા વિવિધ ઔષધોનું મેળવણ કરીને સો સો વાર પકવવામાં આવેલ અથવા સો મુદ્રાઓના વ્યયથી બનેલ એવા શતપાક તેલથી અને જે હજાર વાર પકવવામાં
[૬૪] (સિદ્ધાર્થ રાજા) વ્યાયામશાળામાંથી બહાર નીકળીને જ્યાં મજ્જનગૃહ (સ્નાનગૃહ) છે ત્યાં આવે છે.
ત્યાં આવીને સ્નાનગૃહમાં પ્રવેશ કરે છે, પ્રવેશ કરીને મોતીઓના સમૂહથી રમણી, વિવિધ મણીઓ તથા રનોથી