________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ • સૂત્ર - ૧૧૧૫ -
ભગવન ! નિર્વેદથી જીવને શું પ્રાપ્ત થાય છે? નિવેદથી જીવ દેવ, મનુષ્ય અને તિય સંબંધી કામભોગોમાં શોધ નિર્વેદ પામે છે. બધાં વિષયોમાં વિરક્ત થાય છે. થઈને રંભનો પરિત્યાગ કરે છે. આરંભનો પરિત્યાગ કરી સંસાર માળનો વિચ્છેદ કરે છે. અને સિદ્ધિ માગને પ્રાપ્ત થાય છે.
• વિવેચન - ૧૧૧૫ -
નિર્વેદ સંવેગથી અવશ્ય થનાર છે. માટે તેને કહે છે - અહીંથી આરંભીને બધે સુગમ હોવાથી પ્રશ્ન વ્યાખ્યા કરતા નથી.
નિર્વેદ એટલે સામાન્યથી સંસારના વિષયોનો હું ક્યારે ત્યાગ કરીશ એવા પ્રકારના દિવ્ય, માનુષી, તૈર્યચ સંબંધી કામભોગોનો ઉક્ત રૂપથી નિર્વેદ જલદી આપે છે. આ ભોગો અનર્થનો હેતુ હોવાથી મારે તેનું કામ નથી. તથા બધાં શબ્દાદિ વિષયોથી વિરાગતા પામે છે. વિરક્ત થયેલો એવો તે પ્રાણિ ઉપમર્દન રૂપ વ્યાપારનો ત્યાગ કરે છે. વિષયના અર્થપણાથી બધાં આરંભોનો પરિત્યાગ કરતો મિથ્યાત્વ, અવિરતિ આદિ સંસાર માર્ગનો વિચ્છેદ કરે છે. તેના ત્યાગ વાળાને જ તત્ત્વથી આરંભનો પરિત્યાગ સંભવે છે. તેના વિચ્છેદથી સિદ્ધિ માર્ગ- સમ્યગદર્શનાદિને પામીને, તે માર્ગનો સ્વીકાર કરનારા થાય છે.
• સૂત્ર - ૧૧૧૬ -
ભગવદ્ ! ધર્મશ્રદ્ધાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ધર્મશ્રદ્ધા વડે જીવ સાત સુખોની આસક્તિથી વિરક્ત થાય છે. અગાર ધર્મનો ત્યાગ કરે છે. આણગાર થઈને છેદન, ભેદન, આદિ શારીરિક તથા સંયોગાદિ માનસિક દુઃખોનો વિચ્છેદ કરે છે. અવ્યાબાધ સુખને પામે છે.
• વિવેચન - ૧૧૧૬ - નિર્વેદ થતાં સર્વ કલ્યાણ નિબંધન એવી ધર્મ શ્રદ્ધા થાય છે.
ધર્મ શ્રદ્ધાથી સાતાવેદનીય જનિત સુખો, તેમાં વૈષયિક સુખોમાં યાવત્ પૂર્વે રામ કરતો હોય તેમાં વિરક્તિને પામે છે. ગ્રહાચાર કે ગાઈથ્ય ધર્મનો પરિહાર કરે છે. કેમકે તેના અત્યારથી માત્ર વિષયસુખાનુરાગ બંધાય છે. ત્યાર પછી અણગાર - ગૃહત્યાગી સાધુ થઈને તે જીવ શારીરિક માનસિક દુઃખોનો વિચ્છેદ કરે છે. આ દુઃખો કેવા છે?
છેદન, ભેદન સંયોગાદિવાળા છેદન - ખગ આદિ વડે બે ટુકડા કરવા. ભેદન - ભાલા આદિથી વિદારવા રૂપ. આદિ શબ્દથી અહીં તાડન આદિ પણ ગ્રહણ કરવા. તે છેદન ભેદનાદિથી શારીરિક દુઃખોનો સંયોગ- અનિષ્ટ સંબંધ અને ઇષ્ટ વિયોગાદિને પણ ગ્રહણ કરવા. પછી સંયોગાદિના માનસ દુઃખોના વિશેષથી તેનો પણ વિચ્છેદ કરે છે. તેનાથી નિબંધન કર્મનો ઉચ્છેદ થાય છે. તેથી જ અવ્યાબાધ - સર્વે પીડાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org