________________ સૂગ-૩ર૯ * સૂત્ર-૩૨૯/: નામ અને સ્થાપના સામાયિકનું સ્વરૂપ પૂર્વકથિત નામ-સ્થાપના આવશ્યક જેવું જાણવું. * વિવેચન-૩૨૯/s : કોઈ વસ્તુ કે પ્રવૃત્તિનું નામ “સામાયિક' રાખવું તે નામ નિક્ષેપ છે. કોઈ પદાર્થ કે આકૃતિ વિશેષને ‘આ સામાયિક છે' તેમ સ્થાપિત કરવું, કલ્પિત કરવું તે સ્થાપના નિૌપ છે. સ્થાપના અવાકાલની પણ હોય છે અને નામ-જીવનપર્યત રહે છે. નામ અને સ્થાપના સચિત, અયિત બંને પ્રકારે હોય છે. * સૂત્ર-૩૨૯/૮ થી 331 - ભવ્યશરીર દ્રવ્ય સામાયિક સુધીનું દ્રવ્યસામાયિકનું વર્ણન દ્રવ્ય આવશ્યકની જેમજ જાણવું. પ્રથન * જ્ઞાયક શરીર-ભવ્યશરીર વ્યતિક્તિ દ્રવ્ય સામાયિકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર * કે પુસ્તકમાં લિખિત સામાયિકપદ અથવા અધ્યયન જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યક્તિ દ્રવ્ય સામાયિક છે. આ જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિતિ સામાયિકનું સ્વરૂપ છે. આ રીતે નોઆગમથી દ્રવ્યસામાયિકની અને સાથે જ દ્રવ્ય સામાયિકની વકતવ્યતા પૂર્ણ થાય છે. પન :- ભાવ સામાયિકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ભાવસામાયિકના બે ભેદ છે, તે પ્રમાણે છે - (1) આગમથી ભાવસામાયિક, (2) નોગમથી ભાવ સામાયિક. પ્રશ્ન : આગમથી ભાવ સામાયિકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- સામાયિક પદના અધિકારમાં ઉપયોગવાન જ્ઞાયક (જ્ઞાતા) આગમથી ભાવસામાયિક છે. અતિ સામાયિકના મુલપાઠના અને તેના અર્થ પરમાના જ્ઞાતા તેના શુદ્ધયુક્ત ઉરચારણમાં ઉપયોગ યુકત હોય તો તેની આગમથી ભાવ સામાયિક છે. પ્રશ્ન :- નોઆગમથી ભાવ સામાયિકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :નોગમથી આથતિ આચારની અપેક્ષાઓ સામાયિકનું સ્વરૂપ આ પ્રમાણે છે - જેનો આત્મા સંયમ, નિયમ અને તપમાં લીન હોય તેને નોઆગમથી ભાવ સામાયિક છે, તેવું કેવી ભગવાનનું કથન છે. જે સર્વભૂતો, ગસ-સ્થાવર વગેરે પ્રાણીઓ પ્રત્યે સમભાવ ધારણ કરે છે, તેને નોઆગમથી-આચાથી ભાવ સામાયિક હોય છે, તેનું કેવળી ભગવાનનું વચન છે. * વિવેચન-૩૨૯/૮ થી 331 : - આ સૂત્રોમાં ભાવ સામાયિકના બે ભેદનું સ્પષ્ટીકરણ છે - (1) આગમથીસામાયિકના જ્ઞાતા અને તેમાં ઉપયોગવાન હોય અથવા સામાયિકના મૂલપાઠ અને 260 “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન તેના અર્થ પરમાર્થના જ્ઞાતા તેમાં ઉપયોગ યુકત હોય તો તે