________________
૯ ૩
૨૯/૧૧૧૬ ઉપરત એવા સુખને ઉત્પન્ન કરે છે.
પૂર્વે સંવેગ ફળના અભિધાન પ્રસંગથી ધર્મ શ્રદ્ધાનું ફળ નિરૂપમ કહેલ, અહીં સ્વતંત્રપણે કહેલ છે, તેથી પુનરુક્તિ છે તેમ વિચારવું.
• સૂત્ર - ૧૧૧૭ -
ભગવન ! ગુરુ અને સાધર્મિકની શુશ્રષાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ગુરુ અને સાધર્મિકની શુશ્રુષાથી જીવ વિનય પ્રતિપક્તિને પામે છે. વિનય પ્રતિપત્તિવાળા, ગુરુની આશાતના કરતા નથી. તેનાથી તે નૈરયિક, તિર્યર, મનુષ્ય, દેવ સંબંધી દુર્ગતિનો નિરોધ કરે છે. વર્ણ, સંજવલન, ભક્તિ અને બહુમાનથી મનુષ્ય અને દેવ સંબંધી સુગતિનો બંધ કરે છે. શ્રેષ્ઠ ગતિ સ્વરૂપ સિદ્ધિને વિશુદ્ધ કરે છે. વિનય મૂલક બધાં પ્રશસ્ત કાન સાથે છે. ઘણાં બીજ જીવોને પણ વિનયી બનાવે છે.
૦ વિવેચન - ૧૧૧૭ •
ધર્મ શ્રદ્ધામાં અવશ્ય ગ્રની શપૂજા કરવી જોઈએ, તેથી ગુરુની શુશ્રષાને કહે છે - ગુરુની પર્યાપાસના, તેનાથી ઉચિત્ત કર્તવ્ય કરણ અંગીકાર રૂપ વિનય પ્રતિપત્તિને ઉત્પન્ન કરે છે. જેણે વિનયનો સ્વીકાર કરેલ છે, તે જીવ અતીવ આય - સમ્યકત્વાદિ લાભનો વિનાશ કરે છે. તે અતિ આશાતના, તેને કરવાના સ્વભાવવાળો તે અતિ આશાતનાશીલ, જે તેવા નથી તે અનતિ આશાતનાશીલ છે. અર્થાત્ ગુરુના પરિસ્વાદાદિનો પરિહાર કરેલ છે. એવા પ્રકારના તે નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવદુર્ગતિનો વિરોધ કરે છે. અહીંનારક અને તિર્યંચ દુર્ગતિ પ્રસિદ્ધ છે. મનુષ્યમાં મલેચ્છાદિ અને દેવોમાં કિલિષિકત્વ રૂપ દુર્ગતિ જાણવી.
તથા વણ - ગ્લાધા, તેના વડે ગુણોને કહેવા તે વર્ણ સંજવલન. ભક્તિ - અંજલિ જોડવી આદિ. બહુમાન - આાંતર પ્રીતિ વિશેષ. આ વર્ણ - સંજ્વલન ભક્તિ બહુમાનતા વડે ગુરુની વિનય પ્રતિપત્તિ રૂપથી માનુષ્ય અને દેવ સુગતિ - વિશિષ્ટ કુળ ઐશ્વર્ય, ઇન્દ્રવાદિ ઉપલક્ષિત, તેના પ્રાયોગ્ય કર્મ બંધનથી બંધાય છે. અને સિદ્ધિ સુગતિને વિશુદ્ધ કરે છે. કેવી રીતે? તેના માર્ગ રૂપ સમ્યગ દર્શનાદિ વિશોધન વડે પ્રશસ્ત એવા વિનય હેતુક સર્વ કાર્યો અહીં શ્રુત જ્ઞાનાદિનું અને પરલોકમાં મુક્તિનું નિષ્પાદન કહે છે.
તો શું આ માત્ર સ્વાર્થ સાધક છે? ના, બીજા પણ ઘણાં જીવોને વિનય ગ્રહણ કરાવે છે, કેમકે તે સ્વયં સુસ્થિત તેનું વચન ઉપાદેય થાય છે તથા વિનયમૂળપણાંથી સંપૂર્ણ કલ્યાણની પ્રાપ્તિ કરાવવાથી આ પરાર્થ સાધક થાય છે.
• સૂત્ર - ૧૧૧૮ -
ભગવાન ! આલોચનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? આલોચનાથી મોક્ષમાર્ગમાં વિઘ્ન કરનાર અને અનંત સંસારને વધારનાર માયા, નિદાન અને મિથ્યાદર્શન ૩૫ શલ્યોને ફેંકી દે છે. 25 ભાવને પ્રાપ્ત થાય છે. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International