________________
વ્યાખ્યાન-૨
કલ્પ [બારસાં] સૂત્ર
[૨૪] એટલે અતીતકાળના, વર્તમાનકાળના ભવિષ્યકાળના દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રોનું આ કર્તવ્ય (કુળપરંપરાકુળાચાર) છે કે તે અરિહંત ભગવંતને તેવા પ્રકારના અંતકુળ, પ્રાંતકુળ, તુચ્છકુળ, કૃપણકુળ, દરિદ્રકુળ, ભિક્ષુકકુળ અથવા તો બ્રાહ્મણકુળોમાંથી ઉપાડી તેવા ઉગ્રકુળોમાં ભોગકુળોમાં, રાજજકુળોમાં જ્ઞાતૃવંશના કુળોમાં, ક્ષત્રિયવંશના કુળોમાં ઈક્વાકુ વંશના કુળોમાં, હરિવંશ અથવા તેવા પ્રકારના અન્ય પણ વિશુદ્ધ જાતિ કુળવાળા વંશોમાં સંહરણ કરી દે છે.
થયા યાવત્ હર્ષિત હૃદયથી બન્ને હાથ ભેગા કરી અંજલિબદ્ધ થઈને “દેવની જેવી આજ્ઞા” આ પ્રમાણે તે આજ્ઞા-વચનનો વિનયપૂર્વક સ્વીકાર કરે છે અને સ્વીકાર કરીને દેવેન્દ્ર દેવરાજ શકેન્દ્રની પાસેથી નીકળે છે, નીકળીને ઉત્તરપૂર્વ દિશા તરફ અર્થાત્ ઈશાન ખૂણામાં જાય છે. ત્યાં જઈને વૈક્સિસમુદ્ઘાતથી સમવહત થાય છે. થઈને સંખ્યાત યોજન વિસ્તૃત લાંબા દંડાના આકારના પુદ્ગલોને બહાર કાઢે છે.
જેવા રનનાં, વજના, વેડૂર્યનાં, લોહિતાક્ષનાં, મસારગલનાં, હંસગર્ભનાં પુલકનાં, સૌગલ્પિકનાં જ્યોતિસનાં, અંજનના, અંજનપુલનાં, રજતનાં જાતરૂપનાં, સુભગનાં, અંકનાં, સ્ફટિકનાં અને અરિષ્ટ વગેરે બધી જાતના રત્નોનાં જેવાં સ્થૂળ પુદ્ગળો કાઢે છે અને તેના બદલે સૂક્ષ્મ અને સારરૂપ પુગળોને ગ્રહણ કરે છે.
[૫] તેથી (હરિણગમેપીને આદેશ આપતાં કહે છે કે - હે દેવાનુપ્રિય! તું જા અને શ્રમણ ભગવાન મહાવીરને બ્રાહ્મણકુંડ ગ્રામ નગરથી કોપાલ ગોત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધર ગોટીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી ક્ષત્રિયકુંડ ગ્રામ નગરના જ્ઞાતવંશીય ક્ષત્રિયોના કાશ્યપ ગોત્રીય સિદ્ધાર્થ ક્ષત્રિયની વાશિષ્ઠ ગોટીયા ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભરૂપે સંહરિત કર અને સંહરિત કરીને ફરી પાછી મારી આજ્ઞા મને અર્પિત કર અર્થાત મને સૂચિત કર.
[૨] આ રીતે તે (હરિપ્લેગમેષી) ફરીને બીજી વાર પણ વૈક્રિય સમુહ્નાત કરે છે. પોતાના મૂળ શરીરથી જુદું બીજું ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે. બનાવીને ઉત્કૃષ્ટ, વરાયુક્ત ચપળ, અત્યંત તીવગતિવાળી, પ્રચંડ વેગવાળી, શીઘ, દિવ્ય દેવગતિથી ચાલે છે. ચાલીને તિરછા અસંખ્યદ્વીપ સમુદ્રોના મધ્યમાં થઈને જ્યાં જંબૂઢીપ છે, જ્યાં ભરતક્ષેત્ર-ભારતવર્ષ છે, જ્યાં બ્રાહમણકુંડગ્રામ નગર છે, જ્યાં ઋષભદત્ત બ્રાહ્મણનું ઘર છે, જ્યાં દેવાનંદા બ્રાહ્મણી છે ત્યાં આવે છે.
[૨૬] ત્યારબાદ પદાતિ સેનાના સેનાપતિ હરિબૈગમેલી દેવ દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રની આ આજ્ઞા સાંભળીને પ્રસન્ન