________________
૨૬/૧૦૪૪-૫ થી ૧૦૫૭.
રીતે? અસંયત અર્થાત્ ગૃહસ્થ જાગી ન જાય તે રીતે. કેમકે તેમના ઉઠી જવાથી, તેઓ પાપથાનોમાં પ્રવર્તે તેવો સંભવ રહે છે.
ચોથી પોરિસિનો ચોથો ભાગ બાકી રહેતા. ત્યાં કાળવેળાનો સંભવ રહે છે તેથી કાળગ્રહણ ન કરે. પછી ગુરુને વાંદીને સ્વાભાતિક કાળને પ્રતિક્રમે. પછી પ્રભુપેક્ષણા કરે - x- અહીં સાક્ષાત પ્રત્યપ્રેક્ષણાનું ફરી-ફરી કથન બહુતર વિષયપણાથી છે. અહીં સંપ્રદાય આ પ્રમાણે છે –
ત્યારે ગુરુઓ ઉઠીને ચરમ યામ થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરે. છેલ્લા સામે બધાં ઉઠીને વૈરાત્રિક કાળ ગ્રહણ કરીને સ્વાધ્યાય કરે છે. ત્યારે ગુરુઓ સુવે છે. પ્રભાતિક કાળ પ્રાપ્ત થતાં જે પ્રભાતિક કાળ ગ્રહણ કરશો તે કાળને પ્રતિક્રમીને પ્રભાતિક કાળ ગ્રહણ કરે છે. બીજા કાળવેળાએ કાળનું પ્રતિક્રમણ કરે છે. પછી આવશ્યક કરે છે.
મધ્યમ ક્રમની અપેક્ષાથી ત્રણ કાળ ગ્રહણ કરે છે. અન્યથા ઉત્સર્ગથી ઉત્કર્ષથકી ચાર, જધન્યથી ત્રણ કાળગ્રહણ, અપવાદથી ઉત્કૃષ્ટ થકી લે, જધન્યથી એકની પણ અનુજ્ઞા કરે છે. - - -
ચૂર્ણિકાર કહે છે કે - X - X- કાળને પ્રતિલેખીને, અસંયતને જગાડ્યા વિના, મુનિ સર્વદુઃખ વિમોક્ષક સ્વાધ્યાય કરે. પોરિસિના ચોથા ભાગમાં ગુરુને વાંદીને બાકીના સાધુ કાળને પ્રતિક્રમે અને કાળને પડિલેહે. - x
કાયાના સુત્સર્ગ સમયે સર્વદુ:ખોના વિમોક્ષણાર્થે કાયોત્સર્ગ દ્વારથી કાયોત્સર્ગ કરે. અહીં જે “સર્વ દુઃખ વિમોક્ષણ” વિશેષણ વારંવાર કહેવાય છે, તે આના અત્યંત નિર્જરા હેતુત્વને જણાવવાને માટે છે. તેથી આ કાયોત્સર્ગના ગ્રહણથી - ચારિત્ર, દર્શન, શ્રુતજ્ઞાનની વિશુદ્ધિને માટે ત્રણ કાયોત્સર્ગ ગ્રહણ કરાય છે. તેમાં ત્રીજામાં સનિક અતિચાર ચિંતવાય છે. અગિક અતિચાર જે રીતે જે વિષયમાં ચિતનીય છે, તે કહે છે -
રાત્રિમાં થાય કે રાત્રિક, તે અતિચારોને ચિંતવે. ક્રમથી જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, તપ અને ચ શબ્દથી વીર્યાચારના અતિચારો. બાકીના કાયોત્સર્ગમાં ચતુર્વિશતિસ્તવની ચિંતનના સાધારણ હોવાથી કહી નથી.
કાયોત્સર્ગમાં રહીને શું કરે? તે કહે છે. તપ - નમસ્કારસહિત આદિને હું સ્વીકારું છું. એ પ્રમાણે ત્યાં ચિંતવે કે - વર્તમાન સ્વામીએ છ માસ અશન રહિત વિચરણ કર્યું. તો શું હું અશનરહિતપણે તેટલો કાળ રહેવાને સમર્થ છું કે નહીં? એ પ્રમાણે પાંચ માંસ આદિ ચાવત નમસ્કાર સહિત તે પ્રમાણે ભાવના કરે. છેલ્લે ચિંતવે કે હું કયો તપ કરીશ? - x-x- એ પ્રમાણે ઉક્ત અર્થનો અનુવાદ કરી શેષ સામાચારી કહી. પછી તે તપ સ્વીકારીને સિદ્ધોની ત્રણ સ્તુતિ રૂપ સ્તવના કરે. પછી જ્યાં ચૈત્ય હોય ત્યાં તેની વંદના કરે. - હવે ઉપસંહાર કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org