________________ સૂ-૩૩૪ 261 એક દેશથી સમાનતાવાળી છે. ગાથામાં રહેલા ‘સમ' શબ્દ ‘ઉણ' આદિ દરેક શબ્દ સાથે જોડવો જોઈએ. તે ઉપમાઓનો આશય આ પ્રમાણે છે - (1) ઉગ(સર્પ) સમ:- સાધુ સર્ષની જેમ પરસ્કૃત ગૃહમાં રહે છે, તેથી તે ઉગમ છે. (2) ગિરિસમ - પરિષહો અને ઉપસર્ગોને સહન કરવામાં પર્વત સમાન અડોલ અને અવિયલ હોવાથી સાધુ ગિરિસમ છે. (3) જ્વલન (અગ્નિ) સમ - તપના તેજથી દેદીપ્યમાન હોવાથી સાધુ અગ્નિસમ છે અથવા જેમ અગ્નિ તૃણ, કાષ્ઠ ઈંધનથી તૃપ્ત થતી નથી, તેમ સાધુ જ્ઞાનાભ્યાસથી તૃપ્ત થતા નથી, તેથી અગ્નિ સમ છે. (4) સાગરસમ :- સમુદ્ર મર્યાદાનું ઉલ્લંઘન ન કરે તેમ સાધુ આચાર મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી અને ગુણરૂપી રનોની ખાણ જેવા હોવાથી સાધુ સમુદ્રસમ છે. (5) નભસમ - આકાશ આલંબનથી રહિત છે, તેમ સાધુ પણ બાજીના આશ્રય-આલંબન રહિત હોય છે. સાધુ નો સહારો લેતા ન હોવાથી આકાશસમ છે. (6) તગણસમ :- વૃક્ષો તેને સિંચનાર પર રાગ અને છેદનાર પર દ્વેષ કરતાં નથી, તેમ સાધુ નિંદા-પ્રશંસા, માન-અપમાનમાં રાગ-દ્વેષ ન કરતા સમવૃતિવાળા હોય છે માટે વૃક્ષસમ છે. (3) ભમરસમ :- અનેક પુષ્પોમાંથી થોડો-થોડો સ લઈ ઉદરપૂર્તિ કરનાર ભ્રમરની જેમ સાધુ પણ અનેક ઘમાંથી થોડો-થોડો આહાર ગ્રહણ કરી જીવનનિવહિ કરે છે, માટે તે ભમરસમ છે. (8) મૃગસમ:- જેમ મૃગ, હિંસક પશુ કે શિકારીઓમાંથી હંમેશાં ભયભીત રહે છે, તેમ સાધુ હંમેશાં સંસાર અને પાપથી ભયભીત રહે છે, માટે મૃગસમ છે. (9) ધરણિસમ - પૃથ્વી જેમ બધુ સહન કરે છે તેમ સાધુ પણ તિરસ્કાર, ખેદ, કઠોર વચન વગેરે સમભાવથી સહન કરે છે, માટે પૃથ્વીસમ છે. (10) જલસહસમ :- જેમ કમળ કાદવમાં જન્મ, કાદવમાં વૃદ્ધિ પામે છતાં કાદવથી, નિર્લિપ્ત રહે છે, તેમ સાધુ કામભોગમય સંસારમાં રહેવા છતાં તેનાથી અલિપ્ત હોય છે, માટે કમળસમ છે. (11) વિસમ - સૂર્ય સર્વ ક્ષેત્રને સમાનરૂપે પ્રકાશિત કરે છે, તેમ સાધુ જ્ઞાનરૂપી પ્રકાશ-ઉપદેશ સર્વ લોકોને સમાનરૂપે પ્રદાન કરે છે, માટે રવિસમ છે. (12) પવનસમ :- પવન-વાયુ સર્વત્ર અપ્રતિહત ગતિવાળો હોય છે, તેમ સાધુપણ સર્વત્ર પ્રતિબદ્ધ વિહારી હોય છે. * સૂત્ર-૩૩૫,૩૩૬/૧ - પૂર્વોક્ત ઉપમાથી ઉપમિત શ્રમણ તો જ કહેવાય છે તે સુમન હોય, ભાવથી પણ પાપી મનવાળો ન હોય, જે વજન અને પરજનમાં સમભાવી હોય, માન-અપમાનમાં પણ સમ હોય. આ રીતે નોઆગમ ભાવસામાયિક, ભાવસામાયિક, સામાયિક તથા નામનિum નિક્ષેપની વક્તવ્યતા પૂર્ણ થાય છે. * વિવેચન-૩૩૫,૩૩૬/૧ :આ ગાળામાં પ્રકારાન્તરથી શ્રમણના લક્ષણ બતાવવાની સાથે તેની યોગ્યતાનું 262 “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન દર્શન કરાવ્યું છે. પૂર્વોક્ત ગાથાઓમાં શ્રમણ, સમમત=સમન અને શમન આ ત્રણ પર્યાયવાચી શબ્દોનો ઉલ્લેખ છે. પ્રસ્તુત ગાથામાં ‘સુમન' પર્યાય શબ્દથી શ્રમણનું લક્ષણ બતાવ્યું છે કે જે માન અપમાનમાં વિષમ ભાવ કરે નહીં, મનને નિપાપ રાખે, પરિણામોને સુંદર-પ્રશસ્ત રાખે તે “સુમન' (શ્રમણ) કહેવાય છે. * સૂત્ર-૩૩૬/ર : અહીં નામનિષ્ણ નિક્ષેપના કથન પછી ક્રમ પ્રાપ્ત સૂઝાલપક નિક્ષેપની પરૂપા કરવાનો અવસર છે, (શિષ્યોની જિજ્ઞાસાથી) કહેવાની ઈચ્છા પણ છે પરંતુ અનુગામના ત્રીજ અનુયોગ દ્વારમાં સુત્રસ્પર્શી નિક્ષેપનું વર્ણન છે, તેથી વાદાવની દષ્ટિએ અહીં તેનો નિક્ષેપ કર્યો નથી. ત્યાં નિક્ષેપ કરવાથી અહીં અને અહીં નિક્ષેપ કરવાથી ત્યાં નિક્ષેપ થઈ જાય છે, તેમ સમજી લેવું જોઈએ. તેથી અહીં નિક્ષેપ ન કરતાં, ત્યાં સૂત્રનો નિક્ષેપ કર્યો છે. * વિવેચન-૩૩૬/૨ : આ સૂત્રમાં સૂબાલાપક નિક્ષેપનો અહીં વિક્ષેપ ન કરવાનું કારણ સ્પષ્ટ કર્યું છે. સૂત્રોના ઉચ્ચારણને સૂગાલાપક કહે છે. અનુયોગના ત્રીજા દ્વારા અનુગમના ભેદ સૂત્રાગમમાં સૂબાલાપકનો નિક્ષેપ કQામાં આવશે. અહીં ઉચ્ચારણ વિના આલાપકોનો નિક્ષેપ થતો નથી. આ કારણથી અહીં સૂઝાલાપક પર નિક્ષેપ ઉતાર્યો નથી. * સૂગ-૩૩/૧ - પ્રભા :- અનુગમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર + અનુગામના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે - સૂગાનુગમ અને નિયંત્પનુગમ. * વિવેચન-૩૩/૧ - અનુગમ એટલે સૂગને અનુકૂળ અર્થ કરવો. સૂકાનુગમમાં સૂત્રનો પદચ્છેદ કરી તેની વ્યાખ્યા કરવામાં આવે છે અને નિયુકવ્યનુગમમાં નિયુક્તિ અથ િસૂત્ર સાથે એકીભાવથી સંબદ્ધ અર્થને સ્પષ્ટ કરવામાં આવે છે અને નામ, સ્થાપનાદિ પ્રકારો દ્વારા વિભાગ કરી, વિસ્તારથી સૂગની વ્યાખ્યા કસ્વામાં આવે છે, પુનરુકિત દોષથી બચવા સૂબાનુગમનું વર્ણન સૂઝ પર્શિક નિર્યુક્તિના પ્રસંગે કરવામાં આવશે. * સૂઝ-33/૨ - પ્રથન : નિયુત્યનુગામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નિયુકત્યનગમના aણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (1) નિક્ષેપ નિયુકત્યનુગમ, (2) ઉપોદઘાત નિયુકત્યનુગમ (3) સૂત્રસ્પર્શિક નિયુત્યનુગમ. પન :- નિોપનિયુત્યનંગમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નામ-સ્થાપનાદિ નિક્ષેપની નિયુક્તિનો અનુગમ પૂર્વવત જાણવો. * વિવેચન-૩૩૭/ર : આ સૂત્રમાં નિોપનિયુક્તિ અનુગમતું સ્વરૂપ પૂર્વવતુ જાણવાનો સંકેત કર્યો છે. તેનો આશય એ છે કે નામ, સ્થાપનાદિ નિક્ષેપ રૂપ નિયુક્તિના અનુગમને જ