________________
વ્યાખ્યાન-૨
૪૦
કલ્પ [બાસાં સૂત્ર (શીઘતાયુક્ત) ચપળ (ફૂર્તિયુક્ત) વેગયુક્ત, ઉપર તરફ જનારી શીઘ દિવ્ય દેવગતિથી તિરછા અસંખ્યાત દ્વીપ સમુદ્રોની વચ્ચોવચ્ચ થઈને અને હજાર-હજાર યોજનમાં વિરાટ પગલાં ભરતો ઉપર ચડે છે, ઉપર ચડીને જે તરફ સૌધર્મ નામનો કલ્પ છે, સૌધર્માવલંસક વિમાન છે તેમાં શક નામના સિંહાસન ઉપર દેવેન્દ્ર દેવરાજ શકેન્દ્ર બેઠા છે ત્યાં આવે છે. આવીને દેવેન્દ્ર દેવરાજ અને તેની આજ્ઞા શીધ્ર પાછી સમર્પિત કરે છે અર્થાત્ આજ્ઞાનુસાર કાર્ય કરી દીધાની સૂચના આપે છે.
ત્યાં આવીને ગર્ભમાં રહેલા શ્રમણ ભગવાન મહાવીરને જોતાં જ પ્રણામ કરે છે. પ્રણામ કરીને દેવાનંદા બ્રાહ્મણીને અને બધા પરિજનોને અવસ્થાપિની નિદ્રા આપે છે અવસ્થાપિની નિદ્રા આપીને અશુભ પુદ્ગળોને દૂર કરે છે. દૂર કરીને શુભ પુદ્ગળોને સ્થાપિત કરીને “હે ભગવાન ! આપની આજ્ઞા હોજો' એમ કહીને શ્રમણ ભગવાન મહાવીરને જરા પણ કષ્ટ ન થાય એ રીતે બંને હાથનું સંપુટ બનાવીને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને જ્યાં ક્ષત્રિય કુંડગ્રામ નગર છે,
જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિનું ઘર છે, જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી છે ત્યાં આવે છે.
ત્યાં આવીને ત્રિશલા ક્ષત્રિયાણીને તથા તેના પરિવારને અવસ્થાપિની નિદ્રા આપે છે. અવસ્થાપિની નિદ્રામાં સુવડાવીને અશુભ અને અસ્વચ્છ પુદ્ગળોને દૂર કરે છે અને શુભ પુગળોને પ્રક્ષિપ્ત કરે છે. શુભ પુદ્ગળોને પ્રક્ષિપ્ત કરીને શ્રમણ ભગવાન મહાવીરને સુખપૂર્વક બાધારહિત ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં (ઉદરમાં) ગર્ભરૂપે સ્થાપિત કરે છે અને જે ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં (ઉદરમાં) ગર્ભ હતો તેને સંહરીને જાલંધર ગોબિયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં સ્થાપિત કરે છે. સ્થાપિત કરીને જે દિશાએથી તે આવ્યો હતો તે દિશામાં ફરી ચાલ્યો જાય છે.
[૨૯] તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. મને સંહરણ કરવામાં આવશે તે જાણતા હતા. સંહરણ થતું હતું તે જાણતા ન હતા પણ સંહરણ થઈ ગયું તે જાણતા હતા.
[૩૦] તે કાળે તે સમયે જ્યારે વર્ષાઋતુ ચાલતી હતી અને વર્ષાઋતુનો તે ત્રીજો માસ અને પાંચમો પક્ષ ચાલતો હતો અર્થાત્ આસો વદ-૧૩ને દિવસે ભગવાન સ્વર્ગથી ટ્યુત થયા અને દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભમાં આવ્યા ને વ્યાસી રાત્રિ દિવસ પસાર થઈ ગયાં હતાં અને ગ્યાસીમો દિવસ ચાલી રહ્યો હતો ત્યારે તેરસને દિવસે મધ્યરાત્રિના સમયે, ઉત્તરાફાગુની નક્ષત્રનો યોગ થતાં પોતાના હિતની કાંક્ષાવાળા
[૨૮] જ્યારે તે પાછો જાય છે ત્યારે તે ઉત્કૃષ્ટ, વરિત