________________
૨૭/૧૦૬૭ થી ૧૯૭૨
છે ગૃહીના પ્રતિબંધથી મને કોઈ સાધુ પ્રવેશતો ન જુએ, તે રીતે પ્રવેશે છે. અહંકારવાળો કોઈ પોતાના કુગ્રહથી નમી શક્તો નથી. કોઈ શિષ્ય વળી એવા હોય કે જેને કોઈ આચાર્ય હેતુ અને કારણોથી અનુશાસિત કરે ત્યારે તે અનુશાસિત થતો શિષ્ય, તે પણ દુઃશિષ્ય - ગુરુના વચનની મધ્યે જ પોતાને અભિમત હોય તેને બોલવા લાગે છે. અપરાધને પ્રકર્ષથી ધારણ કરે છે. અર્થાત તેને અનુશાસિત કરાતા પણ અપરાધને છોડતો નથી. અથવા આચાર્યાદિના અનુશિષ્ટ વચનોની પ્રતિકુળ વર્તે છે. - X-.
કેવી રીતે પ્રતિકુળ વર્તે છે, તે કહે છે - કદાચ ગુરુ કોઈ વખતે કહે કે, હે આયુષ્યમાન્! ગ્લાનની સેવા તે મહાનિર્જરાનું સ્થાન છે, તેથી અમુક શ્રાવિકાને ત્યાં જઈને અમુક ઓષધ, આહાર આદિ લઈ આવ. તે તેણીને જાણતો હોવા છતાં વિપરીતતાથી કહેશે કે - તે શ્રાવિકા મને જાણતી નથી, તેથી તેણી મને વિવક્ષિત ઔષધ આદિ આપશે નહીં. - x x- અથવા તેણી ઘેરથી નીકળી ગઈ હશે, એમ હું માનું છું, તેમ કહે. અથવા મારા સિવાયના સાધુને આ કાર્ય માટે મોકલો. શું હું એક જ સાધુ અહીં છું?
વળી બીજા કોઈને તેવા કોઈ પ્રયોજનથી મોકલાય. તે કાર્ય પુર કરે નહીં ત્યારે તેને પૂછવામાં આવે તો તે વાતને છુપાવે, અલાપ કરે. x-x- આવા દુષ્ટ શિષ્યો બધી દિશામાં ભટકે છે. પણ ગુરુની પાસે કદાપી રહેતા નથી, જેથી કોઈ દિ' ગુરુ કંઈ કાર્ય ન સોપે. કોઈ વળી તેને સોંપાયેલ કાર્યને રાજાની હઠથી પ્રવતવિલ કાર્ય જેવું માનતો, આવેશમાં ભ્રકુટી ચડાવીને મોટું બગાડે છે. આ અત્યંત દુષ્ટતા જણાવે છે.
કોઈને વળી સ્વયં દીક્ષિત અને શિક્ષિત કરેલા હોય, ભોજન અને પાન વડે પોષ્યા હોય, તો પણ જેમ હંસો, પાંખ આવતા બીજા દેશમાં ચાલ્યા જાય છે, તેમ તે સાધુ ઇચ્છા મુજબ વિચરણ કરતો થાય છે. - - - આ પ્રમાણે ખલુંકની જેમ દુષ્ટ શિષ્ય, પોતાના સ્વામીને અધિક કલેશ ઉત્પન્ન કરાવનાર થાય છે.
હવે તેનાથી ખેદિત આચાર્ય શું કરે? • સૂગ - ૧૦૭૩, ૧૦૭૪ -
(૧૦૭૩) અવિનિત શિષ્યથી ખેદ પામીને ધર્મયાનના સારથી આચાર્ય વિચારે છે . મને આ દુષ્ટ શિષ્યોથી શો લાભ? આનાથી તો મારો આત્મા વ્યાકુળ જ થાય છે. (૧૦૭૪) જેમ ગળીયા ગાદભ હોય, તેવા જ મારા આ શિષ્યો છે, એમ વિચારી ગણચાર્યએ તે આળસ ગધેડા જેવા શિષ્યોને છોડીને દઢતાથી તપ સાધનાને સ્વીકારી લીધી.
• વિવેચન - ૧૦૩, ૧૦૩૪ -
ખેદથી અસમાધિના સંભવ પછી સારથીની જેમ ખલિત પ્રવર્તકપણાથી આચાર્ય વિચારે છે – સારથિ એટલે તે ગર્ગાચાર્ય ખલુંક - દુશિષ્યોથી ખેદ પામીને, તે દુષ્ટ બળદવતુ અનેક વખત પ્રેરણા કરાયા છતાં સન્માર્ગે ન જતાં શિષ્યો ગુરુને શ્રમના હેતુ રૂપ જ થાય છે અથવા મારુ આલોક કે પરલોકનું પ્રયોજન સિદ્ધ થતું નથી. કોના વડે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org