________________
વ્યાખ્યાન-૩
૬૨
કલ્પ [બારો] સૂત્ર
આ જાતનો સ્વપ્નોનો અર્થ સાંભળી હૃદયમાં ધારણ કરીને હર્ષિત, સંતુષ્ટ અને પ્રસન્ન ચિત્તવાળી થઈ, બન્ને હાથ જોડીને, દસેય નખ ભેગા કરીને મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે બોલી.
[૬૦] ત્યારપછી સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રભાત થતાં કુટુંબીજનોને બોલાવે છે. બોલાવીને આ રીતે કહે છે – “હે દેવાનુપ્રિયો ! તુરતજ આજે બહારની ઉપસ્થાનશાળા (રાજસભાભવન)ને વિશેષ રૂપથી-સુગંધિત જળથી સિંચન કરો, સાફ કરીને તેનું (છાણ વગેરેથી) લિંપણ કરો, ઠેકઠેકાણે શ્રેષ્ઠ સુગંધિત પંચવર્ણોના પુષ્પસમૂહથી સુશોભિત કરો, કાલાગુરુ, ઉત્તમ કુંદર તથા તુર્કી ધૂપથી સુગંધિત બનાવો. અહીં તહીં સુગંધિત દ્રવ્યોના છંટકાવ કરીને સુગંધિત ગુટિકા સમાન બનાવો. જાતે કરો અને બીજા પાસે કરાવો તથા કરી, કરાવીને ત્યાં એક સિંહાસન ગોઠવાવો. ગોઠવાવીને પછી મારી આજ્ઞાનું પાલન કરી મને તુરત જણાવો.”
[૫૮] “હે સ્વામી ! તે એમ જ છે. જેવું આપે કહ્યું તેવું જ છે. આપનું કથન સત્ય છે, સંદેહરહિત છે, ફરીફરીને ઈષ્ટ છે, હે સ્વામીન ! તે ઈષ્ટ અને ખૂબ ઈષ્ટ છે. આપે સ્વપ્નાનાં જે જે ફળ બતાવ્યાં છે તે સત્ય છે.” આ પ્રમાણે કહીને તે સ્વપ્નોના અર્થનો સમ્યક્ પ્રકારે સ્વીકાર કરે છે તથા સિદ્ધાર્થ રાજાની આજ્ઞા પ્રાપ્ત કરીને વિવિધ પ્રકારનાં રત્નાદિથી જડેલ ભદ્રાસન ઉપરથી ઊભી થાય છે. તે ઊભી થઈને ફરીને અચપળ, શીઘતારહિત, અવિલંબી, રાજહંસી સમાન મંદગતિથી ચાલીને જ્યાં પોતાની શય્યા છે ત્યાં આવે છે. ત્યાં આવીને મનોમન બોલી અર્થાત મનમાં વિચારવા લાગી.
[૫૯] મારાં તે ઉત્તમ, પ્રધાન, મંગળરૂપ મહાસ્વપ્ન બીજાં ખરાબ સ્વપ્નોથી પ્રતિહત અને નિષ્ફળ બની ન જાય તે કારણે મારે જાગૃત રહેવું જોઈએ. એવો વિચાર કરીને દેવગુરુજન સંબંધી પ્રશસ્ત, માંગલિક, ધાર્મિક, રસપ્રદ કથાઓનાં અનુચિંતનથી પોતાના મહાસ્વપ્નાંની રક્ષાને માટે સારી રીતે જાગૃત રહેવા લાગી.
[૬૧] ત્યારપછી તે કૌટુબિંક પુરુષો સિદ્ધાર્થ રાજા દ્વારા એવા પ્રકારનો આદેશ મળતાં હર્ષિત થયા અને ઉલ્લસિત હૃદયથી પહેલાની માફક મસ્તક ઉપર અંજલિ કરીને હે
સ્વામીન ! જેવી આપની આજ્ઞા' એમ કહીને, આજ્ઞાનો વિનયપૂર્વક વચનથી સ્વીકાર કરીને સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી બહાર નીકળે છે. બહાર નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, ત્યાં આવે છે. આવીને તરત જ ઉપસ્થાનશાળાને સુગંધિત જળથી સિંચિત કરીને બરાબર સિંહાસન સજાવે છે. સિંહાસન સજાવીને જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં આવે છે. આવીને બે હાથ જોડીને દશ નખ ભેગા કરી મસ્તકે આવર્ત કરી, મસ્તકે