________________
વ્યાખ્યાન-૨
કલા [બારસાં સૂત્ર
ગુણને લીધે તે અતીવ સુશોભિત હતી.
તેણીના બન્ને હાથમાં દેદીપ્યમાન કમળ હતાં. જેમાંથી મકરન્દ ટપકી રહેલ હતું. આનંદને ખાતર વિંજવામાં આવતા પંખાથી સુશોભિત હતી. તેણીના કેશ-પાશ પૃથક પૃથક્ અને ગુચ્છા વગરના તથા કાળા, સઘન, સારી રીતે ચીકણા અને કમર સુધી લંબાયેલ હતા. તેણીનો નિવાસ પદ્મદ્રહના કમળ ઉપર હતો. તેનો અભિષેક હિમવંત પર્વતના શિખર ઉપર રહેલાં દિગ્ગજોની વિશાળ અને પુષ્ટ સૂટમાંથી નીકળતી જળધારાથી થતો હતો એવી ભગવતી લક્ષ્મીદેવીને ત્રિશલા દેવીએ ચોથા સ્વપ્નમાં જોઈ.
-
X
-
X
-
पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं
- X
- X
–