________________
વ્યાખ્યાન-૩
૫૬
કલ્પ [બાસા] સૂત્ર
તટને ઓળંગી જશે. વળી પાછી ફરતી દેખાતી હતી. તેમાં રહેલા વિરાટ મગરમચ્છ, તિમિમચ્છ, તિમિંગલમચ્છ, નિરુદ્ધ, તિલતિલય વગેરે જળચરો, પોતાની પૂંછડીને જ્યારે પાણી ઉપર ફટકારતાં હતાં ત્યારે તેની ચારેય બાજુ કપૂર જેવાં ઉજ્જવળ ફીણ ફેલાઈ જતાં હતાં. મહાનદીઓનો પ્રબલ પ્રવાહ પડવાથી તેમાં ગંગાવત નામનાં આવત ઉત્પન્ન થતાં હતાં. તે ભમરમાં પાણી ઉછળતાં અને ફરી પાછાં પડતાં તથા ચારેય બાજુ ફરી વળતાં ચંચળ દેખાતાં હતાં. એવા ક્ષીરસમુદ્રને શરદઋતુના ચંદ્રસમાન સૌમ્ય મુખવાળી ત્રિશલાદેવી અગિયારમાં સ્વપ્નમાં જુએ છે.
પઘલતા વગેરેનાં વિવિધ પ્રકારનાં ચિત્રો ચિતરેલ હતાં. તેમાં ગંધર્વો મધુર ગીત ગાઈ રહેલ હતા, વાધ વાગી રહેલ હતાં કે જેનાથી તે ગરજતાં માલૂમ પડતાં હતાં. તેમાં દેવદુંદુભિનો ઘોષ થઈ રહેલ હતો કે જેનાથી તે વિપુલ મેઘની ગંભીર ગર્જનાની માફક સંપૂર્ણ જીવલોકને શબ્દાયમાન કરતું હોય તેવું લાગતું હતું.
કાળો અગુરું, શ્રેષ્ઠ, કુંદક, તુક્ક (લોબાન) તથા બળતા ધૂપથી તે મહેકી રહેલ હતું અને મનોહર દેખાતું હતું. તે વિમાનમાં નિત્ય પ્રકાશ રહેતો હતો. તે શ્વેત અને ઉજ્જવળ પ્રભાવાળું હતું. દેવોથી સુશોભિત, જ્યાં સદા સુખનો ઉપયોગ થઈ રહેલ છે તેવા શ્રેષ્ઠ પુંડરીક કમળ જેવા વિમાનને દેવી ત્રિશલા જુએ છે. - બારમું સ્વપ્ન.
[૪૬] તે પછી ત્રિશલાદેવી બારમા સ્વપ્નમાં શ્રેષ્ઠ દેવવિમાન જુએ છે. તે દેવવિમાન નવોદિત સૂર્યબિંબ માફક પ્રભાસંપન્ન અને દેદીપ્યમાન હતું. તેમાં સોનાના બનાવેલા અને મહામણિઓથી જડિત એક હજાર આઠ સ્થંભ હતા કે જે પોતાના અલૌકિક પ્રકાશથી આકાશમંડળને આલોકિત કરી રહેલ હતા. તેમાં સ્વર્ણના પતરાં ઉપર જડેલાં મોતીઓના ગુચ્છા લટકી રહેલ હતા. તે કારણે તેમાં આકાશ વધારે ચમકતું દેખાતું હતું. દિવ્યમાળાઓ પણ લટકતી હતી.
તે વિમાન ઉપર વરૂ, વૃષભો, અશ્વો, મનુષ્યો, મગરો, પક્ષીઓ, સર્પો, કિન્નરો, રસમૃગો, શરભો (અષ્ટાપદો) ચમરી ગાયો તથા વિશેષ પ્રકારનાં જંગલી પશુઓ, હાથીઓ, વનલતા,
[૪] તે પછી ત્રિશલા માતાએ તેરમાં સ્વપ્નમાં રત્નનો સમૂહ જોયો. તે રત્નનો સમૂહ ભૂમિ ઉપર રાખેલ હતો. તેમાં પુલક, વજ, ઈન્દ્રનીલ, શાસક, કર્કેતન, લોહીતાક્ષ, મરકત, મસારગલ, પ્રવાલ, સ્ફટિક, સોગંધિક, હંસગર્ભ, અંજન, ચંદ્રપ્રભ વગેરે શ્રેષ્ઠ રનો હતાં અને તેના યોગે તે રત્નસમૂહ પ્રભાસ્વર થઈ રહેલ હતો. તે રત્નોનો સમૂહ, મેરુપર્વત સમ ઊંચો માલૂમ પડતો હતો. એવા રનના સમૂહને ત્રિશલાદેવીએ તેરમાં સ્વપ્નમાં જોયો.