________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ છે, તેથી આ અધ્યયનને “મોક્ષમાર્ગગતિ' નામક અધ્યયન જાણવું. નામ નિક્ષેપો કહ્યો. હવે સૂવાનુગમમાં સૂત્ર કહેવું જોઈશે. એ સૂત્ર આ છે -
• સૂત્ર - ૧૦૭૬ -
જ્ઞાનાદિ ચાર કારણોથી યુક્ત, જ્ઞાન-દર્શન લક્ષણ સ્વરૂપ, જિનભાષિત, સમ્યફ મોક્ષમાર્ગની ગતિને સાંભળો.
• વિવેચન - ૧૦૭૬ -
મોક્ષ - આઠ પ્રકારના કર્મનો ઉચ્છદ, તેનો માર્ગ - ઉક્ત સ્વરૂપ, તેથી ગતિ, તે મોક્ષમાર્ગગતિ. તીર્થકરે કહેલ તેને અવિત સાંભળો. તે કહેવાનારા ચાર કારણોથી સંયુક્ત છે. આ ચાર કારણો કર્મક્ષય રૂપ મોક્ષના જ છે, ગતિ તેની પછી ભાવિત છે, તો તેમાં કોઈ વિરોધ ન આવે? તેવી શંકાનો ઉત્તર આપે છે - વ્યવહારથી કારણ અને કારણનું કારણત્વ કહેવાથી અદોષ છે - x- - - તેવા ચાર કારણો છે, જેનું લક્ષણ જ્ઞાન અને દર્શન છે. તેનાથી અવશ્ય મુક્તિ થવાની છે, તેથી તેને મૂળ કારણ રૂપે દશવિલ છે. અથવા મોક્ષ - ઉક્ત સ્વરૂપ, માર્ગ- શુદ્ધ, ગતિ પ્રાપ્તિ. તેને જ્ઞાન - દર્શન અર્થાત્ વિશેષ - સામાન્ય ઉપયોગરૂપ અસાધારણ સ્વરૂપ જેનું છે તે. - - - -
હવે મોક્ષમાર્ગને કહે છે - • સૂત્ર - ૧૦૭૭ -
વરદશ જિનવરોએ જ્ઞાન, દાન, ચારિત્ર અને તપને મોક્ષમાર્ગ બતાવેલ છે.
• વિવેચન ૧૦૭ -
જેના વડે વસ્તુ તત્ત્વ જણાય તે જ્ઞાન. અને તે જ્ઞાનાવરણનાક્ષયકે ક્ષયોપશમથી સમુત્પન્ન મતિ આદિ ભેદથી સમ્યગ જ્ઞાન જ છે. જેમાં તત્ત્વદેખાય છે, તે દર્શન. આ પણ સમ્યગ રૂપ જ છે. તે દર્શન મોહનીયના ક્ષય અને ક્ષયોપશમ વડે સમુત્પાદિત, અહંત અભિહિત જીવાદિ તત્પરુચિ લક્ષણ રૂપ શુભ ભાવ સ્વરૂપ છે. ચરે છે - જાય છે, જેના વડે મુક્તિમાં તે ચારિત્ર. આ પણ સમ્યફ રૂપ જ છે. તે ચાસ્ત્રિ મોહનીયના ક્ષયાદિથી ઉત્પન્ન સામાયિકાદિ ભેદથી સત્ ક્રિયા પ્રવૃત્તિ અને અસત્ ક્રિયા નિવૃત્તિરૂપ છે. પૂર્વ ઉપાત્ત કર્મોને ખપાવવાથી તપ - તે બાહ્ય અત્યંતર ભેદ ભિન્ન છે, અહંતુ વચનાનુસારી હોય તે જ સમ્યફ પણે ઉપાદેય છે. - x x- આ સમુદિત પણે મુક્તિમાર્ગ છે.
આ જ‘માર્ગ છે. કેમકે તે મુક્તિને પ્રાપ્ત કરાવે છે. તેને સમસ્ત વસ્તુ વ્યાપિતાથી આવ્યભિચારીતાથી જોવાના આચારવાળાએવાવરદર્શીતીર્થકરે કહેલ છે. અહીંચાસ્ત્રિના ભેદપણે છતાં પણ તપનું જે પૃથફ ઉપાદન કર્યું તે આનો જ “ક્ષપણ' પ્રતિ અસાધારણ હેતુત્વ દર્શાવવાનું છે. હવે આનું જ અનુવાદ દ્વારથી ફળને દર્શાવવા કહે છે -
• સૂત્ર - ૧૦૭૮ -
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના આ માર્ગ ઉપર આરૂઢ જીવ સગતિને પ્રાપ્ત કરે છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org