________________
૮૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 વૈયાવચ્ચ પ્રવૃત્તિ. જેનું દર્શન વિનષ્ટ થયેલ છે તે વ્યાપન્ન દર્શન એટલે સમ્યક્ત્વ પામીને તથાવિધ કર્મોદયથી વમી નાંખેલ. કુત્સિત દર્શન તે કુદર્શન - શાક્ય આદિ. તેનું વર્જન - પરિહાર. આના પરિહારથી સમ્યક્ત્વનું માલિન્ય ન થાય, તે માટે સમ્યક્ત્વની શ્રદ્ધા કરે - સ્વીકારે - જેના વડે તે સમ્યક્ત્વ શ્રદ્ધાન. - x - * - *
આ રીતે સમ્યક્ત્વના લિંગોને જાણીને, હવે તેનું માહાત્મ્ય દર્શાવતા આ પ્રમાણે કહે છે .
• સૂત્ર - ૧૧૦૪, ૧૧૦૫ -
ચારિત્ર સમ્યકત્વ વિના ન થાય, પણ સમ્યકત્વ ચારિત્ર વિના હોય કે ન હોય. સમ્યક્ત્વ અને ચારિત્ર એક સાથે હોય છે. ચારિત્રની પૂર્વે સમ્યક્ત્વ હોવું આવશ્યક છે... સમ્યક્ત્વ વિના જ્ઞાન થતું નથી. જ્ઞાન વિના ચારિત્ર ગુણ હોતો નથી. ચારિત્ર વિના મોક્ષ ન થાય. મોક્ષ વિના નિર્વાણ થતું નથી. • વિવેચન
૧૧૦૪, ૧૧૦૫ -
ચારિત્ર, સમ્યકત્વ વિના થતું નથી. ઉપલક્ષણથી થયું નથી અને થશે પણ નહીં. એમ કેમ કહ્યું? જ્યાં સુધી સમ્યક્ત્વનો ઉત્પાદ ન થાય, ત્યાં સુધી ચારિત્ર ન થાય. તો શું દર્શન પણ ચારિત્રમાં નિયત છે? ના, દર્શન હોય ત્યારે ચાસ્ત્રિ હોય કે ન પણ હોય સમ્યકત્વ અને ચારિત્ર એક કાળે પણ ઉત્પન્ન થાય. ચારિત્રના ઉત્પાદ પહેલાં સમ્યકત્વ ઉપજે અથવા અથવા એક સાથે ઉપજે અથવા તેવા પ્રકારના ક્ષયોપશમના અભાવે ચારિત્ર ન પણ ઉપજે, તેથી દર્શનમાં ચાસ્ત્રિની ભજના કહી.
*X*X*
દર્શન રહિતને સમ્યગ્ જ્ઞાન ન હોય, જ્ઞાન વિરહિતને ચારિત્ર ગુણ ન હોય. તેમાં ચરણ એટલે વ્રત આદિ. ગુણ - પિંડવિશુદ્ધિ આદિ. અણુTM - અવિધમાન ગુણ - મોક્ષ - સકલ કર્મક્ષય રૂપ, - ×- નિર્વાણ નિવૃતિ, મુક્તિપદ પ્રાપ્તિ. એ પ્રમાણે પૂર્વ સૂત્રથી મુક્તિએ અનંતર હેતુ હોવા છતાં ચાસ્ત્રિ, સમ્યક્ત્વ હોય તો જ થાય, તેમ કહીને તેનું માહાત્મ્ય કહ્યું. પછીના સૂત્રમાં ઉત્તરોત્ર બીજા ગુણોનો વ્યતિરેક દર્શાવ્યો. હવે તેમાં દર્શનના આઠ આચારો ને જણાવે છે.
૦ સૂત્ર - ૧૧૦૬ '
નિઃશંક્તિ, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદૃષ્ટિ, ઉપબૃહન્ના, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના આ આઠ દર્શનાચાર છે.
૭ વિવેચન - ૧૧૦૬
(૧) શંક્તિ - શંકા કરી તે, તે દેશ અને સર્વ બે ભેદે છે. તેનો અભાવ તે નિઃશંક્તિ, (૨) કાંક્ષિત - કાંક્ષા કરવી તે, યુક્તિ યુક્ત પણાથી અને અહિંસાદિ અભિધાયીત્વથી શાક્યાદિ દર્શનને સુંદર માની, તે-તે દર્શનને ગ્રહણ કરવા રૂપ કાંક્ષા, તેનો અભાવ, તે નિષ્કાંક્ષા.
Jain Education International
·
For Private & Personal Use Only
www.jainelibrary.org