________________
વખ્યાન-૩
કલ્પ [બાસ્સા સૂત્ર
[૪૩] ત્યારબાદ ત્રિશલાદેવી નવમાં સ્વપ્નમાં કળશ જુએ છે. તે કળશ વિશુદ્ધ સોનાની માફક ચમકી રહેલ હતો. નિર્મળ જળથી પરિપૂર્ણ હતો. દેદીપ્યમાન હતો. ચારે બાજુ કમળોથી ઢંકાયેલો હતો. બધી જાતના મંગળચિત્રો તેના ઉપર ચિતરેલ હોવાથી તે સર્વ મંગળમય હતો. શ્રેષ્ઠ રત્નોથી બનાવેલ કમળ ઉપર તે કળશ સુશોભિત હતો, જેને જોતાં જ નેત્ર આનંદવિભોર થઈ જતાં હતાં. તેની પ્રભા ચારેય દિશાઓમાં ફેલાઈ રહેલ હતી, જેનાથી બધી દિશાઓ આલોકિત હતી. લક્ષ્મીદેવીનું તે પ્રશસ્ત ઘર હતું. બધી જાતનાં દૂષણોથી રહિત, શુભ તથા ચમકદાર અને ઉત્તમ હતો. સર્વ હતુઓનાં સુગંધિત ફૂલોની માળાઓ કળશના કંઠ ઉપર રાખેલી હતી. એવા ચાંદીના પૂર્ણ કળશને ત્રિશલાદેવી નવમાં સ્વપ્નમાં જુએ છે.
કમળો, શ્વેત કમળો, એ બધી જાતનાં કમળોથી તે શોભાયુક્ત હતું. તે અતિ રમણીય હતું.
પ્રમોદયુક્ત ભમરા અને મસ્ત મધમાખીઓ કમળો ઉપર બેસીને તેનું રસપાન કરી રહેલ હતી. તે સરોવર ઉપર મધુર કલરવ કરનારા લહંસ, બગલા, ચકવાક, રાજહંસ, સાસ વગેરે વિવિધ પક્ષીઓનાં યુગલો જળક્રીડા કરી રહેલ હતાં. તેમાં કમલિની દળ ઉપર પડેલાં જળકણો સૂર્યનાં કિરણો પડવાથી મોતીની માફક ચમકી રહેલ હતાં. તે સરોવર હદય અને નેત્રોને પરમ શાંતિ આપનાર હતું અને કમળોથી રમણીય હતું એવું સરોવર ત્રિશલાદેવી સ્વપ્નમાં જુએ છે. – દશમું સ્વપ્ન.
[૪૪] તે પછી ત્રિશલાદેવી દશમાં સ્વપ્નમાં પદ્મ સરોવરને જુએ છે. તે પદ્મ સરોવર પ્રાતઃકાળના સૂર્યની રશ્મિઓથી વિકસિત, સહસ્ર પાંખડીઓવાળાં કમળની સૌરભથી સુગંધિત હતું. તેનું પાણી કમળના પરાગ પડવાથી લાલ અને પીળા વર્ણનું દૃષ્ટિગોચર થઈ રહેલ હતું. તેમાં જળચર જીવોનો સમૂહ અહીં તહીં પરિભ્રમણ કરી રહેલ હતો. મત્સાદિ તેના જળનું પાન કરી રહેલ હતાં. તે સરોવર અત્યંત ઊંચું અને લાંબુ પહોળું હતું. સૂર્યવિકાસી કમળો, લાલ કમળો, મોટાં
[૪૫] તે પછી ત્રિશલાદેવી સ્વપ્નમાં ક્ષીરસાગરને જુએ છે. તે ક્ષીરસાગરનો મધ્ય ભાગ ચંદ્રકિરણોના સમૂહની માફક શોભાયમાન હતો, અને અત્યંત ઉજ્જવળ હતો. ચારેય બાજુથી ઉછળતા પાણીથી અત્યંત ઊંડો હતો. તેની લહેરો ચંચળ હતી તે ખૂબ ઉછળી રહી હતી જેથી તેનું પાણી તરંગીત હતું. પવનના ઝપાટાથી તે વારેવારે તરંગિત થવાની સાથે કિનારાથી ભટકાઈને દોડી રહેલું હોય તેવું લાગતું હતું.
તે સમયે તે મોજાં નૃત્ય કરતાં હોય અને ભયથી વિહળ થઈ ગયેલ હોય તેવાં લાગતાં હતાં. તે પ્રકાશિત અને સોહામણી ઊર્મિઓ ક્યારેક એવી લાગતી હતી જાણે કે થોડી જ વારમાં