આગમથી (જ્ઞાન અપેક્ષાએ) ભાવ સામાયિક છે. (2) નોઆગમથી-આચારની દષ્ટિએ જે શુદ્ધ સામાયિક હોય તે નોઆગમથી ભાવ સામાયિક છે. તેનું સ્વરૂપ સૂરમાં બે ગાથા દ્વારા બતાવ્યું છે. તેનું તાત્પર્ય સ્પષ્ટ છે કે જેનો આત્મા તપ સંયમ અને નિયમોમાં અર્થાત્ સામાયિક ચારૂિપ સંયમાચારના મૂલ ગુણ અને ઉત્તર ગુણોના આચરણમાં લીન રહે છે અને બસ, સ્થાવર, સર્વ પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખે છે, તેની તે નોઆગમતઃ (આયાપેક્ષાયા) ભાવ સામાયિક છે. આ રીતે પ્રસ્તુત સૂત્રમાં સ્પષ્ટતઃ આચારરૂપ સામાયિક ચાસ્ત્રિને શાસ્ત્રકારે નોઆગમતઃ ભાવ સામાયિક કહી છે અને ઉપયોગ યુક્ત સામાયિકના જ્ઞાનને આગમતઃ ભાવસામાયિક કહી છે. આચાર્યોએ સામાયિકની લાક્ષણિક ભિન્ન-ભિન્ન અનેક વ્યાખ્યાઓ આપી છે. જેમકે - (1) બાહ્ય પરિણતિઓથી વિરત બની આત્મોમુખી બનવું તે સામાયિક કહેવાય છે. (2) સમ્ અર્થાત્ મધ્યસ્થ ભાવયુક્ત સાધકની મોક્ષાભિમુખી પ્રવૃત્તિ તે સામાયિક કહેવાય છે. (3) મોક્ષના સાધનભૂત જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિની સાધના તે સામાયિક કહેવાય છે. (4) સામ-સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવની પ્રાપ્તિ તે સામાયિક છે. (5) સાવધયોગથી નિવૃત્તિ અને નિરવધયોગમાં પ્રવૃત્તિ સામાયિક છે. * સૂત્ર-૩૩૨,૩૩૩ : જેમ મને દુઃખ પિય નથી, તેમ કોઈ પણ જીવને દુઃખ પિય ન હોય, તે રીતે સર્વ જીવને પોતાની સમાન જાણી, કોઈ પણ જીવને પોતે હણે કે હણાવે નહીં રીતે સર્વ જીવોને આત્મ સમાન રૂપમાં મનન કરનાર તે ‘સમમન'=સમણ (શ્રમણ) કહેવાય છે. જેને કોઈપણ જીવ પ્રત્યે ન રાગ હોય, ન હૈષ હોય, આ રીતે રાગ-દ્ધને શમન કરનાર તે ‘મન’ (શ્રમણ) કહેવાય છે. * વિવેચન-૩૩૨,૩૩૩ : આ સણની બે ગાથાઓમાં સામાયિકવાન શ્રમણના બે પયયવાચી શબ્દોના વ્યુત્પત્તિ પક અર્થનું નિરૂપણ છે. (1) સમન - જેમ મને દુ:ખ ઈષ્ટ નથી તેમ બધા જીવોને હણાવાદિરૂપ દુ:ખ પ્રિય નથી. સર્વ જીવને આત્મવત્ માને, સ્વ સમાન માને, એવું સમાનતાનું મનન કરનાર તે સમમન-સમન-શ્રમણ છે. (2) શમન :- કોઈ પણ પ્રાણી પ્રત્યે રાગ દ્વેષ અથવા પ્રેમ-વેર ન કરનાર, આ દૂષણોનું શમન કરનાર શમન (શ્રમણ) કહેવાય છે. * સૂત્ર-33૪ - જે સર્ષ, પર્વત, અનિ, સાગર, આકાશતલ, વૃક્ષસમૂહ, ભ્રમર, મૃગ, પૃથ્વી, કમળ, સૂર્ય અને પવન સમાન હોય, તે શ્રમણ છે. * વિવેચન-૩૩૪ - આ ગાથામાં શ્રમણોની વિવિધ ઉપમાઓનો ઉલ્લેખ છે. આ સર્વ ઉપમાઓ